________________
મોટો માણસ એ નથી કે જેની પાસે અનેક નોકર ચાકર, ઘોડા-ગાડી અને બંગલા છે, પણ મોટો માણસ એ છે કે જે કોઈનો કરજદાર નથી. તે જેટલું કમાય છે તેનાથી જ સંતુષ્ટ રહે છે. મોટો માણસ તે છે, જેનું આરોગ્ય
સારું છે અને જે પોતાનું કામ પોતે કરી લે છે. મોટો માણસ એ છે જે જરૂરિયાતવાળાઓની સેવા માટે તૈયાર રહે છે અને કોઈ ગરીબોનો હક છિનવી લેતો નથી.
મોટો માણસ તે છે જે કઠિન પરિસ્થિતિમાં પણ હસતો રહે છે અને તેને કોઈ ઉદાસી ઉદાસ કરી શકતી નથી. મોટો માણસ તે છે જેને ઓશિકા પર માથું રાખતાં જ ઊંઘ આવી જાય છે અને સવારે ઊઠવા માટે કોઈ
એલાર્મની જરૂર નથી પડતી.
02
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org