________________
ગુસ્સો અને જીદ - આજે જીવનમાં આ બે જબરજસ્ત
ખરાબી છે. પુરુષ ગુસ્સાથી પરેશાન છે તો
મહિલાઓ જીદથી દુઃખી છે.
હું કહું છું : ભાઈઓ ગુસ્સો થોડો ઓછો કરી નાખે અને મહિલાઓ જીદ ક૨વાનું ટાળે
તો નર્ક બનેલું આ જીવન આજે અને અત્યારે સ્વર્ગ બની જાય. જીદ એક એવી દીવાલ છે,
જો તે પતિ-પત્ની, પિતા-પુત્ર, સાસુ-વહુ વચ્ચે આવી જાય તો પછી આ દીવાલ તોડવી મુશ્કેલ છે. આ દીવાલ તો તૂટતી નથી, સંબંધો જરૂર તૂટી જાય છે, હા, જીદ ક્રોધની લાડકી બહેન છે, બંને ભાઈ-બહેનમાં ખૂબ જ પ્રેમ છે.
Jain Education International
71
For Private & Personal Use Only
www.jainelibrary.org