________________
મર્મને ભેદતા મુનિ
યુવા દિગંબર જૈન મુનિ તરુણસાગર મહાવીરનો સંદેશ જૈનેતર લોકો સુધી પહોંચાડવા માટે ભાવનાત્મક ભાષણ શૈલી, આધુનિક માધ્યમો અને ઉત્તેજિત કરવાવાળા મુદાઓનો સહારો લે છે.
- નિરજ મિશ્ર, ભોપાલ તેમની રીત ભાત એકદમ અલગ છે. કશકાય દિગંબર જૈન મુનિ ફક્ત ચશ્મા પહેરે છે અને મૃદુભાષી છે, પરંતુ શ્રોતાઓ સમક્ષ તેઓ ગર્જના કરે છે. તેઓ રાજનીતિક તંત્ર, માંસનો વેપાર અને જૈન ધર્મમાં કટ્ટરતાની વિરુદ્ધ બોલે છે. મુનિ તરુણસાગર કહે છે, “હું ભગવાન મહાવીરને જૈનોના કબજામાંથી છોડાવવા ઇચ્છું છું. મેં તેમના મંદિરોમાં પ્રવચન કરવાનું છોડી દીધું છે. હું મહાવીર અને કબીરની જેમ લોકો સાથે ચોક (ચોરાહ)માં તેમની ભાષામાં વાત કરું છું'' મહાવીરનો સંદેશ જૈનો સિવાયના લોકો સુધી પહોંચાડવા માટે તેઓ કોઈ તક કે માધ્યમ ગુમાવવા નથી માગતા. ૩૬ વર્ષની ઉંમરમાં તેઓએ ત્રણ ડઝને પુસ્તકો લખ્યાં છે, જેની ત્રણ લાખથી વધુ નકલો વેચાઈ ચૂકી છે. તેઓ ટીવી પર પ્રવચન આપે છે જેને ૧૨૨ દેશોના લોકો સાંભળે છે. તેમના તરણ ક્રાન્તિ મંચની છે ગાડીઓ છે જે લોકોને તેમની ઓડિયો કેસેટ, સાહિત્ય અને તસવીરો વેચે છે. તેમના પ્રવચનોની દસ લાખ કેસેટ વેચાઈ ચૂકી છે. દેશના મધ્ય અને પશ્ચિમ વિસ્તારમાં તેમનો ખાસ્સો પ્રભાવ છે. વડાપ્રધાન વાજપેયીએ લાલ કિલ્લામાં શાકાહાર પરનું તેમનું ભાષણ સાંભળ્યું અને વચન આપ્યું કે ડબાબંધ શાકાહારી ખાદ્ય પદાર્થો પર લીલા રંગનું નિશાન લગાવવાનું ફરજિયાત કરાશે તેના પર અમલ પણ થયો. તરુણસાગરજીએ શાંતિપૂર્ણ, એકરૂપતાવાળી કંટાળાજનક શૈલીના સ્થાને ઉગ્ર લાગતી ભાવનાત્મક ભાષણ શૈલી અપનાવી છે. તેમના ગળાની નસો ફૂલી જાય છે, શરીર પરસેવામાં નાહી જાય છે, ત્યારે તેઓ પોતાનો સ્વર ધીમો કરે છે અને ક્યારેક તેઓ મનોરંજક ટૂચકાઓથી પણ તેમની વાત પૂરી કરે છે. તેઓ કહે છે, “લોકોએ તીર્થાટન માટે મથુરા, કાશી અને પાર્શ્વનાથ નહીં પરંતુ કસાઈવાડે જવું જોઈએ, ત્યાં ભેંસોને કાપતા અને તેમની ખાલ કાઢતા જોઈ અંતર આત્મા કાંપી ઊઠશે.'' તેમનું માનવું છે કે સ્મશાન શહેરની બહાર નહીં પરંતુ વસતિમાં હોવું જોઈએ જેથી લોકોને હંમેશા યાદ રહે કે મૃત્યુ જ અંતિમ સત્ય છે. તેઓ કહે છે, “આધ્યાત્મિક ગુરુઓને પણ સંસદમાં બોલાવવા જોઈએ. સંસદમાં ખતરનાક લોકોનો જમાવડો છે, જેમને સામાન્ય લોકોની સરખામણીમાં અનેકગણા વધુ માર્ગદર્શનની જરૂર છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org