________________ ક્રાંતિકારી સંત મુનિશ્રી તરુણસાગરજી | સમસ્ત જૈન સમાજને અપીલ કરી રહ્યો છું કે હજી પણ સમય છે. પોતે સાવધ થાવ અને તમારી આ પેઢીને સાવધ કરો. મને નજીકના ભવિષ્યમાં જૈન સમાજના માથે ભયના વાદળ ઘેરાતાં નજરે પડે છે. મહાવીર સ્વામીના મોક્ષ બાદ આ 2500 વર્ષોના ઇતિહાસમાં જૈન સમાજ અનેકવાર વહેંચાયો છે અને આ ભાગલા ક્યારેક દિગમ્બર જૈન અને શ્વેતામ્બર જૈનના નામથી થયા, તો ક્યારેક તેરાપંથી જૈન અને બીસપંથી જૈનના નામે થયા. આ ભાગલા ક્યારેક સ્થાનકવાસી જૈનના નામે અને મૂર્તિપૂજક જૈનના નામે થયા તો ક્યારેક મુનિભક્ત જૈન અને સોનગઢી જૈનના નામથી થયા. આ રીતે મહાવીરની મોક્ષપ્રાપ્તિ પછી જે ભાગલા પડ્યા તે પૂજા-પદ્ધતિ અને ક્રિયાકાંડના આધારે જ થયા. તેને મહાવીરના જીવન અને દર્શન સાથે ઘટેલી દુર્ઘટના તો કહી શકાય, પરંતુ હવે જે ભાગલા પડશે તે દિગમ્બર જૈન અને શ્વેતામ્બર જૈનના નામે નહીં, સ્થાનકવાસી જૈન અને મૂર્તિપૂજક જૈનના નામે નહીં, તેરાપંથી અને બીસપંથીના નામે નહીં, પરંતુ આ ભાગલા ‘શાકાહારી જૈન’ અને ‘માંસાહારી જૈન” ના નામે થશે. જો એવું બન્યું તો યાદ રાખજો : પાર્શ્વનાથે તો કમઠને માફી આપી હશે પરંતુ મહાવીર આપણને કોઈપણ શર્ત માફ નહીં કરે, તો Jain Education International For Private & Persson