________________
દરરોજ ઓછામાં ઓછા દશહજાર ડગલાં પગેથી જરૂર ચાલો. કારણ કે તીર્થોની યાત્રા તો
બીજાના ખભે સવાર થઈ કરી શકાય છે પરંતુ જીવનમાં ઊંચાઈ તો પોતાના પગે
ચાલીને જ મેળવી શકાય છે. બીજાના ખભે ચઢીને સ્મશાનથી આગળ જઈ શકાતું જ નથી અને હા, તમારા ઘરની આગળ એક એવું વૃક્ષ જરૂર વાવો જેનો છાંયો અને સુગંધ
પાડોશીના ઘરે જતી હોય તથા પોતાના ઘરના આંગણાની દીવાલો એટલી ઊંચી ન કરો કે બહારથી
જતો પોતાનો ભાઈ પણ ન દેખાય.
36
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org