________________
ચાલતા રહેવું સંત જીવનનો ક્રમ છે. સંત એક સ્થળેથી ચાલે છે અને અન્ય સ્થળે પહોંચે છે.
પરંતુ આ ચાલવા અને પહોંચવામાં એક ઘટના ઘટે છે જે સંતના મહત્ત્વને દર્શાવે છે અને તે ઘટના છે કે સંત જ્યાંથી ચાલ્યા જાય છે ત્યાં બધું “સુનું સુનું' થઈ જાય છે અને જ્યાં પહોંચે છે - ત્યાં બધું “સોનું સોનું થઈ જાય છે. સંત અને સંસારીમાં એટલો જ તફાવત છે કે સંસારીનું મન ક્યાંય નથી ટકતું અને સંતના પગ ક્યારેય ક્યાંય નથી ટકતા. વહેતું પાણી અને
ચાલતો સંત હંમેશાં પવિત્ર હોય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org