________________
. તમે ઈચ્છતા હો કે મર્યા પછી તમને ભુલાવી દેવામાં ન આવે તો બેમાંથી કોઈ એક કામ જરૂર કરજો. કાં તો વાંચવાલાયક કશું લખી કાઢો અથવા તો લખવા લાયક કશુંક કરી નાખો. દુનિયામાં કોઈપણ માણસને કાં તો પોતાના કૃત્યો માટે યાદ કરવામાં આવે છે અથવા તો પોતાની બહુ કિંમતી | મૂલ્યવાન કૃતિઓ માટે. જે વ્યક્તિ સમયના પ્રવાહ સાથે ચાલતો રહે છે, તેને ઇતિહાસ સમયની સાથે ભુલાવી દે છે. પણ, કે વ્યક્તિ સમયના પ્રવાહને વળાંક આપે છે, ઇતિહાસ પણ તેને સાથે લઈ લે છે. ગંગોત્રીથી ગંગાસાગરની યાત્રા તો મડદું પણ કરી શકે છે. ભુજાઓનું બળ તો ગંગાસાગરથી
ગંગોત્રીની યાત્રા સમયે જ કસોટી પામે છે.
59.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org