Page #1
--------------------------------------------------------------------------
________________
STUGીની
ક્રાંતિકારી સંતા મુનિશ્રી તરુણસાગરજી
www.me library.org
Page #2
--------------------------------------------------------------------------
________________
વધુ એક કબીર
, દીઓથી આ રાષ્ટ્રને એક કબીરની પ્રતીક્ષા હતી. આ રાષ્ટ્રમાં કબીરથી લઈને આજસુધીમાં અનેક સંતો થયા. પરંતુ કબીર કોઈ જ નથી થયું. કબીર બનવા માટે જરૂર છે એક વિશેષ આગની. એવી આગ જે સમાજની વિષમતાઓ અને વિસંગતીઓને સળગાવીને રાખ કરી દે. હવે વર્ષો પછી રાષ્ટ્રને અપ્રતિમ સંતશ્રી તરુણસાગરજીના સ્વરૂપે તે આગ મળી છે. જ્યારે ૧૩ વર્ષની અલ્પાયુમાં તેમણે દીક્ષા ગ્રહણ કરી હતી ત્યારે કોને એવી કલ્પના હતી કે આ બાળક આગળ જઈને પોતાના ક્રાન્તિકારી વિચારોથી સમગ્ર રાષ્ટ્રને ઢંઢોળીને રાખી દેશે. જૈનસંતથી લોકસંત બનવા સુધી આ ક્રાન્તિધર્મી અગ્નિપુષે એક લાંબી મંજિલ, કાપી છે. આજે આ અગ્નિશલાકા પુરુષ પોતાની પ્રસિદ્ધિના સર્વોચ્ચ શિખર પર પહોંચે છે અને જનજનના મન-માનસ ઉપર તેમણે એવી ઊંડી અસર કરી છે કે લોકોનીરહેવાની અને વિચારવાની પદ્ધતિમાં પરિવર્તન આવવા લાગ્યું છે. આ કાર્ય તેમના જેવા ક્રાન્તિકારી વિચાવાળા સંત જ યથાયોગ્ય રીતે કરી શકે. ક્યારેક કબીરે સમાજને જીવનના સત્યથી પરિચય કરાવ્યો હતો, પોતાના અણીદાર શબ્દોથી સમાજની ખોટી માન્યતાઓ અને પરંપરાઓને સંપૂર્ણપણે તોડી નાખી હતી – કબીર ઊભા બજારમાં. હા, આજે સંતશ્રી તરુણસાગરજી પણ બજાર અને ચોકમાં ઊભા રહી ગયા છે જેથી આજના વિસંગતતાઓથી ભરેલા સમાજને એક નવી દિશા દેખાડી શકે. સમાજના નૂતન નિર્માણ માટે તરુણસાગરજી જેવા ક્રાન્તિધર્મી અને અપ્રતિમ સંતો તથા સમાજના રાહચીંધકોની ખૂબ જ જરૂર છે. સમાજમાં નવેસરથી પ્રાણ ફૂંકવા માટે પણ આવા જ સંતની જરૂર છે.onal
Page #3
--------------------------------------------------------------------------
________________
કડવાં-પ્રવચન ક્રાંતિકારી સંત મુનિશ્રી તરુણસાગરજીના ઉપદેશો
ગુજરાત યુનિર્વસીટી ગ્રાઉન્ડ, અમદાવાદમાં ક્રાંતિકારી સંત મુનિશ્રી તરુણસાગરજી મહારાજના વિરાટ-સત્સંગ, અમૃત-પ્રવચનના કાર્યક્રમ “જાગરણ-મહોત્સવ' (૩ થી ૨૪ ઑગસ્ટ, ૨૦૦૩)માં પ્રસ્તુત
“કડવાં-પ્રવચન
મુનિ તરુણસાગર
તરુણ ક્રાન્તિ મંચ ટ્રસ્ટ (જિ.) ૭૦, ડિફેન્સ ઍન્કલેવ, દિલ્હી-૧૧૦ ૦૯૨
ફોન : ૨૨ ૨૩૧ ૨૩
Page #4
--------------------------------------------------------------------------
________________
સૌજન્ય વિભાગ
શ્રીમતી હીરાબેન મણિલાલ શાહ હસ્તે : રમેશભાઈ મહેશભાઈ શાહ મુંબઈ | અમદાવાદ
પ્રથમ આવૃત્તિ નવેમ્બર, ૨૦૦૩
નકલ : ૫૦OO
મુદ્રક
મુદ્રેશ પુરોહિત સૂર્યા ઑફસેટ, આંબલીગામ
સેટેલાઈટ-બોપલ રોડ, અમદાવાદ-૩૮૦૦૫૮.
કડવાં પ્રવચન : મુનિ તરુણસાગર અનુવાદક : રાકેશ વી. વ્યાસ પ્રાપ્તિ-સ્થાન : અહિંસા-મહાકુંભ (માસિક)
૧૯૬, સેક્ટર-૧૮, ફરીદાબાદ-૧૨૧૦૦૧ : ફોન : ૦૧૨૯-૫૨૬૨૪૯
કિંમત : ૩૦/- રૂપિયા
Page #5
--------------------------------------------------------------------------
________________
પ્રસ્તાવના
કોઈ ધાર્મિક પુસ્તકની પ્રસ્તાવના લખવાનું ઘણું મુશ્કેલ થઈ જાય જયારે એ પુસ્તકના લેખક પોતે જ એક ધાર્મિક કે ધર્માત્મા હોય. પણ, અહીં આ પુસ્તકના લેખક ખુદ સાક્ષાત ધર્માવતાર છે. તેથી મુશ્કેલી ખૂબ વધી ગઈ. પણ પુસ્તકનું વિષયવસ્તુએ અને કૃતિકારે પલાયન થવાનો અવસર ના આપ્યો, પરંતુ અંદરની ઇચ્છાને લખવા માટે વધુ દૃઢ કરી.
લીમડાની કડવાશ કોને ગમે ? પણ જે સુજ્ઞજન એના મહત્ત્વ અને એના નામને જાણે છે અને સમજે છે, તેઓ તેનો અલગ અલગ રીતે લાભ મેળવી જ લે છે. કોઈ સવાર-સવારમાં લીમડાના દાતણથી પોતાના દાંત ચમકદાર અને નીરોગી બનાવે છે તો કોઈ લીમડાની કુમળી કુમળી ડાળીઓને ચાવીને પોતાના સ્વાથ્યમાં વધારો કરી લે છે. પ્રસૂતા સ્ત્રી લીમડાના ગરમ પાણીથી સ્નાન કરે જ છે અને પોતાના નવજાત શિશુને પણ સ્નાન કરાવીને સ્વાથ્યમય બનાવે છે. ઘરના કોઈ સભ્યને શીતળા થયા હોય ત્યારે પરિવારના વડીલ ઘર મકાનના દ્વારે લીમડાની ડાળીને ટાંગી વાયુ પ્રદૂષણને શુધ્ધ કરે છે. આ તમામ કામોને જોઈને કોઈ અહીંયાં એમ નહીં કહી શકે કે લીમડામાં કડવાશ છે કે તે ગુણકારી નથી.
સંભવિત રીતે આ જ સત્યને જીવવા માટે પરમપૂજય મુનિશ્રેષ્ઠ ક્રાંતિકારી સંત શ્રી તરુણસાગરજીની લેખિનીએ આ પુસ્તકને જન્મ આપ્યો છે. આ પુસ્તકની અંદર ગૂંથેલી પંક્તિઓમાં, અનેક સ્થળો પર વાચકને લીમડાની કડવાશનો સ્વાદ મળશે, પણ એ એટલો પરવશ થઈ જશે કે પુસ્તક હાથમાંથી નહીં છોડી શકે, લીમડાના કડવા ઘૂંટ પીતો જશે અને પોતાના “મન” સ્વાથ્યમાં આપમેળે સુધારો અનુભવતો જશે. તેના મન અને મસ્તિષ્ક સ્વસ્થ થઈ જશે. પુસ્તકની કડવાશમાં આજ ગુણ સર્વશ્રેષ્ઠ ‘રસ' બનીને “આદિથી અંત સુધી એક નિર્મળ ઝરણાની જેમ વહેતો મળે છે અને દરેક પૃષ્ઠ પર મુનિશ્રી પોતાના વચનો પ્રવચનોની કડવાશથી માણસાઈનો ઉપચાર કરતા જોવા મળે છે. દરેક પ્રસંગે, ખરેખર ક્યાંક તેઓ માતાની જેમ શિક્ષણ આપે છે, ક્યાંક પિતાની જેમ શિખામણ, ક્યાંક મિત્રાની જેમ સલાહ-સૂચન તો ક્યાંક ડોક્ટરની જેમ પરેજી પળાવતા હોય છે.
જો કે વાંચતી વખતે વાચકોને યાદ રહે છે કે રચનાકાર આપણા ‘પરમ દિગંબર વેશધારી ગુરુ છે, તેથી તેઓ આપણા સમગ્ર માનવતાના પિતા, માતા, મિત્ર, વૈદ્ય અને હિતચિંતક તો છે જ, તે કારણે એમના શબ્દોમાં રહેલા ચાબખા, કોઈ મા દ્વારા તોફાની પુત્રને મળતા ‘ઠપકા' જેવા કોમળ લાગે છે. આ દિગંબર વેશધારીમાં વિચિત્ર છે; તેઓને કટાક્ષ કે ચાબખા માત્ર બાળકો કે જુવાન પેઢી પૂરતાં જ સીમિત નથી, તેઓ જ્ઞાની જૂની પેઢીને સંબોધીને પણ ચાબખા મારતાં અચકાતા નથી. જયારે તેઓ લખે છે “બાળકોને ખૂબ લાયક બનાવજો; પણ એટલા લાયક પણ ના બનાવતા કે કાલે ઊઠીને તમને જ ‘નાલાયક' સમજવા લાગે.” કહેવાનું તાત્પર્ય એટલું જ છે કે મુનિશ્રી માત્ર મુનિ જ નથી; તેઓશ્રી આપણા ‘પરમ-ગુરુ' પણ છે; તેથી વાણી અને શબ્દો દ્વારા સાર્થક ઝાટકણી કડવાશ પ્રદાન કરીને તેઓ પોતાની યથાયોગ્ય ભૂમિકા નિભાવી રહ્યા છે. આવા મુનિશ્રેષ્ઠોને માટે જ આપણે મંદિરમાં ભગવાનની પ્રતિમાની સમક્ષ હોવા છતાં પણ કહીએ છીએ. - નમો નો સવ્વ સાદi |
Page #6
--------------------------------------------------------------------------
________________
વર્તમાન લોક’નાં, અવનવા શબ્દો એ સ્વરોના સમ્રાટ પૂ. તરુણાસાગરજી મહારાજ પણ પોતાની વાણીની ક્રાંતિથી માણસના મન-બગીચામાં શાંતિનાં બીજ વાવી રહ્યા છે. તેઓ ‘ક્રાંતિકારી મુનિ' તરીકે દેશ-વિદેશમાં વિખ્યાત અવશ્ય છે, પણ તેઓનું દરેક વક્તવ્ય “શાંતિ'ના પાયા પર રચાયેલું જોવા મળે છે. શાંતિ, પછી એ મનની હય, માનવીની હોય કે આ મહાસંસારની હોય; તેમની વાણી શાંતિનાં વૃક્ષો વાવતી ચાલી રહી છે. (પ્રખર સત્ય તો એ છે કે વર્તમાન પરિસ્થિતિને આવા જ સંત જોઈએ છે જે પોતાની ભાષા, વાણી અને સુસંવાદથી વાતાવરણની કલુષિતતા, તાણ અને મનભેદને દૂર કરી શકે અને શાંતિની સ્થાપના કરી શકે.)
આ દેશે મહાત્મા ગાંધીની ક્રાંતિ (અસહ્યોગ આંદોલન વગેરે), વિનોબાજીની ક્રાંતિ (ભૂદાન આંદોલન) અને જયપ્રકાશ નારાયણજીની ક્રાંતિઓ જોઈ છે. એ બધાનો ઉદેશ્ય ‘શાંતિ' જ હતો અથવા તો કહી શકાય કે દરેક ક્રાંતિના ગર્ભમાં શાંતિ સમાવિષ્ટ હોય છે.
પરમ પૂજ્ય સંત પ્રવર તણસાગરજી મહારાજ, આ અર્થમાં એક સફળ સંત જ નથી, પણ “ઉદાહરણ' બની ચૂક્યા છે; તેથી તેમનાં કડવાં પ્રવચનો સાંભળીને વાંચીને પોતાના મનની કડવાશ દૂર કરો કે જેથી ત્યાં શાંતિનું સામ્રાજ્ય સ્થાપિત થઈ શકે.
તેઓ ન્યાય તોળવામાં પણ સફળ છે. ફક્ત વાચકોને જ તેઓ ભરપૂર ઉપદેશ નથી આપતા, તેઓ પોતાના સંતત્વ પર પણ કટાક્ષ કરવાનું ચૂકતા નથી; જયારે તેઓ લખે છે કે - ‘‘સત ગાય જેવું હોવું જોઈએ, હાથી જેવા નહીં. ગાય માત્ર ઘાસ ખાય છે પણ તેના બદલે તે દૂધ, ઘી, માખણ, છાશ વગેરે આપે છે. પણ હાથી ? તે શેરડી, ગોળ અને માલ ખાય છે. પણ જીવતે જીવ સમાજને કંઈ આપતો નથી.”
પ્રસ્તુત પુસ્તિકામાં દરેક પ્રવચન-સૂત્ર'નો ઉલ્લેખ છે. તેથી વાચકોને જરૂર છે કે આ ‘કડવા-સત્ય'ના ઘૂંટડા ખુદ તો પીવે જ, પોતાનાં સંતાનો અને મિત્રવર્તુળને પણ આ પ્રેરણા પીયૂષ પીવા માટે પ્રેરિત કરે. તેઓ અનુભવશે કે માણસના મનની દીવાલો પર જ્યાં ગંદા કચરાના ડાઘ લાગ્યા હતા, ત્યાં ચંદનનો શીતળ લેપ લાગ્યો છે. બસ, એક ઘૂંટડો કડવા-સત્ય (કડવા પ્રવચન)નો જ લેવાનો છે !
જો કે “એક દિવસનો સંબંધ ‘એક સૂત્ર સાથે જોડવામાં આવ્યો છે. પુસ્તકમાં તેથી ૩૬૫ દિવસો માટે ગુરુવર્યના અદીઠ શ્રમ અને વિચારથી એટલાં જ સૂત્ર જન્મ લઈ શકશે, ભલે પુસ્તકને બે-ત્રણ ભાગોમાં પ્રકાશિત કરવું પડે, તે સર્વથા યોગ્ય જ હશે. પ્રતિ દિવસ હજારો પુસ્તકો છાપવાવાળા આ દેશમાં, આ ‘અતિ વિશિષ્ટ કૃતિ” સિદ્ધ થશે એ હું હૃદયથી જાણું છું.
તા. ૧૩-૯-૨૦૦૩ (અમદાવાદ પ્રવાસ)
સુરેશ જૈન ‘સરલ' ૨૯૩, ગઢાફાટક, જબલપુર (મ.પ્ર.)
Page #7
--------------------------------------------------------------------------
________________
મર્મને ભેદતા મુનિ
યુવા દિગંબર જૈન મુનિ તરુણસાગર મહાવીરનો સંદેશ જૈનેતર લોકો સુધી પહોંચાડવા માટે ભાવનાત્મક ભાષણ શૈલી, આધુનિક માધ્યમો અને ઉત્તેજિત કરવાવાળા મુદાઓનો સહારો લે છે.
- નિરજ મિશ્ર, ભોપાલ તેમની રીત ભાત એકદમ અલગ છે. કશકાય દિગંબર જૈન મુનિ ફક્ત ચશ્મા પહેરે છે અને મૃદુભાષી છે, પરંતુ શ્રોતાઓ સમક્ષ તેઓ ગર્જના કરે છે. તેઓ રાજનીતિક તંત્ર, માંસનો વેપાર અને જૈન ધર્મમાં કટ્ટરતાની વિરુદ્ધ બોલે છે. મુનિ તરુણસાગર કહે છે, “હું ભગવાન મહાવીરને જૈનોના કબજામાંથી છોડાવવા ઇચ્છું છું. મેં તેમના મંદિરોમાં પ્રવચન કરવાનું છોડી દીધું છે. હું મહાવીર અને કબીરની જેમ લોકો સાથે ચોક (ચોરાહ)માં તેમની ભાષામાં વાત કરું છું'' મહાવીરનો સંદેશ જૈનો સિવાયના લોકો સુધી પહોંચાડવા માટે તેઓ કોઈ તક કે માધ્યમ ગુમાવવા નથી માગતા. ૩૬ વર્ષની ઉંમરમાં તેઓએ ત્રણ ડઝને પુસ્તકો લખ્યાં છે, જેની ત્રણ લાખથી વધુ નકલો વેચાઈ ચૂકી છે. તેઓ ટીવી પર પ્રવચન આપે છે જેને ૧૨૨ દેશોના લોકો સાંભળે છે. તેમના તરણ ક્રાન્તિ મંચની છે ગાડીઓ છે જે લોકોને તેમની ઓડિયો કેસેટ, સાહિત્ય અને તસવીરો વેચે છે. તેમના પ્રવચનોની દસ લાખ કેસેટ વેચાઈ ચૂકી છે. દેશના મધ્ય અને પશ્ચિમ વિસ્તારમાં તેમનો ખાસ્સો પ્રભાવ છે. વડાપ્રધાન વાજપેયીએ લાલ કિલ્લામાં શાકાહાર પરનું તેમનું ભાષણ સાંભળ્યું અને વચન આપ્યું કે ડબાબંધ શાકાહારી ખાદ્ય પદાર્થો પર લીલા રંગનું નિશાન લગાવવાનું ફરજિયાત કરાશે તેના પર અમલ પણ થયો. તરુણસાગરજીએ શાંતિપૂર્ણ, એકરૂપતાવાળી કંટાળાજનક શૈલીના સ્થાને ઉગ્ર લાગતી ભાવનાત્મક ભાષણ શૈલી અપનાવી છે. તેમના ગળાની નસો ફૂલી જાય છે, શરીર પરસેવામાં નાહી જાય છે, ત્યારે તેઓ પોતાનો સ્વર ધીમો કરે છે અને ક્યારેક તેઓ મનોરંજક ટૂચકાઓથી પણ તેમની વાત પૂરી કરે છે. તેઓ કહે છે, “લોકોએ તીર્થાટન માટે મથુરા, કાશી અને પાર્શ્વનાથ નહીં પરંતુ કસાઈવાડે જવું જોઈએ, ત્યાં ભેંસોને કાપતા અને તેમની ખાલ કાઢતા જોઈ અંતર આત્મા કાંપી ઊઠશે.'' તેમનું માનવું છે કે સ્મશાન શહેરની બહાર નહીં પરંતુ વસતિમાં હોવું જોઈએ જેથી લોકોને હંમેશા યાદ રહે કે મૃત્યુ જ અંતિમ સત્ય છે. તેઓ કહે છે, “આધ્યાત્મિક ગુરુઓને પણ સંસદમાં બોલાવવા જોઈએ. સંસદમાં ખતરનાક લોકોનો જમાવડો છે, જેમને સામાન્ય લોકોની સરખામણીમાં અનેકગણા વધુ માર્ગદર્શનની જરૂર છે.
Page #8
--------------------------------------------------------------------------
________________
પરંતુ તેઓ જૈનમુનિ શા માટે છે ? રાજનીતિક કે સામાજિક કાર્યકર શા માટે નહીં ? તેઓ કહે છે. “હું જૈન તરીકે પેદા થયો. બાળપણમાં જ મહાવીરબોધ તરફ આકર્ષાયો અને ત્યારથી એવું માની રહ્યો છું કે ધર્મ આદર્શોના પ્રચારનો મંચ પૂરો પાડે છે. મહાવીરના સમયથી થયેલા મુનિઓમાં તરુણસાગર સૌથી નાની ઉંમરના છે. બુંદેલખંડના એક સામાન્ય પરિવારમાં જન્મેલા તરુણસાગર ૧૩ વર્ષની ઉંમરે વૈરાગી થઈ ગયા હતા. જૈન ધર્મ અને સમાજ સુધારનું જે મિશ્રણ તેમણે અપનાવ્યું, તેની સરખામણી કોઈ પણ જૈન આચાર્ય સાથે થઈ શકે તેમ નથી. પરંતુ તરુણસાગર ઇતિહાસ, પદાનુક્રમ અને પરંપરાઓને પડકારતાં નથી ડરતા. તેમની ઉપર જૈન સાહિત્યનું વેપારીકરણ કરવાનો, પોતાના અનુયાયીઓ બનાવવાનો અને મહાવીરની પરંપરામાં વિઘ્ન નાખવાનો આરોપ છે, પરંતુ જો તેનું પરિણામ શાકાહાર, વિશ્વમાં શાંતિ સ્વરૂપે નીકળે તો તેઓ તમામ આક્ષેપ સહી લેવા તૈયાર છે.
સાભાર : ઇન્ડિયા ટૂડે (૨૭ ઓકટોબર, ૨૦૦૩)
Page #9
--------------------------------------------------------------------------
________________
માબાપ હોવાના નાતે તમારાં બાળકોને ખૂબ ભણાવજો-ગણાવજો અને ભણાવી-ગણાવી ખૂબ લાયક બનાવજો, પરંતુ તેમને એટલાં લાયક પણ ન બનાવી દેતાં કે કાલે તમને જ “નાલાયક'
સમજવા લાગે. જો તમે આજે આ ભૂલ કરશો તો કાલે વૃદ્ધાવસ્થામાં તમારે બહુ રોવું
પસ્તાવું પડશે. આ વાત હું એટલા માટે કહી રહ્યો છું કારણ કે કેટલાક લોકો આ ભૂલ જિંદગીમાં કરી ચૂક્યા છે અને તે આજે રોઈ રહ્યા છે.
પછી પસ્તાવાથી શું વળે જ્યારે પંખી ચણી જાય ખેતર.
Page #10
--------------------------------------------------------------------------
________________
બાળકોના ઝઘડામાં મોટાએ અને સાસુ-વહુનાં ઝઘડામાં બાપ-બેટાએ ક્યારેય ન પડવું જોઈએ. શક્ય છે, દિવસે સાસુ-વહુને નોક-જોક થઈ જાય. તો સ્વાભાવિક છે કે તેની ફરિયાદ
રાત્રે ઘરે પાછા ફરેલા પતિને કરશે. પતિઓએ તેમની ફરિયાદ ધ્યાનથી સાંભળવી જોઈએ,
સહાનુભૂતિ પણ બતાવવી જોઈએ, પરંતુ સવારે જ્યારે સુઈને ઊઠો ત્યારે આગળ-પાછળનું બધું ભૂલી જવાની નીતિ અપનાવવી જોઈએ, તો જ ઘરની એકતા
હંમેશા જળવાઈ રહેશે.
Page #11
--------------------------------------------------------------------------
________________
લક્ષ્મી પુણ્યથી મળે છે. જો મહેનતથી મળતી હોય તો મજૂરો પાસે કેમ નથી? બુદ્ધિથી મળતી હોય તો પંડિતો પાસે કેમ નથી ? જિંદગીમાં સારાં સંતાન, સંપત્તિ અને સફળતા
પુણ્યથી મળે છે. જો તમે ઇચ્છતા હો કે તમારો આલોક અને પરલોક સુખમય રહે તો આખા દિવસમાં ઓછામાં ઓછા બે પુણ્ય જરૂર કરજો . કારણકે જિંદગીમાં સુખ, સંપત્તિ અને
સફળતા પુણ્યથી મળે છે.
Page #12
--------------------------------------------------------------------------
________________
સત ગાય જેવો હોવો જોઈએ,
હાથી જેવો નહીં. ગાય ઘાસ ખાય છે, તેમ છતાં ઘી-દૂધ,
માખણ અને છાશ આપે છે. ગાયનું છાણ પણ કામ આવે છે. જ્યારે હાથી શેરડી, ગોળ અને માલ ખાય છે.
તેમ છતાંય સમાજને કાંઈ નથી આપતો. સંત-મુનિએ ઘાસ એટલે કે હલકું અને સાત્વિક ભોજન કરવું જોઈએ. મતલબ સંત-મુનિ એ છે, જે સમાજ પાસેથી અંજલિ જેટલું લે છે અને
દરિયા જેટલું પાછું આપે છે.
Page #13
--------------------------------------------------------------------------
________________
રાસારમાં મુશ્કેલી અને પરેશાની ન આવે
એવું તો કેવી રીતે બને. અઠવાડિયામાં એક દિવસ રવિવારનો પણ આવે ને.
પ્રકૃતિનો નિયમ જ એવો છે કે જિંદગીમાં જેટલું સુખ-દુ:ખ મળવાનું હશે, તે મળે જ છે. શા માટે ન મળે, ટેન્ડરમાં જે
ભરશો તે જ ખૂલશે. ગળપણની સાથે નમકીન જરૂરી છે તો સુખની સાથે દુઃખનું હોવું પણ યોગ્ય જ છે. દુઃખ બહુ કામની ચીજ છે. જિંદગીમાં જો દુઃખ ન હોય તો કોઈ પ્રભુને
યાદ જ ન કરે.
Page #14
--------------------------------------------------------------------------
________________
પ્રશ્ન પૂછયો છે : સ્વર્ગ મારી મુઠ્ઠીમાં હોય
તે માટે હું શું કરું? કંઈ પણ ન કરો. ફક્ત એટલું જ કરો કે મગજને ઠંડું' રાખો, ખિસ્સાને “ગરમ' રાખો, આંખોમાં “શરમ' રાખો, ભાષાને “નરમ” રાખો અને “દિલ”માં “રહેમ' રાખો.
જો તમે આ મુજબ કરી શકો તો પછી તમારે કોઈપણ સ્વર્ગ સુધી જવાની જરૂર નથી.
સ્વર્ગ સામેથી ચાલીને તમારી પાસે આવશે. કરુણતા એ છે કે આપણે સ્વર્ગ તો ઇચ્છીએ છીએ,
પરંતુ “સ્વર્ગીય' થવા નથી ઈચ્છતા.
Page #15
--------------------------------------------------------------------------
________________
ભલે લડી લેજો - ઝઘડી લેજો,.
મારજો - માર ખાજો,
પરંતુ બોલચાલ બંધ ન કરતા કારણ કે બોલચાલ બંધ થતાં જ સમાધાનના તમામ દરવાજા બંધ થઈ જાય છે. ગુસ્સો ખરાબ નથી. ગુસ્સો કર્યા પછી આદમી જે વેર બાંધી લે છે,
તે ખરાબ છે. ગુસ્સો તો બાળકો પણ કરે છે પરંતુ તે વેર બાંધી લેતાં નથી. તેઓ એક બાજુ
લડતાં-ઝઘડતાં હોય છે અને બીજી જ ક્ષણે ફરી એક થઈ જાય છે. કેટલું સારું હોય
જો દરેક વ્યક્તિ બાળક જ રહે !
Page #16
--------------------------------------------------------------------------
________________
માં રહેતાં બે ચીજોને કયારેય ન ભૂલવી જોઈએ. ન ભૂલવા યોગ્ય ચીજોમાં એક છે
પરમાત્મા અને બીજી છે પોતાનું મોત. ભૂલવા વાળી બે વાતોમાંથી એક છે, તમે જો કોઈનું ભલું કર્યું હોય તો તેને તરત ભૂલી જાઓ. બીજું, કયારેક કોઈએ જો તમારું ખરાબ કર્યું હોય
તો તેને તરત ભૂલી જાઓ. બસ, દુનિયામાં આ બે જ વાતો યાદ રાખવા
અને ભૂલી જવા યોગ્ય છે.
Page #17
--------------------------------------------------------------------------
________________
રામજન્મભૂમિ-બાબરી મસ્જિદ વિવાદનું એ જ એક સમાધાન છે કે રામ જ્યાં જન્મ્યા ત્યાં રામમંદિર અને બાબર જ્યાં જન્મ્યો ત્યાં બાબરી મસ્જિદ
બનાવી દો. હવે, બાબર અયોધ્યામાં તો પેદા થયો ન હતો કે બાબરી મસ્જિદ ત્યાં બને.
હકીકતમાં મંદિર-મસ્જિદના વિવાદમાં રાજકીય ખીચડી પકવવામાં આવી રહી છે. રામ વિવાદના નહીં, સંવાદના વિષય છે. રામ જેવું નિર્વિવાદ વ્યક્તિત્વ
દુનિયામાં ક્યારેક જ અવતાર લે છે.
Page #18
--------------------------------------------------------------------------
________________
ડાક્ટર અને ગુરુની સામે ખોટું ન બોલો કારણ કે આ અસત્ય ખૂબ મોંઘુ પડી શકે છે. ગુરુ સામે ખોટું બોલવાથી પાપનું પ્રાયશ્ચિત અને ડૉક્ટરની સામે ખોટું બોલવાથી
રોગનું નિદાન નહીં થાય. ડૉક્ટર અને ગુરુની સામે એકદમ સરળ અને સ્પષ્ટ બનીને રજૂ થાઓ. તમે ગમે તેટલા હોંશિયાર ભલે
હો તો પણ ડૉક્ટર અને ગુરુની સામે તમારી હોંશિયારી ન દેખાડો, કારણ કે ત્યાં હોંશિયારી
બિલકુલ કામમાં નથી આવતી.
J0
Page #19
--------------------------------------------------------------------------
________________
દગી ફક્ત ચાર દિવસની છે અને તે ચાર દિવસ પણ બે
આરજૂમાં અને બે ઇન્તજારીમાં કપાઈ જાય છે. તેનાથી આગળ વધીએ તો માણસની જિંદગી કુલ બે દિવસની હોય છે અને આ બે દિવસોમાં એક દિવસ મોતનો પણ હોય છે. હવે વધ્યો ફક્ત એક જ દિવસ, તો ખબર નહીં
આ એક દિવસની જિંદગી પર માણસ આટલો કેમ અકડાય છે? જિંદગીની હેસિયત એક મુઠ્ઠી રાખથી વધારે જરા પણ નથી.
Page #20
--------------------------------------------------------------------------
________________
મનુષ્યનું શરીર ભારતની લોકસભા જેવું છે.
આ શરીરમાં તમામ મંત્રાલય છે. જીવ પ્રધાનમંત્રી છે, માથું શિક્ષામંત્રી છે. કાન દૂર-સંચારમંત્રી છે. જીભ સુચના અને પ્રસારણમંત્રી છે. પેટ અન્નમંત્રી છે. હાથ શ્રમમંત્રી, પગ પરિવહનમંત્રી, નાક સ્વાસ્થ્યમંત્રી અને આંખ કાનૂનમંત્રી છે. દિલ નાણામંત્રી અને ફેફસાં ગૃહમંત્રી છે. આત્મા રાષ્ટ્રપતિ છે. આટલું બધું તો તમારી પાસે છે. તો પછી શા માટે લાલ-પીળી બત્તી
માગતા ફરો છો. પ્રભુને કરવા માટે ફક્ત બે અગરબત્તી માગો. બસ.
12
Page #21
--------------------------------------------------------------------------
________________
૧માલ' તો નેતા-અભિનેતા કોઈપણ કરી શકે છે, પરંતુ “કમાલ' તો કોઈ સંત જ કરી શકે છે. આ અમદાવાદ છે.
આ અહમ્ + મદ + વાદ નું શહેર છે. અહીં ખૂબ ખતરનાક લોકો રહે છે અને આ ખતરનાક
લોકોનો મુકાબલો મારે કરવાનો છે. હકીકતમાં હું બગડેલા દિમાગ અને બીમાર દિલોનો ઈલાજ કરવા માટે અહીં આવ્યો છું અને આ ઇલાજ હોમિયોપથી” અને “એલોપથી'થી નહીં પરંતુ
સીમ્પથી'થી કરવામાં આવશે.
Page #22
--------------------------------------------------------------------------
________________
લક્ષ્મી પૂજાને લાયક તો છે પરંતુ ભરોસાને
લાયક જરા પણ નથી.
લક્ષ્મીની પૂજા તો કરજો પરંતુ લક્ષ્મી ૫૨ ભરોસો ન કરતા અને ભગવાનની પૂજા ભલે ન કરો પરંતુ ભગવાન ૫૨ ભરોસો દરેક સંજોગોમાં રાખજો. દુનિયામાં ભરોસાને લાયક
ફક્ત ભગવાન જ છે. લક્ષ્મીનો શું ભરોસો ? તે તો ચંચળ છે. આજે અહીં અને કાલે ત્યાં, જેણે જેણે તેના ૫૨ ભરોસો કર્યો આખરે તેઓ રોયા છે.
14
Page #23
--------------------------------------------------------------------------
________________
પાતાને જીવતેજીવ કેટલાક એવાં સત્કર્મ જરૂર કરી લેજો કે મૃત્યુ પછી તમારા આત્માની શાંતિ માટે કોઈ બીજાને ભગવાનને પ્રાર્થના ન
કરવી પડે, કારણ કે બીજા દ્વારા કરાયેલી પ્રાર્થનાઓ તમારે બિલકુલ કામમાં આવશે નહીં. શું તમને ખબર નથી કે
પોતાનું કરેલું અને પોતાનું આપેલું જ કામમાં આવે છે? આજે મનની ભૂમિ પર એવાં બી ન વાવતા કે કાલે તેનો પાક લણતા સમયે
આંસુ વહેવડાવવાં પડે.
15
Page #24
--------------------------------------------------------------------------
________________
જનો પાસે મહાવીર સ્વામીનો શ્રેષ્ઠ માલ છે
પરંતુ પેકિંગ હલકું છે જ્યારે જમાનો પેકિંગનો છે. જૈન સમાજ કાં તો પોતાના મંદિરોના
દરવાજા દરેક વ્યક્તિ માટે ખોલી દે અથવા તો પછી મહાવીરને મંદિરની દિવાલોમાંથી
બહાર કાઢી સામાન્ય માણસ સુધી લઈ જાય, ચોક (ચૌરાહા) સુધી લઈ જાય. ચોક સુધી લઈ જવામાં
મારો મતલબ એવો જરા પણ નથી કે
હું મર્યાદાઓ સાથે છેડછાડ કરું છું. મારો આશય ભગવાન મહાવીર અને તેમના સંદેશને
દરેકે દરેક લોકો સુધી લઈ જવાનો છે.
16
Page #25
--------------------------------------------------------------------------
________________
રાટી, કપડાં અને મકાનની સાથે જીવનમાં હાસ્ય
પણ જરૂરી છે. એટલું જ નહીં, જેટલું હસવું જરૂરી છે, તેટલું જ રડવું પણ
જરૂરી છે. આખરે હસીને કે રડીને જ દિલ હલકું થાય છે. પરંતુ દુર્ભાગ્ય તો એ છે કે આજે આપણે હસવાનું અને રડવાનું બને બંધ કરી દીધું છે.
પરિણામ એ આવ્યું છે કે જિંદગીમાં તનાવ એટલો બધો વધી ગયો છે કે “સ્થિતિ તનાવપૂર્ણ પરંતુ નિયંત્રણમાં છે' જેવી થઈ ગઈ છે. જીવનની ખુશાલી અને દેશની ભલાઈ માટે હસતાં રહો, હસતા રહો અને હા, રડવામાં શરમ કેવી?
17
Page #26
--------------------------------------------------------------------------
________________
કોઈ મંદિર પડી જાય તો વધુ પડતું ગભરાવાની જરૂર નથી, કોઈ મસ્જિદ તૂટી જાય તો પણ
હો-હા મચાવવાની જરૂર નથી. મંદિર અને મસ્જિદ તો સેંકડો વાર બનશે-તૂટશે
પરંતુ માણસાઈનું મંદિર એકવાર ખંડિત થશે તો પછી કોઈનામાં એટલી તાકાત નથી કે તેને ફરીવાર ઊભું કરી શકે.
શું માટીની ઈંટ, ચૂના અને સિમેન્ટની કિંમત માણસાઈની ઈંટ, ચારિત્રના ચૂના અને સત્યની
સિમેન્ટથી વધુ હોઈ શકે ?
18
Page #27
--------------------------------------------------------------------------
________________
કૂતરા-કલ્ચર સમાજમાં ઝડપથી વધી રહ્યું છે. પહેલાં લોકો ગાય પાળતાં હતાં, હવે કૂતરા પાળે છે. એક સમયે આપણા ઘરોની બહાર લખેલ રહેતું ‘અતિથિ દેવો ભવઃ' પછી લખાવા લાગ્યું ‘શુભ-લાભ’. સમય આગળ વધ્યો તે પછી લખાયું - ‘વેલકમ’ અને હવે લખવામાં આવે છે‘કૂતરાથી સાવધાન’. આ સાંસ્કૃતિક પતન છે. કૂતરાને રોટલી આપજો પરંતુ તેને પ્રેમ ન કરતા. પ્રેમ ક૨શો તો મોઢું ચાટશે. લાકડી મારશો તો પગે કરડશે.
તેનું ચાટવું અને કરડવું બન્ને ખરાબ છે.
19
Page #28
--------------------------------------------------------------------------
________________
પરસેવો વહેવડાવતાં શીખો, વિના વહેવડાવ્યે
જે મળે છે, તે પાપની કમાણી છે.
1
વ્યાજ ન ખાઓ. વ્યાજ પાપની કમાણી છે કારણકે તેમાં પરસેવો નથી પાડવો પડતો. પરંતુ આપણે ઘણા હોશિયાર લોકો છીએ. આજે આપણે પ્યાજ ખાવાનું તો છોડી દીધું છે પરંતુ વ્યાજ ખાવાનું ચાલુ છે. વ્યાજ ખાવું એ પ્યાજ ખાવાથી પણ મોટું પાપ છે. પરસેવાની રોટી ખાવ. પાપની કમાણીથી તમે પત્નીને સોનાની બંગડી તો પહેરાવી શકો છો પરંતુ એ પણ શક્ય છે કે
તેને માટે તમારે લોઢાની હાથકડીઓ પહેરવી પડે.
20
Page #29
--------------------------------------------------------------------------
________________
મનુષ્ય જાતિમાં બે જૂની ખરાબ આદતો છે એક ટોણાં મારવાની અને બીજી આંખ મારવાની. પુરુષ જો ટોણાં મારવાનું અને સ્ત્રીઓ આંખ મારવાનું
બંધ કરી દે તો જીવન અને સમાજના અડધા સંઘર્ષ સમાપ્ત થઈ જાય. અસ્ત્રશસ્ત્રથી અત્યાર સુધીમાં જેટલા લોકો નહીં મર્યા હોય તેનાથી
પણ વધુ લોકો ટોણાં અને આંખ મારવાથી મરી ચૂકયા છે. બસ, તમારી આંખો અને જીભને સંભાળી લો, બધું જ સંભાળાઈ જશે.
આંખ અને જીભ ખૂબ નાલાયક છે કારણ કે તમામ ગડબડ તેનાથી જ શરૂ થાય છે.
21
Page #30
--------------------------------------------------------------------------
________________
કાધનું પોતાનું આખું ખાનદાન છે. ક્રોધની એક
લાડકી બહેન છે – જીદ. તે હંમેશા ક્રોધની સાથે સાથે જ રહે છે. ક્રોધની પત્ની છે - હિંસા. તે પાછળ સંતાયેલી રહે છે પરંતુ કયારેક ક્યારેક
અવાજ સાંભળીને બહાર આવી જાય છે. ક્રોધના મોટા ભાઈનું નામ અહંકાર છે. ક્રોધનો બાપ પણ છે, જેનાથી તે ડરે છે. તેનું નામ છે – ભય. નિંદા અને ચાડી ક્રોધની પુત્રીઓ છે. એક મોઢા પાસે રહે છે તો બીજી કાનની પાસે. વેર પુત્ર છે. ઈષ આ ખાનદાનની નાનકડી બહેન છે. આ પરિવારમાં પૌત્રી છે – ધૃણા. ધૃણા હંમેશા નાકની પાસે રહે છે. નાક – ભૂકૂટી ચઢાવવી તેનું કામ છે.
અનાદર ક્રોધની મા છે.
Page #31
--------------------------------------------------------------------------
________________
હું ડૉક્ટર છું. હું બગડેલા મગજ અને બીમાર દિલોનો ઈલાજ કરું છું. મારું પોતાનું એક
હાલતું-ચાલતું ક્લિનિક છે. જ્યાં “હોમિયોપથી” અને “એલોપથી” થી નહીં પરંતુ “સીમ્પથી થી સંપૂર્ણ ઇલાજ કરવામાં આવે છે. મારા આ ક્લિનિકમાં દર્દી ફક્ત જૈન સમાજના જ હોય
છે તેવું કાંઈ નથી. હિન્દુ-મુસ્લિમ, શીખ-ઈસાઈ અને હજારો કોમોના દર્દીઓ આવે છે. મારા આ ક્લિનિકમાં કોઈ ફી લેવામાં
આવતી નથી. હું મારા દર્દીઓના ઘાવ પર પ્યારનો મલમ' લગાવું છું અને મહાવીર સ્વામીને
તેમનાં સ્વસ્થ થવાની દુવા કરું છું.
Page #32
--------------------------------------------------------------------------
________________
આજકાલ મેં મીઠું બોલવાનું બંધ કરી દીધું છે કારણકે હું મીઠું બોલું છું તો લોકોને લાગે છે જાણે હું તેમને સુવડાવવા માટે હાલરડું ગાઈ રહ્યો છું.
આજે સમાજ અને દેશ કુંભકર્ણની જેમ ગાઢ નિદ્રામાં પોઢેલાં છે અને સૂતેલા સમાજ અને દેશને જગાડવા માટે હાલરડું કામમાં નથી આવતું, તેના માટે તો સિંહ-હાથી જેવી ત્રાડ અને ગર્જના જોઈએ.
તે માટે હું ત્રાડ પાડું છું અને ગર્જના કરું છું. કડવું બોલવું મારી પ્રકૃતિ નથી, ફરજ છે. જો વૈદ્ય,સંત અને સચિવ મીઠું બોલવા લાગે તો સમજ જો તંદુરસ્તી, સમાજ અને દેશનું સત્યાનાશ વળવાનું છે.
24
Page #33
--------------------------------------------------------------------------
________________
મે જિંદગીમાં એક પણ મૃતદેહને આગ નથી આપી.
નાનો હતો, તેના લીધે સ્મશાન જવાનું કયારેય બન્યું નહીં. શરૂ-શરૂમાં મને આ વાતનો અફસોસ રહેતો હતો. પછી એક દિવસ મને લાગ્યું
જાણે ભગવાન મહાવીર મને કહી રહ્યા હોય : તરુણ સાગર ! તારો જન્મ મૃતદેહને આગ આપવા નહીં પરંતુ મરેલાઓમાં પ્રાણ ફૂંકવા માટે થયો છે અને બસ ! એ જ
દિવસથી હું મૃતસમાન વ્યક્તિ, સમાજ અને દેશમાં પ્રાણ ફૂંકવાના કામમાં દિલોજાનથી લાગી ગયો. યાદ રાખો : અધમરો આદમી
અને અધમરો સમાજ કોઈ જ કામના નથી.
Page #34
--------------------------------------------------------------------------
________________
સાભળવાની આદત પાડો કારણકે દુનિયામાં
કહેવાવાળાની કમી નથી. કડવા ઘૂંટડા પી પીને જીવવાની અને હસતાં રહેવાની
આદત પાડો કારણકે દુનિયામાં હવે અમૃત ઘણું ઓછું રહી ગયું છે.
પોતાનું ખરાબ સાંભળવાની પોતાનામાં હિંમત પેદા કરો કારણકે લોકો તમારી નિંદા કરવામાંથી
ઊંચા નહીં આવે. ટીકાકાર ખરાબ નથી. તે તો જિંદગી માટે સાબુના પાણીનું કામ કરે છે. જિંદગીની ફિલ્મમાં
ખલનાયક પણ જરૂરી છે. ગલીમાં બે-ચાર ભૂંડ હોય તો ગલી સાફ રહે છે.
26
Page #35
--------------------------------------------------------------------------
________________
મરવાવાળા મરીને સ્વર્ગ ગયા કે નર્ક ?
જો કોઈ તે જાણવા ઇચ્છતું હોય તો તેના માટે કોઈ સંત કે જ્યોતિષીને મળવાની જરૂર નથી, પરંતુ તેની સ્મશાનયાત્રામાં
થતી વાતોને ધ્યાનથી સાંભળવાની જરૂર છે. જો લોકો કહી રહ્યા હોય કે બહુ સારો માણસ હતો, હજી તો દેશ અને સમાજને તેની
ખૂબ જરૂર હતી, જલ્દી ચાલ્યો ગયો તો જાણજો તે સ્વર્ગમાં ગયો છે. અને જો લોકો કહી રહ્યા હોય કે
સારું થયું ધરતી પરથી એક પાપ ઓછું થયું તો જાણજો કે મરવાવાળો નર્કમાં ગયો છે.
27
Page #36
--------------------------------------------------------------------------
________________
જિંદગીમાં મા, મહાત્મા અને પરમાત્માથી વધીને બીજુ કાંઈ પણ નથી, જીવનમાં ત્રણ આશીર્વાદ
જરૂરી છે – બાળપણમાં માના, યુવાનીમાં મહાત્માના અને વૃદ્ધાવસ્થામાં પરમાત્માના. મા બાળપણમાં સંભાળ રાખે છે, યુવાનીમાં દાનત
બગડે તો ઉપદેશ આપી મહાત્મા સુધારી દે છે અને વૃદ્ધાવસ્થામાં મોત
બગડે તો પરમાત્મા સંભાળી લે છે. મા, મહાત્મા અને પરમાત્મા જ જિંદગી છે. ધર્મ, પુરાણ અને ઈતિહાસમાંથી જો આ ત્રણ શબ્દ કાઢી નાંખવામાં આવે તો તે ફક્ત
કાગળોનાં બંડલ માત્ર રહી જશે.
Page #37
--------------------------------------------------------------------------
________________
સત્યનો રસ્તો કઠોર છે. આ રસ્તા પર હજાર ચાલવાનું વિચારે છે પરંતુ સો જ ચાલી શકે છે. નવસો તો વિચારીને જ અટકી જાય છે અને જે સો ચાલે છે તેમાંથી ફકત દશ જ પહોંચી શકે છે. એવું તો રસ્તામાં જ ભૂલા પડી
જાય છે અને જે દશ પહોંચે છે, તેમાંથી ફક્ત એક જ સત્યને પામી શકે છે, નવ ફરીથી કિનારા
પર આવીને ડૂબી જાય છે. તેથી તો કહેવાય છે કે સત્ય એક છે. એકનો અર્થ કોઈ એકાદ વિરલો જ તેના સુધી પહોંચી શકે છે.
2).
Page #38
--------------------------------------------------------------------------
________________
સૂર્યોદયની સાથે જ પથારીનો ત્યાગ કરવો જોઈએ,
એવું ન કરવાથી માથા પર પાપ ચડે છે. સ્ત્રીઓ કે જેઓ ઘરની લક્ષ્મી છે, તે લક્ષ્મીઓએ
સૂર્યોદયની સાથે જ ઊઠી જવું જોઈએ. લક્ષ્મણ થોડા મોડા ઊઠે તો એક વાર ચાલી જશે.
પરંતુ લક્ષ્મી મોડી ઊઠે તે બિલકુલ ન ચાલે. જે ઘર-પરિવારોમાં લક્ષ્મણની સાથે લક્ષ્મી પણ મોડી સવાર સુધી સૂઈ-પડી રહી છે, તે ઘરોની અસલી લક્ષ્મી રિસાઈ જતી હોય છે અને ઘર
છોડીને ચાલી જતી હોય છે.
30
Page #39
--------------------------------------------------------------------------
________________
દુનિયામાં તમારું પોતાનું કોઈ નથી. જે કાંઈ તમારું છે, તમારી પાસે છે તે અમાનત તરીકે છે. પુત્ર છે તો તે પુત્રવધૂની અમાનત છે.
પુત્રી છે તો તે જમાઈની અમાનત છે. શરીર સ્મશાનની અને જિંદગી પણ મોતની અમાનત છે. તમે જો જો એક દિવસ પુત્ર તેની વહુનો થઈ જશે, પુત્રીને જમાઈ લઈ જશે, શરીર સ્મશાનની રાખમાં મળી જશે અને જિંદગી મોત સામે હારી જશે.
તો અમાનતને અમાનત સમજીને જ તેની સાર-સંભાળ કરજો, તેના પર માલિકીનો
સિક્કો ન લગાવી દેતા.
31
Page #40
--------------------------------------------------------------------------
________________
પાણી પર દોરાયેલ રેખાની કોઈ ઉંમર નથી હોતી.
જીવન પણ લગભગ એવું જ છે. ખબર નહીં ક્યારે કૂચ કરવાનું ભૂગલ વાગી જાય. તેથી સો કામ છોડીને સત્સંગમાં બેસવું જોઈએ અને હજાર કામ છોડીને ધર્મ-ધ્યાન કરવું જોઈએ. જો “આજે એમ નહીં કરો તો “કાલ' ઘણી ખરાબ હશે.
સોમવારે જન્મ થયો, મંગળવારે મોટા થયા,
બુધવારે લગ્ન થયા, ગુરુવારે બાળકો થયા, શુક્રવારે બીમાર પડયા, શનિવારે હોસ્પિટલ ગયા અને રવિવારે ચાલ્યા ગયા - હું પૂછું છું,
શું આ જ જિંદગી છે ?
32
Page #41
--------------------------------------------------------------------------
________________
તમે ઘરની બહાર ભલે ડૉકટર, વકીલ, વેપારી કે બુધ્ધિજીવી બન્યા રહો પરંતુ સાંજે જયારે
ઘરે પહોંચી ત્યારે પોતાના કામ-ધંધાને બહાર છોડીને ઘરમાં પ્રવેશ કરો. કારણકે ત્યાં તમારા મગજની નહીં, દિલની જરૂર છે. ઘરે કોઈ દર્દી, અસીલ કે ગ્રાહક થોડો તમારી રાહ જોઈ રહ્યો છે કે , તમે ડૉક્ટર, વકીલ કે વેપારી બનીને ઘરે પાછા ફરો.
ત્યાં તો એક માને પોતાના પુત્રની, એક પત્નીને પોતાના પતિની અને બાળકોને પોતાના પિતાની ચાહ હોય છે. સાંજે પોતાના ઘરે પિતા, પતિ અને પુત્રની હેસિયતથી જ પાછા ફરવું જોઈએ.
33
Page #42
--------------------------------------------------------------------------
________________
માટો માણસ એ નથી જેને ત્યાં ચાર નોકરો કામ કરે છે પરંતુ તે છે જે ચાર
નોકરોનું કામ પોતે એકલો કરી લે છે. કામ વગરનો માણસ જલદી વૃદ્ધ બની જાય છે. જ્યારે માણસ થાકીને બેસી જાય છે ત્યારે તેનામાં
બીમારીઓ પ્રવેશી જતી હોય છે. સેવા-નિવૃત થયા પછી પણ ખાલી ન બેસતા. પોતાના તન અને મનને કોઈ પ્રામાણિક અને સારા કાર્યમાં
લગાવેલું રાખો. થાકીને બેસી જવાથી તો વ્યક્તિની કિસ્મત પણ બેસી જાય છે. સાજા-નરસા હોવા છતાં પણ અપંગ કેમ બનો છો ભાઈ?
34
Page #43
--------------------------------------------------------------------------
________________
આજે જૈન સમાજની સામે પોતાને શાકાહારી બનાવી રાખવાનો સૌથી મોટો પડકાર છે. મહાવીરના મોક્ષ પછી આ ૨૫૦૦ વર્ષોમાં જૈન સમાજ
અનેક વાર વહેંચાયો છે અને આ ભાગલા ક્યારેક દિગમ્બર જૈન-શ્વેતામ્બર જૈનના નામથી તો ક્યારેક તેરાપંથી જૈન-વીસપંથી જૈનના નામથી
થયા છે, પરંતુ હવે જે ભાગલા પડશે તે દિગમ્બર જૈન શ્વેતામ્બર જૈન, તેરાપંથી જૈન -વીસપંથી જૈન, સ્થાનકવાસી જૈન અને મંદિરમાર્ગી જૈન જેવા નામોથી
નહીં થાય પરંતુ “શાકાહારી જૈન' અને
“માંસાહારી જૈન'ના નામથી થશે. અને જો એવું થયું તો યાદ રાખજો મહાવીર આપણને
ક્યારેય માફ નહીં કરે.
35
Page #44
--------------------------------------------------------------------------
________________
દરરોજ ઓછામાં ઓછા દશહજાર ડગલાં પગેથી જરૂર ચાલો. કારણ કે તીર્થોની યાત્રા તો
બીજાના ખભે સવાર થઈ કરી શકાય છે પરંતુ જીવનમાં ઊંચાઈ તો પોતાના પગે
ચાલીને જ મેળવી શકાય છે. બીજાના ખભે ચઢીને સ્મશાનથી આગળ જઈ શકાતું જ નથી અને હા, તમારા ઘરની આગળ એક એવું વૃક્ષ જરૂર વાવો જેનો છાંયો અને સુગંધ
પાડોશીના ઘરે જતી હોય તથા પોતાના ઘરના આંગણાની દીવાલો એટલી ઊંચી ન કરો કે બહારથી
જતો પોતાનો ભાઈ પણ ન દેખાય.
36
Page #45
--------------------------------------------------------------------------
________________
આજે જાહેરાત અને માર્કેટિંગનો જમાનો છે. કોઈ દુકાનનો માલ ગમે તેટલા સારો ભલે હોય પરંતુ જો તેનું પેકિંગ અને જાહેરાત આકર્ષક ન
હોય તો તે દુકાન ચાલતી નથી. જૈન ધર્મના પાછળ રહી જવાનું કારણ પણ આ જ છે. જૈન ધર્મના સિધ્ધાંત તો સારા છે પરંતુ તેનું
પેકિંગ અને માર્કેટિંગ સારું નથી. અહિંસા, અનેકાન્ત અને અપરિગ્રહ જેવા મહત્વપૂર્ણ સિધ્ધાંતો પર આધારિત જૈનધર્મ વિશ્વધર્મ બનવાની
ક્ષમતા રાખે છે, પરંતુ તેનો વ્યાપક સ્તરે પ્રચાર-પ્રસાર ન થવાને કારણે આજે તે
પાછળ રહી ગયો છે.
37
Page #46
--------------------------------------------------------------------------
________________
પૂછયું છે ઃ શાંતિમય જીવન જીવવા માટે શું કરવું ?
કંઈ જ ન કરો, બસ કામના સમયે કામ કરો અને જ્યારે કામ ન કરતા હો તો આરામ કરો. સાંજે દુકાનેથી ઘરે પાછા ફરો ત્યારે દુકાન ઘરે ન લાવો અને
સવારે જ્યારે ઘરેથી દુકાને જાઓ ત્યારે ઘરને ઘરે જ મુકતા જાઓ. જ્યાં હો ત્યાં જ તમારી ૧૦૦ ટકા હાજરી રાખો. અધૂરા મનથી કોઈ પણ કામ
ન કરો, તેનાથી કામ પણ બગડશે અને ચિંતા પણ વધશે. ભલેને પછી ઝાડુ લગાવવાનું કામ જ કેમ ન હોય ? પુરા આનંદ સાથે કરો.
38
Page #47
--------------------------------------------------------------------------
________________
કહેવાય છે કે દશ ભૂત મરે ત્યારે એક પલીત પેદા થાય છે
અને દશ પલીત મરે ત્યારે એક ‘કળયુગી-નેતા’ પેદા થાય છે. આમ તો નેતા અને ભૂત વચ્ચે ઘણી સમાનતા છે. નેતા પણ પદ પરથી દૂર થતાંની સાથે ભૂત થઈ જાય છે, જેમ કે ભૂતપૂર્વ મુખ્યમંત્રી. ભૂત હોય છે, પણ દેખાતું નથી. નેતા પણ ચૂંટણી જીત્યા પછી ક્યાં જોવા મળતાં હોય છે ? ભૂતને વશમાં કરવું હોય તો ‘ભભૂત’ જોઈએ અને નેતાને વશમાં કરવા હોય તો મુનિ તરુણસાગર જેવા કોઈ ‘અવધૂત’ જોઈએ. આ દેશને બોલવાવાળું નહીં પરંતુ કંઈ કરીને દેખાડે તેવા નેતૃત્વની જરૂર છે.
39
Page #48
--------------------------------------------------------------------------
________________
માબાપની આંખોમાં બે વાર જ આંસુ આવે છે. એક તો છોકરી ઘર છોડે ત્યારે અને બીજી વાર છોકરો મોટું
ફેરવી લે ત્યારે, પત્ની પસંદગીથી મળે છે. પરંતુ મા તો પુણ્યથી જ મળે છે. તેથી પસંદગીથી મળવાવાળી માટે પુણ્યથી મળવાવાળીને ન ઠુકરાવતો.
જ્યારે તું નાનો હતો ત્યારે માની પથારી ભીની રાખતો હતો, હવે મોટો થયો તો માની આંખો
ભીની રાખે છે. તે કેવો પુત્ર છે ? તે જ્યારે ધરતી પર પહેલો શ્વાસ લીધો ત્યારે તારા માબાપ તારી પાસે હતાં. હવે તારી ફરજ છે કે માતા-પિતા જ્યારે અંતિમ શ્વાસ લે ત્યારે
તું તેમની પાસે રહે.
40
Page #49
--------------------------------------------------------------------------
________________
ટિરીની ટિકિટ લીધી અને ન લાગી તો
તમે કહો છો કે નસીબ ફૂટેલાં છે. બાળક પેદા થયું. ઇચ્છા પુત્રની હતી પરન્તુ પુત્રી થઈ તો તમે કહો છો કે નસીબ ફૂટેલાં છે.
સોદો કર્યો અને ખોટ ગઈ તમે કહો છો કે નસીબ ફૂટેલાં છે. અરે ભાઈ ! તમારા નસીબ દિવસમાં કેટલી વાર ફૂટે છે ? ભગવાન મહાવીર કહે છે મનુષ્યના નસીબ
એ દિવસે ફૂટે છે જે દિવસે તે સમ્યક દર્શનજ્ઞાન-ચરિત્રથી ભ્રષ્ટ થઈ જાય છે. કબીરના શબ્દોમાં નસીબ એ દિવસે ફુટે છે જે દિવસે મનુષ્યના હૃદયમાંથી
પ્રેમ અને વિશ્વાસ નીકળી જાય છે.
Page #50
--------------------------------------------------------------------------
________________
દુનિયામાં કેટલીક વસ્તુઓ જલદી ઊગી નીકળે છે પરંતુ
કેટલીક વસ્તુઓ સમય માંગે છે. જો ગાજર-ઘાસ ઉગાડવું હોય તો બે-ચાર દિવસ ઘણા છે. મૌસમી ફૂલ
ઉગાડવાં હોય તો બે-ચાર દિવસથી કામ ન ચાલે, બે-ચાર સપ્તાહ જોઈએ અને એવાં વૃક્ષ ઉગાડવાં હોય
જે સેંકડો વર્ષો સુધી રહે અને જેની નીચે
લાખો-કરોડો લોકોને વિશ્રામ મળે તો એવા વૃક્ષ બે-ચાર સપ્તાહમાં ઊગી નીકળે નહીં, એવાં વૃક્ષ ઉગાડવામાં આખી જિંદગી નીકળી જાય છે અને ક્યારેક ક્યારેક તો એક જિંદગી પણ ઓછી પડે છે. સ્વર્ગ, મોક્ષ અને પરમાત્માનાં વૃક્ષ એવાં જ વૃક્ષ છે.
Page #51
--------------------------------------------------------------------------
________________
આદત ગમે તેવી હોય, ખરાબ છે. મંદિર જવું, મંત્ર-જાપ કરવા, સત્સંગ સાંભળવો-તેને પણ આદત ન બનવા દેતા કારણકે જે દિવસે તે આદત બની જશે તે પછી જીવનમાં પરિવર્તનની કોઈ શકયતા નહીં રહે. જો ચા પીવી એ તમારી
આદત બની ગઈ છે તો તે દારૂ પીવા જેટલી ખતરનાક છે અને જો દારૂ પીવો આદત ન હોય, ફક્ત શોખથી પીતા હો તો તે ચા પીવા સમાન છે. કારણકે હજી પણ તમારી જાત પર માલિકી ચાલુ છે દારૂ માલિક થઈને પીવો તો બહુ ખતરનાક નથી,
તેના ગુલામ થયા એટલે ગયા કામથી.
Page #52
--------------------------------------------------------------------------
________________
સફળ જીવનનું પ્રેરક સૂત્ર છે – “નાનાને જોઈને જીવો, મોટાને જોઈને આગળ વધો, સત્કાર્ય માટે પ્રયત્ન કરો અને ખરાબ માટે તૈયાર રહો.” તમારી પાસે સ્કૂટર હોય તો તમારી નજર નાની સાઇકલ પર રાખજો,
મોટી કાર પર નહીં. બસ તમે સુખી રહેશો. મોટા પાસેથી આગળ વધવાની પ્રેરણા લેજો કારણકે દુનિયામાં જે મહાપુરુષ છે તે ફક્ત પૂજન માટે નથી,
પ્રેરણા પ્રાપ્ત કરવા માટે પણ છે. સારા માટે પ્રયત્ન કરજો કારણકે પ્રયત્ન કયારેય નિષ્ફળ નથી જતો અને ખરાબ માટે તૈયાર રહેજો કારણ કે પુત્ર ગમે ત્યારે મોઢું ફેરવી શકે છે,
દોસ્ત ગમે ત્યારે સાથ છોડી શકે છે.
Page #53
--------------------------------------------------------------------------
________________
૧ર્મના દુશ્મન નાસ્તિક નહીં પરંતુ કહેવાતા ધર્મના
ઠેકેદારો છે. ઈશ્વરને જેટલા બદનામ આ કહેવાતા ઠેકેદારોએ કર્યા છે, તેટલા નાસ્તિકોએ નથી કર્યા. આમ પણ હીરાના દુશ્મન કાંકરા-પથ્થર
ક્યાં હોય છે? નકલી હીરા હોય છે. એ સાચું છે કે આજે ખજાનાને ચોરોથી નહીં, રખેવાળોથી ખતરો છે, દેશને દુશ્મનોથી નહીં, ગદ્દારોથી ખતરો છે અને ધર્મને દુશમનોથી નહીં, ઠેકેદારોથી ખતરો છે. એવા લોકો જે ધર્મના નામે પોતાનો સ્વાર્થ સાધે છે, ધર્મના અસલી દુશ્મન છે. હું ધર્મનો વિરોધી નથી. ધર્મના દૂરૂપયોગનો
વિરોધી છું.
Page #54
--------------------------------------------------------------------------
________________
સગૃહસ્થનો શાશ્વતધર્મ એ જ છે કે જ્યારે સંત-મુનિ તમારા ઘરે-નગરમાં આવી રહ્યા હોય તો તેમનો સત્કાર કરો, તેમનું સ્વાગત અને અભિવાદન કરો. જો સંત-મુનિ તમારા ઘર-નગરમાં રોકાતા હોય તો તેમના પ્રવાસની યોગ્ય વ્યવસ્થા કરો.
અને જો સંત-મુનિ તમારા નગરમાંથી પ્રસ્થાન કરી રહ્યા હોય તો તેમને ન રોકો, સહજ અને પ્રસન્ન મનથી વિદાય આપો કારણકે તમારા જ કોઈ ભાઈના કલ્યાણ અને મુક્તિ માટે જઈ રહ્યા છે. સદગુરૂ એક દીપક છે. દીપકનું કામ દીવાની જ્યોતને પ્રજ્વલિત કરવાનું, તેને જાગૃત કરવાનું અને આગળ
વધી જવાનું છે.
46
Page #55
--------------------------------------------------------------------------
________________
અને સિગારેટ તો ફક્ત માનવી માટે ઝેર છે પરંતુ દારૂ તો પૂરી માનવતા માટે ઝેર છે.
નદી, તળાવ અને સમુદ્રોમાં ડૂબીને અત્યાર સુધીમાં જેટલા લોકો નથી મર્યા તેનાથી પણ ઘણા
વધુ લોકો દારૂના નાના એવા પ્યાલામાં ડૂબી ને મરી ચૂક્યા છે. આ અંગૂરની બેટીએ ખબર નહીં ભારતમાતાના કેટલા પુત્રોને બરબાદ કરી નાંખ્યા છે. દુનિયામાં જો દારૂ નામની કોઈ ચીજ ન હોત તો
દુનિયાનો નકશો જ કંઈ અલગ હોત. આ નશાએ વ્યક્તિ, પરિવાર, સમાજ, દેશ અને દુનિયાની દશા અને દિશા બને બગાડી રાખી છે.
Page #56
--------------------------------------------------------------------------
________________
આલુ -બડા (બટાકાવડા), મિર્ચી-બડા (મિર્ચીવડા), દહીં –બડા (દહીંવડા)ની જેમ આજકાલ એક નવા ‘બડા’ (વડા)નું નામ સમાજમાં આવ્યું છે અને તે છે – મૈ બડા (હું મોટો) ગૃહસ્થ કહે છે મૈ બડા (હું મોટો) સાધુ કહે છે – મૈ બડા (હું મોટો). મારું કહેવું છે કે ન તો ગૃહસ્થ મોટો છે ન તો સાધુ પરંતુ જે આ ‘મૈં બડા’ (હું મોટો)ના લફરાથી દૂર ઊભો છે, તે મોટો છે.
ગૃહસ્થ અને સાધુ બન્ને અધૂરા છે કારણ કે બન્ને એકબીજા ઉ૫૨ નિર્ભર છે. ત્રેવીશ કલાક ગૃહસ્થને સાધુની જરૂર પડે છે તો એક કલાક સાધુને પણ (ભોજન સમયે) ગૃહસ્થની જરૂર પડે છે. શ્રાવક અને મુનિ ધર્મ૨થના બે પૈડાં છે અને કોઈ પણ રથ એક પૈડાથી ન ચાલી શકે.
48
Page #57
--------------------------------------------------------------------------
________________
હિન્દુ અને મુસલમાન આ દેશની બે આંખો છે અને આ બને કોમો ખૂબ પ્યાર અને મહોબત સાથે સદીઓથી ખભાથી ખભા અને કદમથી કદમ મેળવીને રહેતી આવી છે.
સાંપ્રદાયિકતા આ દેશના સ્વભાવમાં નથી. અને હોય પણ કેવી રીતે? જરા ધ્યાનથી વિચારો કે જ્યારે તમે Rumzu લખો ત્યારે તમે Ramથી શરૂઆત
કરો છો અને જ્યારે તમે Deewal લખો છો ત્યારે Alથી સમાપ્ત કરો છો. આ રીતે રમઝાનમાં રહેલ “રામ” અને દિવાલીમાં રહેલ “અલી” આપણને પ્રેમથી રહેવાનો સંદેશ આપે છે. જો રામના ભક્ત અને રહીમના બંદા થોડી બુદ્ધિથી કામ લે તો આ દેશ
સ્વર્ગથી સુંદર છે.
Page #58
--------------------------------------------------------------------------
________________
સ્મશાન ગામની બહાર નહીં પરંતુ શહે૨ની વચ્ચે ચા૨ ૨સ્તા પર હોવું જોઈએ. સ્મશાન એ સ્થળે હોવું જોઈએ જ્યાંથી માણસ દિવસમાં દશવાર પસાર થાય છે. તેથી જ્યારે જ્યારે તે ત્યાંથી પસાર થાય તો ત્યાં સળગતી લાશો અને અર્ધબળેલ મુડદાઓ જોઈ તેને પણ પોતાના મૃત્યુનો ખ્યાલ આવી જાય. અને જો એવું બને તો દુનિયાનાં એંશી ટકા પાપ અને અપરાધ આપોઆપ ખતમ થઈ જાય.
આજનો માનવી ભૂલી ગયો છે કે
કાલે તેને મરવાનું છે. તમો કહો છો જરૂ૨ કે એક દિવસ બધાને મ૨વાનું છે, પરંતુ એ મરવાવાળાઓમાં તમે તમારી જાતને ક્યાં ગણો છો ?
50
Page #59
--------------------------------------------------------------------------
________________
Jain Education Intematonal
For Private & Persona
se Only
Page #60
--------------------------------------------------------------------------
________________
સોલા રોડ, અમદાવાદમાં આયોજિત સત્સંગ “આનંદ મહોત્સવ' (૧૯ થી નવેમ્બર, ૨૦૦૩)માં
પૂજ્ય ક્રાંતિકારી સંત મુનિશ્રીતરુણસાગરજી અને જ્ઞાનગંગામાં સ્નાતકરતા શ્રદ્ધાળગણ.
Jain Education Inter
Page #61
--------------------------------------------------------------------------
________________
te(દode ‘ોજpp દાસ 96) ,ple 3ળાટ, Ice Jelle eBIBIBBLE SP ચિર
Education Intemational
de For Pawate
મતિશ્રી તરુણસાગરજી ક્રાંતિકા વિચારધારા ધરાવે છે તથા તેમણે
આખા દેશમાં અધ્યાત્મિક ક્રાંતિનો શંખનાદ કર્યો છે. હું આજે એમની પાસે મારો સ્વાર્થ લઈને આવ્યો છું અને તે સ્વાર્થી ગુજરાતના પાંચ કરોડ લોકોની ખુશાલીની પ્રાર્થના કરવાનો છે. જ્યારે આખા દેશ અને વિશ્વમાં ગુજરાતને બદનામ કરવાનું ષડયંત્ર ચાલી રહ્યું છે ત્યારે મુનિશ્રી તરુણસાગરજીનો ગુજરાત ચાતુર્માસનો નિર્ણય ગુજરાતને બદનામ કરવાવાળાઓનાં ગાલ ઉપર જોરદાર તમાચો બની રહેશે.
Personal
નરેન્દ્ર મોદી મુખ્યમંત્રી, ગુજરાત
ફોટોગ્રાફી : કૃષ્ણા રતલામી
Page #62
--------------------------------------------------------------------------
________________
- શાહીબાગ”, અળાવાદમાં આયોજિત ‘દિવ્યા સત્સંગ મહોત્સવ (૭ થી ૯ નવેમ્બર, ૨૦૦૩)માં નીતિકારી સંત મુતિશ્રી તરુણસાગરજી અને ભાવવિહ્વળ અસંખ્ય શ્રદ્ધાળુગણ.
કોટોગ્રાકી : કણા થી
Page #63
--------------------------------------------------------------------------
________________
પશુમાંસની નિકાસ દેશની અર્થવ્યવસ્થાનું ખૂન કરવા બરાબર છે. માંસની નિકાસ ભારતની ઋષિ-કૃષિની
પરંપરાના માથા પર એક કાળી ટીલી સમાન છે. સરકાર માંસની નિકાસ તાત્કાલિક બંધ કરે અને જો તેના લીધે તેમને કોઈ ખોટ જતી હોય તો અમે સંત-મુનિ
અમારા ભક્તો દ્વારા તે પૂરી કરાવશું. દેશમાંથી નિકાસ જ કરવી હોય તો કરુણા અને અહિંસાની
નિકાસ કરો, દૂધ અને ઘીની નિકાસ કરો અને જો તે શક્ય ન હોય તો દેશમાં જેટલા પણ ભ્રષ્ટ નેતા છે, તેમને જ નિકાસ કરી દેવા જોઈએ તો આ દેશ આપોઆપ જ ભ્રષ્ટાચારથી મુક્ત થઈ જશે.
51
Page #64
--------------------------------------------------------------------------
________________
જીવવું હોય તો સંપૂર્ણ જીવો અને મરવું હોય તો પૂરા મરો કારણ કે જે અડધો જીવતો અને અડધો મરેલો આદમી છે તે
તો ધોબીના એ ગધેડા જેવો છે જે ઘરનો પણ નથી હોતો અને ઘાટનો પણ. આપણામાંથી ઘણા લોકો દિવસમાં
કામના સમયે સૂવે છે અને રાત્રે જ્યારે આરામનો સમય હોય છે ત્યારે ગામ આખાની પંચાત કરતા હોય છે. હું પૂછું છું : શું આ યોગ્ય છે? આજે આપણે ન તો જાગૃત અવસ્થા પર નિયંત્રણ છે ન તો ઊંઘ પર. હવે આપણે ઊંઘવા માટે ગોળી ખાવી પડે છે અને ઊઠવા માટે
એલાર્મ મૂકવો પડે છે. ભારત જેવા ધર્મપ્રાણ દેશ માટે આ કોઈ
શુભ - સંકેત નથી.
52
Page #65
--------------------------------------------------------------------------
________________
સૂરજનો ઊગવાનો અને આથમવાનો સમય નક્કી છે. ગાડીના આવવાનો અને જવાનો સમય પણ નક્કી છે. પરંતુ જિંદગીની બાબતમાં કાંઈપણ નિશ્ચિત નથી.
જીવનની ગાડી ગમે ત્યારે છૂટી શકે છે. તેથી ચાલવાની પૂરી તૈયારી રાખો. તૈયારી નહીં હોય તો મામલો ગડબડ થઈ જશે. સ્કૂલ જવાથી એ બાળક જ
ડરે છે જેણે લેસન નથી કર્યું. આવકવેરા અધિકારીને જોઈને એ જ વેપારી ગભરાય છે જેના હિસાબ-ચોપડા બરાબર નથી હોતા અને મોતને પોતાની નજીક આવતું જોઈ એ જ વ્યકિત રડે-કકળે છે
જેની ચાલવાની તૈયારી પૂરી નથી હોતી.
53
Page #66
--------------------------------------------------------------------------
________________
ભગવ
ગવાન સામે દીવો કરો તો એ વાતનું અભિમાન ન કરો કે મેં દીવો કર્યો. અરે ! તમે શું દીવો કરશો ? ભગવાનની સામે કુદરતી બે દીપક સળગતા જ રહે છે. દિવસે સૂરજ સળગતો હોય છે અને રાત્રે ચંદ્રમા સળગતો હોય છે.
તમારો દીવો સૂરજ અને ચાંદનો મુકાબલો તો નહીં કરી શકેને, તો પછી અહંકાર શા માટે ? બસ એટલો જ વિચાર કરજો કે હે પ્રભુ ! હું નદીના જળથી સાગ૨ને પૂજી રહ્યો છું, દીપકથી સૂરજની આરતી ઉતારી રહ્યો છું. હે પ્રભુ ! તારું જ તને સમર્પિત કરી રહ્યો છું.
54
Page #67
--------------------------------------------------------------------------
________________
તમે ભગવાનના ચરણોમાં ફૂલ ચડાવવા જાવ તો એ ચક્ક૨માં ન પડતા કે ક્યું ફૂલ ચડાવું ? ગુલાબનું ફૂલ ચડાવું કે ચમેલીનું ચડાવું ? બસ કોઈ પણ ફૂલ લેજો અને ચડાવી દેજો. હકીકતમાં ફૂલ ચડાવતી વખતે ફક્ત એટલો જ વિચાર કરજો કે મનુષ્યનું જીવન ફૂલ જેવું હોવું જોઈએ. જીવન ફૂલ જેવું કોમળ હશે તો ભગવાનનાં ચરણો અને બાંહોમાં પણ જગ્યા મળી શકે છે. એટલું જ નહીં ભગવાન પોતાના માથા પર પણ સ્થાન આપી શકે છે પરંતુ શર્ત એ છે કે ખાપણે ફૂલ જેવા કોમળ, સુંદર અને સુગંધિત બનીએ.
';
Page #68
--------------------------------------------------------------------------
________________
પચાસ વર્ષની ઉંમર પછી ભોજન બદલી નાખવું જોઈએ,
સો વર્ષ પછી મકાનને પાડી દેવું જોઈએ, પાંચસો વર્ષ પછી મંદિર અને મસ્જિદ પાડી દેવાં જોઈએ
અને હજાર વર્ષ પછી ધર્મમાં આગ લગાવી દેવી જોઈએ. સો વર્ષ પછી મકાનની ડિઝાઈન જૂની થઈ જાય છે. પાંચસો વર્ષ પછી મંદિર અને મસ્જિદ તેમના મૂળ ઉદ્દેશથી ભટકી જાય છે અને હજાર વર્ષના ગાળામાં ધર્મમાં પણ
કચરો ભેગો થઈ જાય છે. આજે દરેક ધર્મ સાથે લગભગ આ જ બની રહ્યું છે અને તે જ કારણ છે કે તેઓ સમસ્યાઓનું
સમાધાન નથી કરી શકતા.
66
Page #69
--------------------------------------------------------------------------
________________
આજે મેચિંગનો જમાનો છે. ઉ૫૨-નીચે અને
આગળ-પાછળ બધી બાજુ મેચિંગ જ ચાલે છે. વસ્ત્રો અને ઘરેણાંના મેચિંગના આ જમાનામાં આજે એક બીજું મેચિંગ પણ જરૂરી બની ગયું છે, તે છે સ્વભાવ (nature)નું મેચિંગ, જો તમે પરિસ્થિતિ અને વાતાવરણ મુજબ તમારી જાતને ન ઢાળી શકો
તો તમારે આત્મહત્યા કરી લેવી જોઈએ કારણ કે આ દુનિયા તમારા ૨હેવા લાયક નથી. તમારી સામે બે જ વિકલ્પ છે - કાં તો તમારી જાતને બદલો અથવા તો આત્મહત્યા માટે તૈયાર થઈ જાઓ.
57
Page #70
--------------------------------------------------------------------------
________________
ભારત એ મા ની જેમ છે જે પોતાના સંતાનને પોતાના જ લોહીથી સીંચીને અને પોતાનાં આંચળનું
દૂધ પીવરાવીને પાળે પોષે છે અને આ જ કારણ છે કે દુનિયાએ ભારતને માતા કહી છે –
ભારત માતા ! દુનિયામાં માત્ર ભારતને જ માતા કહી છે. લંડન માતા છે કે અમેરિકા માતા છે, એવું તમે ક્યારેય નહીં સાંભળ્યું હોય. હું માતાઓ અને બહેનોને
આહ્વાન કરીશ કે તેઓ પોતાની કૂખેથી બેને બદલે ત્રણ સંતાનોને જન્મ આપે. બે બાળકો
પોતાના માટે રાખે, અને ત્રીજા બાળકને રાષ્ટ્ર અને ધર્મ માટે ભારત માતાને સમર્પિત કરી દે.
58
Page #71
--------------------------------------------------------------------------
________________
. તમે ઈચ્છતા હો કે મર્યા પછી તમને ભુલાવી દેવામાં ન આવે તો બેમાંથી કોઈ એક કામ જરૂર કરજો. કાં તો વાંચવાલાયક કશું લખી કાઢો અથવા તો લખવા લાયક કશુંક કરી નાખો. દુનિયામાં કોઈપણ માણસને કાં તો પોતાના કૃત્યો માટે યાદ કરવામાં આવે છે અથવા તો પોતાની બહુ કિંમતી | મૂલ્યવાન કૃતિઓ માટે. જે વ્યક્તિ સમયના પ્રવાહ સાથે ચાલતો રહે છે, તેને ઇતિહાસ સમયની સાથે ભુલાવી દે છે. પણ, કે વ્યક્તિ સમયના પ્રવાહને વળાંક આપે છે, ઇતિહાસ પણ તેને સાથે લઈ લે છે. ગંગોત્રીથી ગંગાસાગરની યાત્રા તો મડદું પણ કરી શકે છે. ભુજાઓનું બળ તો ગંગાસાગરથી
ગંગોત્રીની યાત્રા સમયે જ કસોટી પામે છે.
59.
Page #72
--------------------------------------------------------------------------
________________
જિંદગીમાં ક્યારેક દુ:ખ અને પીડા આવે તો તેને
શાંતિથી સહન કરી લેજો. પોતાના દુ:ખ અને પીડા દુનિયાના લોકોને દેખાડતા ન ફરતા, કારણ કે
તેઓ ડૉક્ટર નથી, જે તમારી તકલીફો દૂર કરી દે. આ દુનિયા ખૂબ જાલિમ છે, તમારા દુઃખ-દર્દને રોઈ-રોઈ ને પૂછશે અને હસી-હસીને દુનિયાને બતાવશે. પોતાના ઘાવ એવા લોકોને ન બતાવો જેની પાસે મલમ ન હોય. એવા સ્વાર્થી લોકો મલમ લગાવવાના બદલે ઘાવ ૫૨ મીઠું ભભરાવશે.
60
Page #73
--------------------------------------------------------------------------
________________
જો તમે ગૃહસ્થ હો, પરણેલા હો તો તમારે એક પુત્રી તો હોવી જ જોઈએ. પુત્ર ન પણ હોય
તો ચાલશે પરંતુ છોકરી તો હોવી જોઈએ. કારણ કે જેમને પુત્રી નથી હોતી તેમની પાસે દિલ
પણ નથી હોતું. એવો મનુષ્ય મોટાભાગે બહંકારી હોય છે. કહે છે : અમારે તો કોઈ પુત્રી છે જ નહીં, તેથી અમારે કોઈની સામે નમવાની અને હાથ ફેલાવાની જરૂર જ નથી. પુત્રી તમારા અહંકાર માટે એક પડકાર છે. પુત્રી મંગળ છે. કનૈયા(પુત્ર)ને કોઈપણ શાસ્ત્રમાં “મંગળ” નથી કહેવાયો.
61
Page #74
--------------------------------------------------------------------------
________________
કોઈ ધર્મ ખરાબ નથી, પરંતુ તમામ ધર્મોમાં કેટલાક ખરાબ લોકો જરૂર છે જે પોતાના સ્વાર્થને ખાતર ધર્મની આડમાં પોતાના
ગોરખધંધા અને બદઇરાદા જાહેર કરતા રહે છે. જો આપણે આ થોડાક ખરાબ માણસોના હૃદયને પરિવર્તિત કરી શકીએ, તેમને સાચા રસ્તે ચલાવી શકીએ અને પ્રામાણિક મનુષ્ય બનાવી જીવતાં શીખવી શકીએ તો ખરેખર સાચું માનજો આ સમગ્ર વિશ્વ સ્વર્ગમાં બદલાઈ જશે. ધર્મ મલમ નહીં પરંતુ ટોનિક છે. તેને બહાર લગાવવાના બદલે પી જવાનો છે. ઘોર આશ્ચર્ય છે કે ધર્મ માટે લડીશું-મરીશું પરંતુ તે મુજબ જીવીશું નહીં.
Page #75
--------------------------------------------------------------------------
________________
૧ર્મ પાઘડી નથી જેને ઘેરથી દુકાને જતાં સમયે પહેરી લીધી અને દુકાને જઈ ઉતારીને મૂકી દીધી.
ધર્મ તો ચામડી છે જેને પોતાનાથી અલગ ન કરી શકાય, ધર્મ તો આત્માનો સ્વભાવ છે. ધર્મના કારણે પ્રેમ, કરુણા અને સદ્ભાવના છે. તેનું પ્રતીક પછી ભલે રામ હોય કે રહીમ, બુદ્ધ હોય કે મહાવીર, કૃષ્ણ હોય કે કરીમ, તમામના આત્મામાં ધર્મનો એક જ અવાજ હશે. ધર્મ દીવાલ નથી, દ્વાર છે પરંતુ દીવાલ જ્યારે ધર્મ બની જાય છે
ત્યારે અન્યાય અને અત્યાચારને ખૂલીને પોતાનું પોત પ્રકાશવાનો અવસર મળી જાય છે. પછી ભલેને
તે દીવાલ મંદિરની હોય કે મસ્જિદની.
Page #76
--------------------------------------------------------------------------
________________
તમે એક પરદેશી છો. એક દિવસ તમારે તમારા દેશમાં પાછા ફરવાનું છે. અત્યારે તમે અહીં ફરવા માટે આવ્યા છો.
યાત્રી સંભાળી-સંભાળીને રહે છે. તે કોઈ સાથે લડતા-ઝઘડતો નથી, સૌની મીઠી યાદો
સાથે રાખે છે કારણ કે તેને ખબર છે કે તેણે પાછા જવાનું છે અને હા, તે સવાર-સાંજ પોતાના ઘેર ફોન જરૂર કરે છે, ઘર-પરિવારના સમાચાર જરૂર લઈ લે છે, તમે પણ ભગવાનના ઘેરથી આવ્યા છો. જરા સવાર-સાંજ ફોન કરી
તમારા ઘરના સમાચાર લેતાં રહેજો. સવાર-સાંજ પ્રભુને પ્રાર્થના કરવી તે ફોન કરીને પોતાના ઘરના ખબર-અંતર પૂછવા બરાબર છે.
6.
Page #77
--------------------------------------------------------------------------
________________
જ ઘરમાં બાકી બધું જ હોય પરંતુ પ્રેમ ન હોય તો તે ઘર, ઘર નહીં, સ્મશાન છે. સ્મશાનમાં પણ ઘણાં મડદાં હોય છે પરંતુ તે ન તો ક્યારેય એકબીજાને મળે છે કે ન તો ક્યારેય વાતચીત કરે છે. જે ઘરમાં પતિ-પત્ની, સાસુ-વહુ અને બાપ-બેટા સાથે રહેતા હોય પરંતુ એકબીજાને જોઈને મંદ સ્મિત પણ ન આપતા હોય તો શું તે ઘર પણ
સ્મશાન નથી? પરિવારમાં પ્રેમ અને સમર્પણ હોય તો જીવન સ્વર્ગ છે. હું પૂછું છું : શું પ્રેમથી પણ મોટું દુનિયામાં કોઈ સ્વર્ગ છે? ધૃણા અને નફરતથી
મોટું દુનિયામાં કોઈ નર્ક છે.
65
Page #78
--------------------------------------------------------------------------
________________
પાણી પાસે બધું જ છે પણ એક ચીજ નથી. શું ? પાણી પાસે છૂત-અછૂતની ભાવના નથી. ધરતી પાસે બધું જ છે પણ એક ચીજ નથી. શું ? ધરતી પાસે બધું જ હોવા છતાં પણ ઘમંડ નથી. ધર્મ-શાસ્ત્રમાં બધું જ છે, પણ એક ચીજ નથી. શું ? ધર્મશાસ્ત્રમાં જૂઠ નથી. મનુષ્યની પાસે
બધું જ છે પણ એક ચીજ નથી. શું ? મનુષ્ય પાસે બધું જ છે પણ ધી૨જ નથી. જિંદગીમાં જો ધીરજ ન હોય તો પછી પોતાની કબર ખોદી લેવી જોઈએ કારણ કે ધી૨જ વગર મોત સિવાય અન્ય કોઈ વિકલ્પ નથી.
66
Page #79
--------------------------------------------------------------------------
________________
ચાલતા રહેવું સંત જીવનનો ક્રમ છે. સંત એક સ્થળેથી ચાલે છે અને અન્ય સ્થળે પહોંચે છે.
પરંતુ આ ચાલવા અને પહોંચવામાં એક ઘટના ઘટે છે જે સંતના મહત્ત્વને દર્શાવે છે અને તે ઘટના છે કે સંત જ્યાંથી ચાલ્યા જાય છે ત્યાં બધું “સુનું સુનું' થઈ જાય છે અને જ્યાં પહોંચે છે - ત્યાં બધું “સોનું સોનું થઈ જાય છે. સંત અને સંસારીમાં એટલો જ તફાવત છે કે સંસારીનું મન ક્યાંય નથી ટકતું અને સંતના પગ ક્યારેય ક્યાંય નથી ટકતા. વહેતું પાણી અને
ચાલતો સંત હંમેશાં પવિત્ર હોય છે.
Page #80
--------------------------------------------------------------------------
________________
દુનિયામાં સજ્જન અને દુર્જન બે પ્રકારના મનુષ્ય હોય છે. બંને જીવે છે પણ બંનેમાં ફર્ક માત્ર એટલો
હોય છે કે સજ્જન બીજાને હસાવીને અને દુજન રોવડાવીને જીવે છે. જ્યારે બંને દુનિયામાંથી વિદાય લે છે ત્યારે સજ્જન લોકોને રોવડાવીને અને દુર્જન
હસાવીને જાય છે. જીવન એવું જીવજો કે જ્યારે તમે આ દુનિયામાંથી જાવ તો લોકો તમારા માટે
રોવે, તમને યાદ કરે, એવું જીવન ન જીવતા કે લોકો કહે કે, સારું થયું, એક વધુ પાપી ઓછો થયો. દુનિયામાંથી જાવ તો લોકોના હૃદયમાં મીઠી-મીઠી યાદો
અને આંખોમાં પ્રેમનાં આંસુ છોડીને જજો.
68
Page #81
--------------------------------------------------------------------------
________________
ઈિએ પૂછ્યું છે : સમયનું મૂલ્ય શું છે? સમય
અમૂલ્ય છે. સમય તો જીવન છે. સમયને
વેડફી નાખવો દરેક પળે મરવા બરાબર છે. સમય સમય છે, તમારાં બાપનો નોકર નથી. તે ન તો
કોઈની રાહ જુએ છે કે ન તો કોઈની શરમ ભરે છે. સમય પાછું વળીને ક્યારેય જોતો નથી. કમણાં બાર વાગ્યા હતા અને હવે એક વાગી ગયો. તમારું
મોત એક કલાક આગળ ખસી ગયું. કાલે શનિવાર હતો અને આજે રવિવાર થઈ ગયો. અર્થાત જિંદગીની
મુઠ્ઠીમાંથી એક વધુ દિવસ સરી પડ્યો.
69.
Page #82
--------------------------------------------------------------------------
________________
દિલ્હીની સફર કરવી હોય તો કેટલી બધી તૈયારી કરો છો અને મોત માટે? મોતની સફર પણ બહુ લાંબી છે. આ સફરમાં અંધારભર્યા માર્ગોમાંથી પસાર થવું પડે છે
અને માર્ગમાં ડાબી-જમણી તરફ વળવાના કોઈ નિશાન હોતાં નથી અને કોઈ વળાંક પર લાલ-લીલી બત્તી હોતી નથી. આટલું જ નહીં, ચીસો પાડવા છતાં
કોઈ સાંભળવાવાળું હોતું નથી. તમારા ઘરમાં અન્નના ભલેને ભંડાર ભર્યા હોય, પણ ત્યાં સફરમાં લોટની એક ચપટી પણ સાથે લઈ જઈ શકાતી નથી. આકરી ગરમીમાં જીવ સૂકાય છે પણ લીમડાનું એક પાંદડું પણ માથું ઢાંકવા નથી મળતું. સંકટની આ ઘડીમાં
માત્ર ભગવાનનું નામ જ સહારો હોય છે.
10
Page #83
--------------------------------------------------------------------------
________________
ગુસ્સો અને જીદ - આજે જીવનમાં આ બે જબરજસ્ત
ખરાબી છે. પુરુષ ગુસ્સાથી પરેશાન છે તો
મહિલાઓ જીદથી દુઃખી છે.
હું કહું છું : ભાઈઓ ગુસ્સો થોડો ઓછો કરી નાખે અને મહિલાઓ જીદ ક૨વાનું ટાળે
તો નર્ક બનેલું આ જીવન આજે અને અત્યારે સ્વર્ગ બની જાય. જીદ એક એવી દીવાલ છે,
જો તે પતિ-પત્ની, પિતા-પુત્ર, સાસુ-વહુ વચ્ચે આવી જાય તો પછી આ દીવાલ તોડવી મુશ્કેલ છે. આ દીવાલ તો તૂટતી નથી, સંબંધો જરૂર તૂટી જાય છે, હા, જીદ ક્રોધની લાડકી બહેન છે, બંને ભાઈ-બહેનમાં ખૂબ જ પ્રેમ છે.
71
Page #84
--------------------------------------------------------------------------
________________
આ આંખ ખૂબ જ નાલાયક છે, કોઈની સાથે મળી જાય તો દુઃખ આપે છે, કોઈની સાથે ટકરાઈ જાય તો દુઃખ આપે છે. જો આંખ આવે (આઈ ફલુ) તો દુઃખ આપે છે અને ચાલી જાય તો દુઃખ આપે છે. જિંદગીમાં મોટાભાગની ગરબડ આ આંખથી શરૂ થાય છે. તેથી જ તો ઠંડા પીઠ પર પડે તો પણ આંસુ તો આંખ જ વહાવે છે. આ આંખ ઝૂકી જાય તો
શરમ બની જાય છે, ઊઠે તો પ્રાર્થના બની જાય છે. આંખના મોટાં પરાક્રમો છે. બહારની આંખ બંધ થાય, તે પહેલાં અંદરની આંખ ખૂલવી જોઈએ નહીંતર ઇતિહાસમાં તમારું નામ આંધળાઓની
યાદીમાં નોંધાઈ જશે.
Page #85
--------------------------------------------------------------------------
________________
મનુષ્યની ચૂસવાની ટેવ ઘણી જૂની છે. જ્યારે તે પેદા થયો ત્યારે પેદા થતાં જ માનું સ્તન ચૂસવા લાગ્યો. પછી થોડો મોટો થયો તો અંગૂઠો ચૂસવા લાગ્યો.
તેનાથી વધુ મોટો થયો તો કેરી અને શેરડી ચૂસવા લાગ્યો અને સંપૂર્ણ મોટો થઈ ગયો તો મનુષ્યનું લોહી ચૂસવા લાગ્યો. મચ્છર અને મનુષ્ય બંને
કરડે છે. તેમ છતાં મચ્છરથી મનુષ્ય વધુ ખતરનાક છે. કારણ કે મચ્છર કરડે ત્યારે માત્ર લોહી પીવે છે, પરંતુ મનુષ્ય જ્યારે કરડે છે ત્યારે આખા ખાનદાનને પી જાય છે. મનુષ્યને જો ઊંચું ઊઠવું હશે તો ચૂસવા અને કરડવાની ટેવ છોડવી પડશે
13
Page #86
--------------------------------------------------------------------------
________________
આજે કેટલાક લોકો દ્વારા ધર્મ અને મજહબનાં નામ ૫૨, જાતિ અને ભાષાનાં નામ પર દેશ અને દુનિયાને વિભાજિત કરાઈ રહી છે. આવા વિભાજિત કરનારાઓને હું મુનિ તરુણસાગર પડકારું છું કે વિભાજિત કરનારા માણસો ! તમે રેખા ખેંચીને જમીનને તો વિભાજિત કરી નાખી પણ હું તમારી શક્તિ તે દિવસે સ્વીકારીશ જે દિવસે તમે આકાશમાં રેખા ખેંચીને બતાવો, જે દિવસે તમે હવા વિભાજિત કરીને દેખાડો કે, આ હિંદુની હવા છે અને આ મુસલમાનની હવા છે. જો તમારામાં તાકાત હોય તો સમયને હિન્દુ અને મુસ્લિમ વચ્ચે વિભાજિત કરી બતાવો.
74
Page #87
--------------------------------------------------------------------------
________________
મારો કોઈ દાવો નથી કે, હું દુનિયાને સુધારી દઈશ પણ એવું વચન જરૂર છે કે, હું મારી તરફથી
દુનિયાને સાચો માર્ગ દેખાડવામાં કોઈ કસર નહીં છોડું. મારી માન્યતા છે કે અંધારું ગમે
તેટલું ગાઢ કેમ ન હોય, જો તમારા હાથમાં દીવો હોય તો પછી અંધારાથી ડરવાની જરૂર નથી. પ્રયત્નો ક્યારેય એળે જતા નથી. આકાશમાં
પણ છિદ્ર પડી શકે છે, એક પથ્થર તો ઉછાળી જુઓ. દિલથી કરાયેલી પ્રાર્થનાઓ જરૂર ફળીભૂત થાય છે. પણ પ્રાર્થના સાથે પ્રયત્ન
પણ જરૂરી છે ને !
15
Page #88
--------------------------------------------------------------------------
________________
હૅવે સંત-મુનિઓએ તેમનાં પ્રવચન સાધારણ
જનતા વચ્ચે ક૨વાના બદલે લોકસભા અને વિધાનસભાઓમાં ક૨વા જોઈએ કારણ કે ખતરનાક લોકો ત્યાં હાજર છે. મને વિશ્વાસ છે કે જો દેશ અને પ્રદેશની રાજધાનીઓમાં બેઠેલાં લગભગ દસ હજાર લોકો સુધરી જાય તો દેશની સો કરોડ જનતા આપોઆપ અને રાતોરાત સૂધરી જશે. સુધારની પ્રક્રિયા નીચેથી નહીં ઉ૫૨થી શરૂ થવી જોઈએ. જો ઋષિકેશમાં ગંગાનું શુદ્ધીકરણ થઈ જાય તો હરિદ્વાર અને તેની નીચેના તમામ ઘાટ આપોઆપ શુદ્ધ થતા જશે.
76
Page #89
--------------------------------------------------------------------------
________________
તમારી પાસે નોટ માગવા નથી આવ્યો . ‘વોટ’ અને ‘સપોર્ટ’ માગવા પણ નથી આવ્યો. હું તમારી પાસે માત્ર તમારી ‘ખોટ’ માગવા આવ્યો છું. એ ખોટ, જે તમને રાત્રે સૂવા નથી દેતી. એ ખોટ, જે તમને દયાને પાત્ર બનાવે છે. એ ખોટ, જે તમારાં માબાપને, તમારી પત્ની અને બાળકોને માથું ઊંચકીને ચાલવા નથી દેતી. હું મુનિ તરુણસાગર તમારા હૃદયના દરવાજા ૫૨ ઝોળી ફેલાવીને ઊભો છું. મારી આ ઝોળીમાં જીવનની તમામ ખોટ અને બુરાઈઓ નાખી દો અને તમારા જીવનનું અસલી સ્વર્ગ મેળવી લો. બસ આ જ મારી ગુરુદક્ષિણા હશે.
77
Page #90
--------------------------------------------------------------------------
________________
બાળકોના પગ ચંચળ હોય છે.
યુવાન વ્યક્તિનું રોમ-રોમ ચંચળ હોય છે અને ઘરડા માણસની જીભ ચંચળ હોય છે. ઘરડા માણસે સંભાળીને બોલવું જોઈએ. પોતાનાં પુત્ર -પુત્રવધૂને બિનજરૂરી સલાહ આપવી ન જોઈએ. ઘ૨ડા માણસે તેમના મુખમાંથી કાં તો આશીર્વાદના શબ્દ બોલવાં જોઈએ અથવા તો મૌન રહેવું જોઈએ.
તમારાં પુત્ર-પુત્રવધૂ, પૌત્ર-પૌત્રી કંઈપણ સારું કરે તો તેમને શાબાશી આપો. વારંવાર ટોકો નહીં.
કહો – ઘણું સારું બેટા ! તારી પાસે આ જ આશા હતી. હંમેશાં ખુશ રહે. વડીલો ! તમે આવું કરશો તો તમારું ઘડપણ સુખથી પસાર થશે.
Page #91
--------------------------------------------------------------------------
________________
કોઈની અર્થીને માર્ગ પરથી પસાર થતી જોઈને એમ ન કહેતા કે બિચારો ગુજરી ગયો. પરંતુ તે અર્થીને જોઈને એમ વિચારવું કે એક દિવસ મારી અર્થી પણ આ માર્ગ પરથી
આમ જ પસાર થશે અને લોકો માર્ગની બંને ત૨ફ ઊભા રહી જોતા રહી જશે. તે અર્થીથી પોતાના મોતનો બોધ લેવો કારણ કે બીજાનું મોત તમારા માટે એક પડકાર છે. અર્થી ઊઠતાં પહેલાં જીવનનો અર્થ સમજી લેવો નહીં તો ભારે અનર્થ થઈ જશે. આમ પણ ગધેડાને તો ક્યારેય નથી લાગતું કે તેનું જીવન વ્યર્થ છે.
79
Page #92
--------------------------------------------------------------------------
________________
દુનિયામાં એવો માણસ શોધવો મુશ્કેલ છે, જેણે
જિંદગીમાં બે-ચાર વાર આત્મહત્યાનો
વિચાર કર્યો ન હોય અને એવી પત્ની શોધવી મુશ્કેલ છે જેણે એકાદ વાર તેના પતિની નજર ચૂકવી તેના ખિસ્સામાંથી પૈસા ચોર્યા ન હોય. હકીકતમાં દુનિયામાં બધા ચોર છે. ફર્ક એટલો જ છે કે, જેમણે મોટી-મોટી
ચોરીઓ કરી તેઓ મોટા ઉદ્યોગપતિ બની ગયા અને જેમણે નાની-નાની ચોરીઓ કરી તેઓ નાના વેપારી બની ગયા. જેને ચોરીની તક ન મળી તે કથિત પ્રામાણિક બની ગયા. આપણે મજબૂરીમાં પ્રામાણિક છીએ અને આવા મજબૂર પ્રામાણિક લોકોથી દેશનું ભલુ થવાનું નથી.
80
Page #93
--------------------------------------------------------------------------
________________
બે વાતનું ધ્યાન રાખો. એક, ટી.વી. જોતાં-જોતાં જમો નહીં. બીજું, છાપું (વર્તમાનપત્ર) વાંચતી વખતે ચા ના પીવો. આજના જીવનમાં આ બે જબરદસ્ત ખરાબી છે. તમે સમય વેડફયા વગર તેને સુધારી લો કારણકે જ્યારે તમે ટી.વી. જોતાં-જોતાં જમો છો અને છાપું વાંચતી વખતે ચા પીવો છો ત્યારે માત્ર જમતા કે ચા જ નથી પીતા પરંતુ તે ટી.વી. અને છાપામાં હિંસા, અશ્લીલતા અને ભ્રષ્ટાચાર વગેરે જેવા સમાચાર હોય છે તેને પણ ખાઓ – પીઓ છો અને પછી તે સમાચારો તમને તમારી જાતથી બેખબર કરી દે છે. જો સામાન્ય માનવી પોતાની આ બે ટેવો સુધારી લે તો આખા સમાજ અને દેશની આબોહવા બદલાઈ જાય.
81
Page #94
--------------------------------------------------------------------------
________________
તમે બીમાર થઈ ગયા – આ કોઈ આશ્ચર્ય નથી, પણ આશ્ચર્ય તો એ છે કે, અત્યાર સુધી તમે
સ્વસ્થ કેવી રીતે હતા? બીમાર રહેવું તો શરીરનો ધર્મ છે, કારણકે શરીર રોગોનું ઘર છે. ધર્મશાસ્ત્રોમાં એક-એક રોમમાં ૯૬ રોગ દર્શાવાયેલા છે.
જીવનમાં ઘણા બધા રૂપિયા-પૈસા કમાજો, પણ તમારા આરોગ્યને જોખમમાં મૂકીને નહીં,
કારણકે પહેલું સુખ તે નીરોગી શરીર છે. જીવનમાં બધી સુખ-સુવિધા હોય પણ આરોગ્ય સારું ન હોય તો તે સુખ-સુવિધાઓનો શું અર્થ ?
ધ્યાન રાખજો, જે ઘરમાં મોત, કેસ અને માંદગી ઘૂસી જાય તે ઘર બરબાદ થઈ જાય છે.
82
Page #95
--------------------------------------------------------------------------
________________
મને મારા પ્રવચનોમાં માખીઓ નહીં, ૫૨વાના જોઈએ છે.
પરવાના તે હોય છે, જે શમા પર આવે
,
તો જાન આપી દે છે પણ પાછા નથી જતા. માખીઓનું શું ? તે આવે છે, ગણગણે છે અને ચાલી જાય છે. મને એવા શ્રોતાઓ પસંદ છે. જે સત્સંગમાં પોતાને મિટાવી દેવા રાજી હોય, પોતાના અહમ્ અને દંભને ન્યોચ્છાવર કરી દેવા રાજી હોય. મારે ઘેટાં અને બકરાં જેવા શ્રોતાઓ નથી જોઈતા. મારે જીવંત શ્રોતા જોઈએ છે કારણકે ચાર જીવંત શ્રોતા અને હજાર મૃતપ્રાય શ્રોતા એકસમાન હોય છે. જીવંત શ્રોતા તે છે જે ફક્ત સાંભળવા ખાતર જ નથી સાંભળતા પણ પોતાને સમૂળગા બદલવા માટે સાંભળે છે.
83
Page #96
--------------------------------------------------------------------------
________________
જિંદગીમાં પાલખી બે વાર સજાવાય છે. એક નવવધૂ માટે અને બીજી શબ માટે.
હું મુનિ તરુણસાગર તો માત્ર એ જ કહેવા માગું છું કે પાલખી સજાવનારાઓ ! જિંદગીમાં તમારી પોતાની અર્થી સજાવીને રાખજો, કારણકે
ખબર નથી ક્યારે મોત આવે અને અર્થી પર ચડી જવું પડે. જે જીવતાં જ પોતાની અર્થીને સજાવી લે છે,
માત્ર તેઓ જ જીવનનો અર્થ સમજી લે છે.
લોકો તેમનો શ્વાસ ચાલે છે તેથી જ જીવે છે, તેઓ આત્મહત્યા કરી શકતા નથી એટલે જીવે છે. જીવવા પાછળ કોઈ મહાન ઉદેશ્ય ન હોય તો
જીવન વ્યર્થ હોય છે.
81
Page #97
--------------------------------------------------------------------------
________________
વતા રહેવા માટે ભોજન જરૂરી છે. ભોજનથી પણ
વધુ પાણી જરૂરી છે, પાણીથી વધુ હવા જરૂરી છે અને હવાથી વધુ આયુષ્ય જરૂરી છે. પણ મ૨વા માટે કશું જ જરૂરી નથી. માણસ બેઠા-બેઠા પણ મરી શકે છે. માણસ માત્ર મગજની નસ ફાટવાથી કે
હૃદય બંધ પડી જવાથી નથી મરતો, પણ જે દિવસે તેની આશાઓ અને સપનાં મરી જાય છે તેનો વિશ્વાસ મરી જાય છે, તે દિવસે તે પણ મરી જાય છે. આ રીતે માણસ મરતાં પહેલાં જ મરી જાય છે અને મરેલો માણસ ફરી થોડો મરે ?
85
Page #98
--------------------------------------------------------------------------
________________
જૈન ધર્મ પોતે તો ‘જબરદસ્ત’ છે, પણ તે કોઈની સાથે
જબરદસ્તી (બળજબરી) કયારેય નથી કરતો. આ
ધર્મને સમજવા ભાવુકતા નહીં, ભાવ જોઈએ . વ્યવહારમાં અહિંસા, વિચારોમાં અનેકાંત અને જીવનમાં અપરિગ્રહ - આજ જૈન ધર્મ છે. જૈન ધર્મનો સાર જો એક શબ્દમાં કહેવો હોય તો તે છે - વીતરાગતા. જૈન ધર્મમાં વ્યક્તિની નહીં, વ્યક્તિત્વની પૂજાની પ્રેરણા છે. આ ધર્મ તેના અનુયાયીને માત્ર ભક્ત બનાવીને નથી રાખતો, પણ તેમને પોતાને ભગવાન બનવાની શિખામણ આપે છે. જૈન ધર્મ હીરો છે પણ દુર્ભાગ્ય છે કે, આજે તે કોલસા વેચનારાઓના હાથોમાં આવી ગયો છે.
86
Page #99
--------------------------------------------------------------------------
________________
અતિથિ દેવતા છે. ઘરમાં અતિથિ આવેલ હોય તો અમૃત પણ કેમ ન હોય, એકલાં ન પીવું જોઈએ. જે ઘરમાં અતિથિનો સત્કાર ન થાય તે ઘર ઘર નથી
સ્મશાન છે. તે ઘરના આંગણે ભૂલમાં પણ પગ પડી જાય તો સ્નાન કરવું જોઈએ અને જે ઘરમાં
અતિથિ સત્કાર ક્યારેય ચૂકાતો નથી તે ઘર તીર્થ છે. તે ઘરનો ઉંબરો સ્પર્શી લેવાથી
જ તીર્થ દર્શનનું ફળ મળી જાય છે. જે ગૃહસ્થ અતિથિને જમાડી પછી પોતે જમે છે તે ક્યારેય ભૂખ્યો સૂતો નથી. જે વ્યક્તિ જનારા અતિથિની
સેવા કરી ચૂક્યો છે અને આવનારા અતિથિની રાહ જુએ છે, તે પોતે દેવતાઓનો અતિથિ બને છે.
87
Page #100
--------------------------------------------------------------------------
________________
તમે પિતા હો તો તમારી તમારા દીકરા પ્રત્યે
એટલી જ ફરજ છે કે તમે તેને એટલો લાયક બનાવી દો કે તે સંત-મુનિ અને વિદ્વાનોની સભામાં સૌથી આગળની હરોળમાં બેસવાનો હક્કદાર
બને અને જો તમે દીકરા હો તો તમારું તમારા પિતા પ્રત્યે એટલું જ કર્તવ્ય છે કે, તમે એવું આદર્શ જીવન જીવો કે જેને જોઈને દુનિયા તમારા પિતાને પૂછે કે, કઈ તપસ્યા અને પુણ્યના
ફળથી તમને આવો સારો દીકરો મળ્યો છે? ધન્ય છે એ પિતા જેના પુત્રો આજ્ઞાકારી અને નિષ્કલંક છે.
88
Page #101
--------------------------------------------------------------------------
________________
તમે સાંભળ્યું હશે કે, ઈશ્વરની મરજી વગર એક પાંદડું પણ હલતું નથી. પણ હું કહું છું કે, તમારા હલ્યા વગર
પણ એક પાંદડું હલતું નથી. ઈશ્વરની આ મરજીના નામે આજે દુનિયામાં મોટાં-મોટાં પાપ અને સંગીન અપરાધ થઈ રહ્યા છે. એક માણસ દારૂ
પીવે છે, તેને પૂછો : તું આવું શું કામ કરે છે? તો તે કહે છે : હું ક્યાં કરું છું, આ તો બધી ઉપરવાળાની
મરજી છે. બધું તેની મરજીથી થઈ રહ્યું છે. હું કહું છું : ઉપરવાળાની મરજીથી કંઈ થતું નથી. જે
થાય છે તે તમારી મરજીથી થાય છે. આ “ઉપરવાળા'ના નામ પર “નીચેવાળા' એ
દુનિયાને નરક બનાવી દીધી છે.
૪૬),
Page #102
--------------------------------------------------------------------------
________________
ભારત એક રાષ્ટ્ર છે. તેમાં એક મહારાષ્ટ્ર છે અને આગળ વધો તો એક સૌરાષ્ટ્ર છે. સૌરાષ્ટ્ર - સો રાષ્ટ્રનું રાષ્ટ્ર છે ભારત, કારણ કે ભારતનો દરેક માણસ ભારત છે . તમારું શરી૨ ભા૨તનો હરતો-ફરતો નકશો છે.
તમે તમારા બંને હાથ નિતંબ પર રાખી ઊભા રહી જાવ તો આપમેળે જ ભારતનો નકશો બની જશે. તમારો જમણો હિસ્સો રાજસ્થાન છે તો ડાબી તરફ બિહાર અને ઓરિસ્સા છે. પેટ મધ્યપ્રદેશ છે. પગ તમિલનાડુ છે. ગળું પંજાબ છે. આથી એમ લાગે છે કે, પંજાબ સમસ્યા માટે લાંબા સમય સુધી ગળું દબાવાતું રહ્યું છે. માથું જમ્મુ અને કાશ્મીર છે. કદાચ એટલે જ તે આજે પણ માથાનો દુઃખાવો બની રહ્યું છે.
9)
Page #103
--------------------------------------------------------------------------
________________
રામ અને કૃષ્ણ બંને મહાપુરુષ છે, પણ બંનેના
જીવનમાં પાયાનો તફાવત એ છે કે, રામ એકદમ સીધા અને સરળ છે, જ્યારે કૃષ્ણ કઠિન અને ગૂઢ છે. રામનું નામ પણ સરળ છે, સ્વભાવ પણ સરળ
છે અને ચરિત્ર પણ સરળ છે જ્યારે કૃષ્ણનું નામ, સ્વભાવ અને લીલા ત્રણેય કઠિન છે. રામ-રામ જપવાથી તમને કષ્ટ નહીં થાય પરંતુ કૃષ્ણ-કૃષ્ણ જપવાથી
જડબા દુખવા લાગશે. રામનું જીવન અને કૃષ્ણનું કથન તમારા માટે અનુકરણીય છે. રામે જે કર્યું તે તમારે કરવાનું છે અને કૃષ્ણ જે કહ્યું કે તમારે કરવાનું છે. કૃષ્ણ જે કર્યું તે તમે નહીં કરતા,
નહીં તો તમારા માથે જતાં પડશે.
(91
Page #104
--------------------------------------------------------------------------
________________
મોટો માણસ એ નથી કે જેની પાસે અનેક નોકર ચાકર, ઘોડા-ગાડી અને બંગલા છે, પણ મોટો માણસ એ છે કે જે કોઈનો કરજદાર નથી. તે જેટલું કમાય છે તેનાથી જ સંતુષ્ટ રહે છે. મોટો માણસ તે છે, જેનું આરોગ્ય
સારું છે અને જે પોતાનું કામ પોતે કરી લે છે. મોટો માણસ એ છે જે જરૂરિયાતવાળાઓની સેવા માટે તૈયાર રહે છે અને કોઈ ગરીબોનો હક છિનવી લેતો નથી.
મોટો માણસ તે છે જે કઠિન પરિસ્થિતિમાં પણ હસતો રહે છે અને તેને કોઈ ઉદાસી ઉદાસ કરી શકતી નથી. મોટો માણસ તે છે જેને ઓશિકા પર માથું રાખતાં જ ઊંઘ આવી જાય છે અને સવારે ઊઠવા માટે કોઈ
એલાર્મની જરૂર નથી પડતી.
02
Page #105
--------------------------------------------------------------------------
________________
દીન દેવું ઉધાર દેવા સમાન છે. દેવાનું શીખો કારણ કે
જે દે છે તે દેવતા છે અને જે સંગ્રહે છે તે રાક્ષસ છે. જ્ઞાની તો ઇશારાથી જ આપવા માટે તૈયાર થઈ જાય છે પણ નિમ્ન કોટીના લોકો શેરડીની જેમ પિલાયા પછી જ દેવા માટે રાજી થાય છે. જ્યારે તમારા મનમાં દેવાનો ભાવ આવશે ત્યારે સમજવું કે પુણ્યનો ઉદય થયો છે.
તમારા જીવતે જીવ કંઈક દાન આપો કારણકે જે આપવામાં આવે છે તે સોનું બની જાય છે અને જે બચાવેલું હોય છે તે માટી થઈ જાય છે. ભિખારીએ પણ મીખમાં મળેલી રોટલી ત્યારે જ ખાવી જોઈએ જ્યારે તેનો એક ટુકડો કીડી-મકોડાને નાખી દે. જો તે આમ નહીં ક૨ે તો સાત જન્મો સુધી તે ભિખારી જ રહેશે.
93
Page #106
--------------------------------------------------------------------------
________________
જિંદગીને સ્વર્ગ બનાવવાની ઇચ્છા હોય તો પતિ અને પત્ની, સાસુ અને વહુ, પિતા અને પુત્ર એ પરસ્પર
એ સમજૂતી કરવી પડશે કે જો એક આગ બનશે, તો બીજો પાણી બની જશે. તમારા ઘરોમાં થોડા પાણીની વ્યવસ્થા રાખો, કારણ કે ખબર નહીં
ક્યારે કોના હૃદયમાં ક્રોધની આગ ભડકે ઉઠે. ક્રોધ આગ છે. તમારા ઘરોમાં સહનશીલતા અને શાંતિનું જળ તૈયાર રાખો. ખબર નહીં, ક્યારે
તમારું ઘર ક્રોધની જ્વાળામાં લપેટાઈ જાય. ધ્યાન રાખો : પતિ ક્યારેક આગ બને તો પત્ની પાણી બની જાય અને પત્ની ક્યારેક અંગાર બને તો
પતિ જળધાર બની જાય.
Page #107
--------------------------------------------------------------------------
________________
તમે ભલે ગાળનો જવાબ તમાચાથી, તમાચાનો
જવાબ લાતથી અને લાતનો જવાબ એ.કે.-૪૭થી આપો. કાંઈ વાંધો નથી – જેવી તમારી મરજી. પણ તમારી મરજી સાથે મારી પણ એક
અરજ છે કે તમે ક્રોધ અને ગાળનો જવાબ તરત ન આપો. થોડી રાહ જુઓ , બસ દસ મિનિટ ધીરજ રાખો. ક્રોધ અને ગાળનો જવાબ દસ મિનિટ પછી આપો. આ દસ મિનિટમાં ક્રોધના કારણો અને પરિણામો પર
વિચાર કરી લો અને પછી યોગ્ય લાગે તો જવાબ આપો. હકીકતમાં સચ્ચાઈ એ છે કે, દસ મિનિટ પછી ક્રોધનો જવાબ તમે ક્રોધથી આપી જ નહીં શકો,
કારણકે ક્રોધ તો ક્ષણિક ગાંડપણ છે.
Page #108
--------------------------------------------------------------------------
________________
ટિા બનવા માટે ઘણું તપ કરવું પડે છે. દહીં-બડા (દહીંવડા) કેવી રીતે બને છે ખબર છે?
સૌથી પહેલા મગને પાણીમાં નાખ્યા. તે રાતભર તેમાં રહ્યા. સવારે તેના શરીરની ચામડી (છાલ) ઉતારી લેવાઈ. પછી તેને મિક્સરમાં પીસી નખાયા. પછી ઘાયલ શરીર પર મીઠું-મરચું નાખ તે પછી તેને ઊકળતા તેલમાં નાખવામાં આવ્યા. આટલું બધું તેણે સમતાભાવથી સહ્યું ત્યારે તેને નામ મળ્યું – “બડા” (વડું). હવે સુખના દિવસ આવ્યા તો તેને ઠંડું દહીં મળી ગ. તપસ્યાનું ફળ તો મળે જ છે ને.
Page #109
--------------------------------------------------------------------------
________________
ગરીબ એ નથી જેની પાસે રોટી, કપડાં અને મકાન
નથી, પણ તે છે જેને સંતોષ નથી અને જેનું મન ગરીબ છે. એક મજૂરને જુઓ, તે બે રોટી ખાય છે, પાણી પીવે છે અને ફૂટપાથ ૫૨ ઘસઘસાટ સૂવે છે. બીજી તરફ તે ધનવાનને જુઓ, જે ૧૦ લાખની ગાડીમાં ફરે છે, એરકંડિશન બંગલામાં રહે છે પણ રાત્રે
તેને ઊંઘ નથી આવતી. આખી રાત પડખાં ફેરવતો રહે છે. હવે ગરીબ કોણ છે અને અમીર કોણ છે ? તમે જ નિર્ણય કરો. આમ તો દુનિયામાં બે જ ગરીબ છે. એક બકરી જેની સામે કસાઈ તેના બચ્ચાને હલાલ કરી નાખે છે અને બીજી તે વિધવા જેનું બાળક તાવમાં તપે છે અને તે આંખમાંથી આંસુ વહાવે છે.
97
Page #110
--------------------------------------------------------------------------
________________
પહેલાં લોકો ઘડિયાળ પહેરતા ન હતાં, તેમ છતાં તેમનું જીવન સમયબદ્ધ હતું. તેમનું સૂવાનું જાગવાનું, ખાવા-પીવાનું, બધું સમય પર થતું હતું. તેનાથી વિપરિત આજે દરેક ઘર અને દરેક હાથમાં
ઘડિયાળ છે, તેમ છતાં માણસની દિનચર્યા એકદમ અસ્ત-વ્યસ્ત છે. આજે માણસના કાંડામાં બાંધેલી ઘડિયાળ માત્ર શોભાની વસ્તુ બનીને રહી
ગઈ છે, હકીકતમાં ઘડિયાળ માણસને પળે પળે ચેતવે છે કે, જિંદગી પળ-બે પળથી વધુ નથી. આથી તું શાંત ચિત્તથી, ઘડી- ભર બેસી પ્રભુનું સ્મરણ કરી લે, નહીંતર હાથની ઘડિયાળ હાથમાં બંધાયેલી રહી જશે અને જીવનની ઘડી સમાપ્ત થઈ જશે.
08
Page #111
--------------------------------------------------------------------------
________________
પોતાનું ઊંચું મકાન અને ઊંચી દુકાન જોઈને અભિમાન ન કરવું કારણકે તે દિવસ દૂર નથી જ્યારે
તમે તે જ મકાન અને દુકાનની માટીની નીચે દબાયેલા પડ્યા હશો. તમારી માટી પર ઘાસ ઊગી જશે અને ગધેડો તે ઘાસ ચરી રહ્યો હશે.
આ શરીરની હેસિયત માટીથી વધુ જરાય નથી. આથી, માટી માટીમાં મળે છે. માટીની અંત્યેષ્ઠિ થાય, તે પહેલાં “પરમેષ્ઠિનું શરણ લઈ લેજો, નહીં તો મોતના સમયે મોતિયા મરી જશે. ઉપલબ્ધિનો ઉત્સવ જરૂર મનાવો પણ
તેનો અહંકાર ન કરતા.
Page #112
--------------------------------------------------------------------------
________________
સમય ઝડપથી બદલાઈ રહ્યો છે અને આ બદલાતા સમયમાં
જો તમે નવી પેઢીને સંસ્કારિત નહીં કરો તો કાલે આ પેઢી મેદાનમાં આવી જશે અને તમે ઘડપણના ઉંબરે ઊભા હશો ત્યારે તમારો યુવાન પુત્ર વૃદ્ધાશ્રમનું આલબમ લાવી તમને દેખાડશે અને કહેશે કે, પિતાજી !
આ આલબમ જુઓ, આમાં દેશના શ્રેષ્ઠ વૃદ્ધાશ્રમો દર્શાવેલા છે, જેની પોત-પોતાની વિશેષતાઓ છે. તમે તેમાંથી કોઈ એક ને તમારા માટે પસંદ કરી લો જેથી હું તમને ત્યાં મોકલી મારો પુત્રધર્મ નિભાવી શકું.
100
Page #113
--------------------------------------------------------------------------
________________
I૫ દેવો ભવઃ પિતા દેવ છે. માની મમતા ધતીથી પણ ભારે છે અને પિતાનું સ્થાન આકાશથી પણ ઊંચું
છે કારણ કે દીકરા માટે પિતાના અરમાન આકાશથી પણ ઊંચા હોય છે. દુનિયામાં કોઈ બીજાને પોતાનાથી આગળ વધતો અને ઊંચે ચઢતો જોઈ નથી શકતો.
એક પિતા જ છે, જે પોતાના સંતાનને પોતાનાથી સવાયો થતો જોઈ ખુશ થાય છે. દેશના નવયુવાનો, તમારા પર્સમાં રૂપિયાની
જગ્યાએ પિતાની તસવીર રાખો, કેમકે તે તસવીરે જ તમારું ભાગ્ય બનાવ્યું છે. ઝાડ ઘરડું ભલે હોય, આંગણામાં તેને રહેવા દો. ફળ ભલે
ન આપે, છાયો તો આપશે.
100
Page #114
--------------------------------------------------------------------------
________________
યામાં અસંભવ જેવું કોઈ કાર્ય નથી, જો તમે તેને મેળવવાનો દઢ નિશ્ચય કરી લીધો હોય તો. કેમ કે, કહ્યું છે કે, ઘૂંટણના જોરે ચાલતાં-ચાલતાં પગ પર ઊભા થવાય છે અને નાના-નાના નિયમ એક દિવસ મોટા થઈ જાય છે. પણ યાદ રાખજો, કાર્ય જેટલું મોટું હશે, શ્રમ, ધીરજ અને સમય પણ એટલો જ
વધુ માગશે. આપણે આપણાં ધ્યેયમાં માત્ર એ જ કારણથી સફળ નથી થતા કે, આપણાં સપનાં મોટાં - મોટાં હોય છે પરંતુ તે સપનાને સાકાર કરવા માટે આપણે ન તો વધુ મહેનત કરીએ છીએ, ન તો સમય આપીએ છીએ કે ન તો આપણાંમાં વધુ ધીરજ હોય છે.
102
Page #115
--------------------------------------------------------------------------
________________
કહેવાય છે કે, સાધુની એક જીભ હોય છે, સાપ પાસે બે જીભ હોય છે, બ્રહ્માજીની ચાર જીભ હોય છે. રાવણને દસ જીભ હતી, પરંતુ જે દુષ્ટ અને દુર્જન હોય છે તેની જીભની સંખ્યા તેનાથી પણ ઘણી વધુ હોય છે.
કારણ કે તે વાત-વાતમાં ફરી જાય છે. - તમારી જીભને કાબૂમાં રાખો, કારણ કે બેલગામ જીભ ઘણું દુઃખ દે છે. આગથી દાઝેલાં તો સમય જતાં સારા થઈ જાય છે, પણ વચનનો ઘા હંમેશા તાજો રહે છે. ચાર આંગળની જીભ અને ચાર આંગળની
કામેન્દ્રિય – આ બંને અશુભ છે.
103
Page #116
--------------------------------------------------------------------------
________________
કહેવાય છે કે, બાળક ૫૨ માનો પ્રભાવ પડે છે.
પણ આજે બાળક માથી ઓછો, મિડિયાથી વધુ પ્રભાવિત થઈ રહ્યો છે. કાલ સુધી કહેવાતું હતું કે આ બાળક મા ૫૨ ગયું છે અને આ બાપ ૫૨. પણ આજે જે રીતે દેશી-વિદેશી ચેનલ હિંસા અને અશ્લીલતા દેખાડે છે તે જોઈને
લાગે છે કે કાલે એમ કહેવાશે કે આ બાળક ઝી ટીવી ૫૨ ગયું છે અને આ સ્ટાર ટી.વી. પર અને આ નક્કામો છે, તે પુરો ફેશન ટીવી પર ગયો છે. આજે વિભિન્ન ચેનલો દ્વારા દેશ પર જે સાંસ્કૃતિક હુમલા થઈ રહ્યા છે, તે ઓસામા બિન લાદેન જેવા ત્રાસવાદીઓના હુમલાથી વધુ ખતરનાક છે.
104
Page #117
--------------------------------------------------------------------------
________________
આજ આપણા જીવનમાંથી હાસ્ય એવી રીતે ગાયબ થઈ ગયું છે જેમ ચૂંટણી જીત્યા પછી નેતા ગાયબ થઈ જાય છે. આરોગ્ય માટે જેટલું હસવું જરૂરી છે તેટલું રોવું પણ
જરૂરી છે. તે આંખ જ શું જેમાં ક્યારેય આંસુ ન છલકે અને તે મુખે જ શું જેના ઉપર હાસ્ય ન હોય.
આજે આપણા હદય અને દિમાગ એટલે ભારે થઈ ગયાં છે કે આપણે હસવાનું અને રોવાનું બંધ કરી દીધું છે. હું કહું છું : હસવું આવે તો હસી લો. તેનાથી
ફેફસાં ખૂલી જાય છે અને રોવું આવે તો રોઈ લો તેનાથી આંખો સાફ થઈ જાય છે. પરંતુ વિડંબના એ છે કે
આપણે આપણું હાસ્ય કાં તો ફેફસાંમાં બંધ કરી રાખ્યું છે કાં તો પછી કોઈ બેંકમાં એફ ડી. કરાવીને રાખ્યું છે.
105
Page #118
--------------------------------------------------------------------------
________________
આજે તમારા મંદિરો ઘરડાં થઈ ગયાં છે કારણ કે તેમાં યુવાનોએ જવાનું બંધ કરી દીધું છે. જ્યારે યુવાનોનો
મંદિરમાં પ્રવેશ બંધ થઈ જાય છે, ત્યારે મંદિર પણ ઘરડાં થઈ જાય છે. ધર્મ તેની સંપત્તિ છે, જે યુવાન છે, વિચારથી યુવાન છે. તીર્થકર મહાવીર પૃથ્વી પર એવા પહેલા
દાર્શનિક છે, જેમણે ધર્મને યુવાનો સાથે જોડ્યો. મહાવીરે કહ્યું કે, યૌવન અને ધર્મ વચ્ચે ભારે મેળ છે. ધર્મયાત્રામાં શક્તિ જોઈએ. ધર્મની પહેલી પસંદ
યુવાન છે. જ્યારે તમે જ ઘરડા વ્યક્તિને ગોદ લેવાનું પસંદ નથી કરતાં તો પછી ધર્મ ઘરડા માણસને ગોદ લેવાનું કઈ રીતે પસંદ કરશે?
106
Page #119
--------------------------------------------------------------------------
________________
મહાવીરના મંદિરમાં દરેક માણસની પહોંચ હોવી જોઈએ. ત્યાં કોઈના પ્રવેશ પર નિષેધ ન હોવો જોઈએ કારણ કે મંદિરોનું નિર્માણ સમસ્ત મનુષ્યો
માટે છે. પાપી વ્યક્તિને પણ મહાવીર સુધી પહોંચવાનો હક દેવો પડશે, ત્યારે જ જૈન ધર્મ વિશ્વધર્મ' બની શકશે અને જો કોઈ કારણસર
આ સંભવ ન હોય, તો પછી ભગવાન મહાવીરની પહોંચ દરેક મનુષ્ય સુધી હોવી જોઈએ. આપણે બંનેમાંથી કોઈ એકને પસંદ કરવું પડશે.
ક્યાં તો મહાવીર સુધી દરેક માણસને પહોંચવાનો અધિકાર આપવો પડશે, નહીં તો પછી મહાવીરને બધા
પ્રકારના માણસ સુધી પહોંચવું પડશે.
107
Page #120
--------------------------------------------------------------------------
________________
સ્વર્ગભૂમિ સુંદર છે પણ ફળદ્રૂપ નથી. જ્યારે માનવ ભૂમિની માટી કાળી છે પણ ફળદ્રુપ છે. માનવ ભૂમિની કાળી માટીમાં કોઈ રત્નત્રયના બીજ નાખી દે તો સ્વર્ગ-મોક્ષનો પાક લહેરાઈ ઊઠે છે. દેવતા ઊંચે રહેતા હોવા છતાં તેમના વિચાર ઘણા નાના હોય છે તેથી તેઓ મરીને નીચે આવે છે. જ્યારે મનુષ્ય નીચે રહે છે પરંતુ તેના વિચાર ઉચ્ચ ઉચ્ચ હોય છે. આ જ કારણ છે કે તે મ૨ીને ઉ૫૨ જાય છે. જો મનુષ્ય તેના કામ અને આચરણને ઊંચા નહીં રાખે તો પછી તે પણ મરીને સાવ નીચે જાય છે.
108
Page #121
--------------------------------------------------------------------------
________________
દેશભરમાં સૌથી વધુ વંચાતા અને સાંભળવામાં આવતા દિગમ્બર જૈન ક્રાન્તિકારી | 'વંશી તરુણસાગરજીતું વાંચવા લાયક સાહિત્ય
એક પરિચય)
1. દુ:ખ સે મુક્તિ કૈસે મિલે
22 મનન યોગ્ય પ્રવચનોનો અનોખો સંગ્રહ, જીવન સાથે જોડાયેલી સમસ્યાઓનું સચોટ રા માધાન
(કિમત : 25 રૂપિયા) 2. ક્રોધ કો કૈસે જીતે ?
(હિન્દી, અંગ્રેજી, ગુજરાતી અને મરાઠી) જન-જનની સમસ્યા ક્રોધ છે. દરેક વ્યક્તિ ક્રોધથી પરેશાન છે, પીડિત છે. “ક્રોધ કો કૈસે જીતે ?” પુસ્તક ક્રોધથી મુક્તિ અપાવવા માટે સંપૂર્ણ સક્ષમ છે. મુનિશ્રીની મનમોહક વિશિષ્ટ શૈલીથી આ કૃતિ ચર્ચિત બની ચૂકી છે.
(કિંમત : 10 રૂપિયા) 3. પ્રેસ-વાર્તા
પ્રેસ-વાર્તાએ એક અનોખું પુસ્તક છે. ઇન્દોર, ભોપાલ, કોટા, મેરઠ, દિલ્હી વગેરેમાં આયોજિત વિશિષ્ટ મુલાકાતનું અનોખું પ્રકાશન
(કિંમત 20 રૂપિયા) ચપલ-મન દિલ અને દિમાગને ઝંઝોડવાવાળી કવિતાઓ વાંચવા બેસો તો વાંચ્યા જ કરો. મુનિશ્રીની પ્રથમ અને બહુચર્ચિત કૃતિ.
(કિંમત : 20 રૂપિયા) 5. જૈન બાલ ભારતી (ભાગ-1, 2, 3, 4)
જૈન ધર્મના પ્રારંભિક જ્ઞાન માટેનું સર્વશ્રેષ્ઠ બાળપ્રકાશન નવી શૈલીમાં જૈન ધર્મના ફિલષ્ટ વિષયોની સુંદર પ્રસ્તુતિ
(કિંમત 20 રૂપિયા) 6. મન કો કિસે જીએ ?
મન ચંચળ છે, ચપળ છે, શા માટે ? ચંચલ મનને કેવી રીતે રોકવું ? આ પ્રશ્નનું તાત્કાલિક સમાધાન પ્રસ્તૃત કૃતિમાં મળશે.
(કિંમત : 10 રૂપિયા) 7. મૃત્યુ-બોધ (બહુચર્ચિત) (હિન્દી અને અંગ્રેજી)
જીવનના સનાતન સત્ય “મૃત્યુ” પર એક મૌલિક કૃતિ જેનું એક-એક વાકય એટલું સરસ, મીઠું, પવિત્ર, જીવંત અને તાજગીસભર છે કે મનને દરેક વાક્ય પર વિચારવા મજબૂર કરી દેશે.
(કિંમત : 20 રૂપિયા) 8. ક્રાન્તિકારી સૂત્ર (ફક્ત આઠ લાઈન) (હિન્દી અને અંગ્રેજી)
જીવન-તથ્યો તથા અગમ ગ્રંથોનો નિચોડ, મનમોહક ભાષામાં, ચિત્ત આકર્ષક શૈલીમાં, સંક્ષિપ્તમાં, અતિમહત્વપૂર્ણ તથ્યો અને સત્યોને ઉજાગર કરતી કૃતિ.
(કિંમત 10 રૂપિયા)
Page #122
--------------------------------------------------------------------------
________________
9. મુકુટ : જબ ઝૂકને લગે
23 ઓગસ્ટ, 1997ના રોજ દિલ્હીના રામલીલા મેદાનમાં ભારત સરકારના ગૃહમંત્રી શ્રી લાલકૃષ્ણ અડવાણીના મુખ્ય અતિથ્યમાં આપેલ પ્રવચન જેમાં તમે વાંચશો કુલકર નાભિરાયના જીવનનો એક પ્રસંગઃ આપના જીવન માટે
(કિંમત : 10 રૂપિયા) 10. એક લડકી (હિન્દી અને અંગ્રેજી)
મુનિશ્રી દ્વારા 5 જુલાઈ, 1997ના રોજ દિલ્હીનાં ઐતિહાસિક પરેડ ગ્રાઉન્ડ, લાલ કિલ્લા મેદાનમાં અપાયેલ ભૂણ હત્યા પર એક વિશેષ પ્રવચન. વિષયની રજૂઆત એવી રીતની છે કે બસ વાંચતા જ રહો અને હસતા જ રહો – રડતા રહો.
(કિંમત : 10 રૂપિયા) 11. એક થા શેઠ એક કથા પ્રવચન જીવનની સચ્ચાઈઓ અને આધ્યાત્મના ઊંડાણનું અપૂર્વ ચિંતન
(કિંમત : 10 રૂપિયા) 12. ક્રાંતિકારી સંત
પ્રસિધ્ધ લેખકશ્રી સુરેશ “સરલ' દ્વારા લખાયેલ મુનિશ્રી તરુણસાગરજીની અનુપમ અને પ્રેરણાદાયક જીવનગાથા
(કિંમત : 50 રૂપિયા) 13. મહાવીરોદય (હિન્દી અને અંગ્રેજી)
મહાવીર સ્વામીની 2600મી જન્મજયંતી પર ભગવાન મહાવીરના જીવન અને દર્શન પરના સૂત્રોનો અપૂર્વ સંચય
(કિંમત : 20 રૂપિ 14. મેં સિખાને નહીં, જગાને આયા હું
શ્રી મુકેશ નાયક (ઉચ્ચ શિક્ષણમંત્રી, મધ્યપ્રદેશ) દ્વારા સંપાદિત મુનિશ્રીના ભોપાલ પ્રવાસ જાન્યુઆ 1994માં 33 જીવન ઉપયોગી ચિંતનપૂર્ણ વિક્ષો ઉપર અપાયેલા પ્રવચનોનું સુંદર પ્રકાશન,
(કિંમત : 25 રૂપિયા, 15. રાષ્ટ્ર કે નામ સંદેશ
30 નવેમ્બર, 1997ના રોજ માસ-નિર્યાત અને કતલખાનાના વિરોધમાં આયોજિત દેશવ્યાપી અહિંસા સમેલનમાં 1 લાખ શ્રોતાઓની વચ્ચે દિલ્હીના ઐતિહાસિક લાલ કિલ્લા પરથી મુનિશ્રી દ્વારા રાષ્ટ્રને નામ સંદેશ. ધર્મ, સમાજ અને રાષ્ટ્ર પર એક જયોતિર્મય ચિંતન-પ્રવચન.
(કિંમત : 10 રૂપિયા) 16. તરુણસાગર-ઉવાચ ઇન્દોર અને મેરઠના જુદાજુદા સ્થળો પર મુનિશ્રી દ્વારા અપાયેલાં અમૃત પ્રવચનોનો સાર-સંક્ષેપ
(કિંમત : 10 રૂપિયા) 17. મુજે આપસે કુછ કહના હૈ (હિન્દી અને અંગ્રેજી)
ઈન્દોરમાં 26 જાન્યુઆરી, 1995માં રાજવાડા પર ઐતિહાસિક ધર્મસભામાં મુનિશ્રી દ્વારા અપાયેલું એક ક્રાન્તિકારી પ્રવચન, જે જીવન જીવવાની કળા શિખવે છે.
(કિંમત : 10 રૂપિયા) 18. પબ્લિક પ્રવચન
સામાન્ય લોકોની વચ્ચે આપેલું એક અમૃત પ્રવચન જે શિખવાડે છે કે જીવનને સ્વર્ગ કેવી રીતે બનાવાય તણાવથી મુક્ત કેવી રીતે થવાય
(કિમત : 10 રૂપિયા)
Page #123
--------------------------------------------------------------------------
________________
19. મૈને સુના હૈ
પૂજ્યશ્રી દ્વારા ભારત પ્રસિધ્ધ દિગંબર જૈન તીર્થ તિજારા ચાતુર્માસ-2000માં દર રવિવારે અપાયેલાં વિશેષ પ્રવચનોનો સંગ્રહ
(કિંમત : 25 રૂપિયા) 20. અમૃત પ્રવચન-માલા (ઓડિયો કેસેટ્સ)
જૈન ધર્મના ઇતિહાસમાં પહેલીવાર ક્રાંતિકારી સંત મુનિશ્રી તરુણસાગરજી મહારાજ દ્વારા જૈન ધર્મના સિદ્ધાંતોનું ‘જી.ટી.વી. ચેનલ' પરથી વિશ્વના 122 દેશોમાં પ્રસારણ આ જ અમૃત પ્રવચન -માલાની કેસેટોન સેટ-1 (1-10), સેટ-2 (11-20)
(પ્રત્યેક સેટ : 200 રૂપિયા) 21, 21વી સદી ઔર અહિંસા-મહાકુંભ
1 જાન્યુઆરી, 1999માં વિશ્વપ્રસિધ્ધ “હર કી પૈડી', હરિદ્વારમાં અપાયેલ એક પ્રવચન જેમાં નવી સદીમાં પ્રસ્તાવિત અહિંસા-મહાકુંભની રૂપરેખા તથા માંસ-નિકાસના વિરોધમાં રાષ્ટ્રવ્યાપી શંખનાદ
(કિંમત : 10 રૂપિયા) 22. કાન્તિકારી પ્રવચન (હિન્દી અને અંગ્રેજી)
25 ડિસેમ્બર, 2000માં જયપુરની ઐતિહાસિક બડી ચોપડ પર મુનિશ્રી દ્વારા અપાયેલ એક કાન્તિકારી ઉદ્ધોધન અલગ અને સૌથી ઉત્તમ
(કિંમત 10 રૂપિયા) 23. તો મેં દિલ્લી થા.. મુનિશ્રી દ્વારા સંચાલિત અભિનય પ્રયોગ ‘આનંદ યાત્રા કી ફુહારે
(કિંમત : 10 રૂપિયા) 4. કયા કહેંગે લોગ ? કે 20 જુલાઈ, 2001માં અજમેરના પ્રસિધ્ધ પટેલ સ્ટેડિયમમાં અપાયેલ એક અમૃત-પ્રવચન
(કિંમત : 10 રૂપિયા) (25. ગઈ ભેંસ પાની
26 ડિસેમ્બર, 01માં શ્રીરામે વાટિકા ભીલવાડામાં આયોજિત દિવ્ય સત્સંગ મહોત્સવમાં અપાયેલ એક પ્રવચન
(કિંમત : 10 રૂપિયા) 26. એક બુઢિયા : જો બચપનમેં મર ગઈ ગૌરા-બાદલ સ્ટેડિયમ ચિત્તોડગઢ (રાજ.)માં અપાયેલ એક જીવન્ત-પ્રવચન
(કિંમત : 10 રૂપિયા)
17 ફેબ્રુઆરી, 2002માં દશેરા મેદાન, નીમચ (મ.પ્ર.)માં અપાયેલ એક ક્રાન્તિકારી પ્રવચન
(કિંમત : 10 રૂપિયા) 28. પ્રવચન : વી.સી.ડી. કેસેટ્સ સેટ 1 થી 5, 6 થી 10, 11 થી 15, 16 થી 20 તથા 21 થી 25
(પ્રત્યેક સેટની કિંમત 250 રૂપિયા)
(સપૂર્ણ સેટની કિંમત : 1250 રૂપિયા) 29. અર્થી સજા કે રખના 10 માર્ચ 2002માં પુરાની કૃષિ ઊપજ મંડી, મંદસૌર (મ.પ્ર.)માં અપાયેલ એક ક્રાન્તિકારી પ્રવચન
(કિંમત : 10 રૂપિયા)
Page #124
--------------------------------------------------------------------------
________________
30. જીને કી કલા
11 એપ્રિલ થી 18 એપ્રિલ 2002 સુધી પ્રતાપગઢ (રાજ.)માં આયોજિત અમૃત પ્રવચન મહોત્સવમાં અપાયેલ પ્રવચન
(કિંમત : 10 રૂપિયા) 31. બિના નામથી પુસ્તક
ધર્મક્ષેત્ર પરિસર', દાદાવાડીની સામે, જાવરા (મ.પ્ર.)માં સમ્પન્ન દિવ્ય સત્સંગ મહોત્સવ' (12 થી 19 મે, 2002)માં અપાયેલ સત્સંગ પ્રવચન
(કિંમત 10 રૂપિયા) 32. આહ્વાન
શ્રીરામ વિદ્યાલય પરિસર, સીતામઉ (જિ. મંદસૌર મ.પ્ર.)માં આયોજિત સત્સંગ (7 થી 11 જૂન 2002)માં અપાયેલ આહ્વાન-પ્રવચન
(કિંમત : 10 રૂપિયા) 33. મુઝે ગુસ્સા બહુત આતા હૈ
રતલામ ચાતુર્માસ-2002માં ડૉ. આંબેડકર મેદાનમાં આયોજિત સંસ્કાર મહોત્સવ માં (11) ઓગસ્ટ થી 1 સપ્ટેમ્બર) અપાયેલ એક સાંકેતિક-પ્રવચન
(કિંમત : 10 રૂપિયા) 34. સંપૂર્ણ પ્રવચન (ભાગ 1, 2 તથા 3)
ક્રાન્તિકારી સંત દ્વારા સન્ 1993થી 2002 સુધીનાં અપાયેલાં પ્રવચનોનો મહાસંગ્રહ એક હજારથી વધુ પાનામાં અત્યાર સુધીના પ્રકાશિત બધાં જ પ્રવચન-પુસ્તકોનો સમાવેશ. એક દુર્લભ અને સંગ્રહણીય પ્રકાશન.
(કિંમત : 375 રૂપિયા) 35. અહિંસા-મહાકુંભ (માસિક મેગેઝીન). મુનિશ્રીના વિચારોનું પ્રતિનિધિ મેગેઝીન
(આજીવન 1100 રૂપિયા) (ત્રિવાર્ષિક ફી : 300 રૂપિયા)
તમે પણ વાંચો, બીજાને પણ વંચાવો તમારી માગણી તરત જ મોકલો
ડાક તથા વી.પી.પી. દ્વારા સાહિત્ય મોકલવાની સગવડ ઉપલબ્ધ છે. ટપાલ-ખર્ચ અલગ થશે. મનીઓર્ડર અથવા ડ્રાફટ “અહિંસા-મહાકુંભ', ફરીદાબાદના નામે મોકલવા.
સાહિત્ય મેળવવા માટેનું સંપર્ક-સૂત્ર હિન્દી
હિન્દી/ગુજરાતી મુકુલ જૈન, સંપાદક - “અહિંસા-મહાકુંભ' મુનિશ્રી તરુણસાગર સાહિત્ય વિતરણ કેન્દ્ર 196, સેકટર-18, ફરીદાબાદ (હરિયાણા) ૧૦૬, અણહિલ કોમ્પલેક્સ, ફોન : 0129-5262549
સિટી સેન્ટરની પાછળ,
સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ. ફોન : 079-6438585
Page #125
--------------------------------------------------------------------------
________________
સ્વાધ્યાય-ચિંતન
Page #126
--------------------------------------------------------------------------
________________
સ્વાધ્યાય-ચિંતન
Page #127
--------------------------------------------------------------------------
________________
ક્રાંતિકારી સંત પુનિશ્રી તરુણાસાગરજી
પૂર્વ નામ : શ્રી પવનકુમાર જૈન જન્મ તારીખ : ૨૬ જૂન, ૧૯૬૭, ગામ : ગુંહચી
(જિ. દમોહ) મધ્યપ્રદેશ માતા-પિતા
મહિલારત્ન શ્રીમતી શાંતિબાઈ જૈન અને
શ્રેષ્ઠ શ્રાવક શ્રી પ્રતાપચન્દ્રજી જૈન લૌકિક શિક્ષણ : માધ્યમિક શાળા સુધી ગૃહત્યાગ : ૮ માર્ચ, ૧૯૮૧ ક્ષુલ્લક દીક્ષા : ૧૮ જાન્યુઆરી, ૧૯૮૨, અકેલતરા
(છત્તીસગઢ)માં મુનિ-દીક્ષા : ૨૦ જુલાઈ, ૧૯૮૮, બાગીદૌરા
(રાજસ્થાન) દીક્ષા ગુરુ ' : યુગસંત આચાર્ય પુષ્પદંતસાગરજી મુનિ લેખન બહુચર્ચિત કૃતિ : મૃત્યુ-બોધ માનદ-ઉપાધિ : પ્રજ્ઞા-શ્રમણ' : આચાર્યશ્રી પુષ્પદંત દ્વારા
અપાયેલ. ખ્યાતિપ્રાપ્ત નામ : ક્રાંતિકારી સંત કીર્તિમાન
આચાર્ય ભગવંત કુંદકુંદ પછી છેલ્લાં બે હજાર વર્ષોના ઇતિહાસમાં માત્ર ૧૩ વર્ષની ઉંમરમાં જૈન સંન્યાસ ધારણ કરવાવાળા પ્રથમ યોગી. રાષ્ટ્રના પ્રથમ મુનિ જેમણે દિલ્હીના લાલ કિલ્લા પરથી સંબોધન કર્યું.
જી.ટી.વી.ના માધ્યમથી ભારત સહિત ૧૨૨ દેશોમાં “મહાવીર-વાણી’ના વિશ્વ વ્યાપી પ્રસારણની ઐતિહાસિક શરૂઆત
કરવાનું પ્રથમ શ્રેય. મુખપત્ર
અહિંસા-મહાકુંભ (માસિક) આંદોલન : કતલખાનાં અને માંસ-નિકાસના
વિરોધમાં સતત અહિંસાત્મક રાષ્ટ્રીય
આંદોલન, સન્માન : ૬ ફેબ્રુઆરી, ૦૨ના રોજ મધ્યપ્રદેશ
શાસન દ્વારા ‘રાજ કીય અતિથિ'નું સન્માન, ૨ માર્ચ, ૨૦૦૩ ના રોજ ગુજરાત સરકાર દ્વારા ‘રાજકીય અતિથિ'નું
સન્માન. સાહિત્ય : ત્રણ ડઝનથી વધારે પુસ્તકો ઉપલબ્ધ
અને દર વર્ષે લગભગ બે લાખ નકલોનું
પ્રકાશન. રાષ્ટ્રસંત ; મ.પ્ર. શાસન દ્વારા ૨૬ જાન્યુઆરી,
૨૦૦૩ માં દશહરા મેદાન, ઇન્દોરમાં. સંગઠન
: તરુણ ક્રાંતિ મંચ. કેન્દ્રીય કાર્યાલય
દિલ્હીમાં. દેશભરમાં શાખાઓ. પ્રણેતા
તનાવ મુક્તિનો અભિનવ પ્રયોગ ‘આનંદ
યાત્રા” કાર્યક્રમના પ્રણેતા ઓળખ
દેશમાં સૌથી વધારે સંભળાતા અને વંચાતા દિલ અને દિમાગને ઝંઝોડનારાં અદ્ ભુત પ્રવચન પોતાની આગવી વિશિષ્ટ પ્રવચન. શૈલી વિશે દેશભરમાં
વિખ્યાત જૈન મુનિના રૂપમાં ઓળખાણ. મિશન
ભગવાન મહાવીર અને તેમના સંદેશ
‘જીઓ ઔર જીને દો' નો વિશ્વવ્યાપી પ્રચાર પ્રસાર તથા ‘જીવન ને કી કલા’નું
પ્રશિક્ષણ
Page #128
--------------------------------------------------------------------------
________________ ક્રાંતિકારી સંત મુનિશ્રી તરુણસાગરજી | સમસ્ત જૈન સમાજને અપીલ કરી રહ્યો છું કે હજી પણ સમય છે. પોતે સાવધ થાવ અને તમારી આ પેઢીને સાવધ કરો. મને નજીકના ભવિષ્યમાં જૈન સમાજના માથે ભયના વાદળ ઘેરાતાં નજરે પડે છે. મહાવીર સ્વામીના મોક્ષ બાદ આ 2500 વર્ષોના ઇતિહાસમાં જૈન સમાજ અનેકવાર વહેંચાયો છે અને આ ભાગલા ક્યારેક દિગમ્બર જૈન અને શ્વેતામ્બર જૈનના નામથી થયા, તો ક્યારેક તેરાપંથી જૈન અને બીસપંથી જૈનના નામે થયા. આ ભાગલા ક્યારેક સ્થાનકવાસી જૈનના નામે અને મૂર્તિપૂજક જૈનના નામે થયા તો ક્યારેક મુનિભક્ત જૈન અને સોનગઢી જૈનના નામથી થયા. આ રીતે મહાવીરની મોક્ષપ્રાપ્તિ પછી જે ભાગલા પડ્યા તે પૂજા-પદ્ધતિ અને ક્રિયાકાંડના આધારે જ થયા. તેને મહાવીરના જીવન અને દર્શન સાથે ઘટેલી દુર્ઘટના તો કહી શકાય, પરંતુ હવે જે ભાગલા પડશે તે દિગમ્બર જૈન અને શ્વેતામ્બર જૈનના નામે નહીં, સ્થાનકવાસી જૈન અને મૂર્તિપૂજક જૈનના નામે નહીં, તેરાપંથી અને બીસપંથીના નામે નહીં, પરંતુ આ ભાગલા ‘શાકાહારી જૈન’ અને ‘માંસાહારી જૈન” ના નામે થશે. જો એવું બન્યું તો યાદ રાખજો : પાર્શ્વનાથે તો કમઠને માફી આપી હશે પરંતુ મહાવીર આપણને કોઈપણ શર્ત માફ નહીં કરે, તો For Private & Persson