________________
આદત ગમે તેવી હોય, ખરાબ છે. મંદિર જવું, મંત્ર-જાપ કરવા, સત્સંગ સાંભળવો-તેને પણ આદત ન બનવા દેતા કારણકે જે દિવસે તે આદત બની જશે તે પછી જીવનમાં પરિવર્તનની કોઈ શકયતા નહીં રહે. જો ચા પીવી એ તમારી
આદત બની ગઈ છે તો તે દારૂ પીવા જેટલી ખતરનાક છે અને જો દારૂ પીવો આદત ન હોય, ફક્ત શોખથી પીતા હો તો તે ચા પીવા સમાન છે. કારણકે હજી પણ તમારી જાત પર માલિકી ચાલુ છે દારૂ માલિક થઈને પીવો તો બહુ ખતરનાક નથી,
તેના ગુલામ થયા એટલે ગયા કામથી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org