________________
પશુમાંસની નિકાસ દેશની અર્થવ્યવસ્થાનું ખૂન કરવા બરાબર છે. માંસની નિકાસ ભારતની ઋષિ-કૃષિની
પરંપરાના માથા પર એક કાળી ટીલી સમાન છે. સરકાર માંસની નિકાસ તાત્કાલિક બંધ કરે અને જો તેના લીધે તેમને કોઈ ખોટ જતી હોય તો અમે સંત-મુનિ
અમારા ભક્તો દ્વારા તે પૂરી કરાવશું. દેશમાંથી નિકાસ જ કરવી હોય તો કરુણા અને અહિંસાની
નિકાસ કરો, દૂધ અને ઘીની નિકાસ કરો અને જો તે શક્ય ન હોય તો દેશમાં જેટલા પણ ભ્રષ્ટ નેતા છે, તેમને જ નિકાસ કરી દેવા જોઈએ તો આ દેશ આપોઆપ જ ભ્રષ્ટાચારથી મુક્ત થઈ જશે.
51
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org