________________
સફળ જીવનનું પ્રેરક સૂત્ર છે – “નાનાને જોઈને જીવો, મોટાને જોઈને આગળ વધો, સત્કાર્ય માટે પ્રયત્ન કરો અને ખરાબ માટે તૈયાર રહો.” તમારી પાસે સ્કૂટર હોય તો તમારી નજર નાની સાઇકલ પર રાખજો,
મોટી કાર પર નહીં. બસ તમે સુખી રહેશો. મોટા પાસેથી આગળ વધવાની પ્રેરણા લેજો કારણકે દુનિયામાં જે મહાપુરુષ છે તે ફક્ત પૂજન માટે નથી,
પ્રેરણા પ્રાપ્ત કરવા માટે પણ છે. સારા માટે પ્રયત્ન કરજો કારણકે પ્રયત્ન કયારેય નિષ્ફળ નથી જતો અને ખરાબ માટે તૈયાર રહેજો કારણ કે પુત્ર ગમે ત્યારે મોઢું ફેરવી શકે છે,
દોસ્ત ગમે ત્યારે સાથ છોડી શકે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org