________________
જૈન ધર્મ પોતે તો ‘જબરદસ્ત’ છે, પણ તે કોઈની સાથે
જબરદસ્તી (બળજબરી) કયારેય નથી કરતો. આ
ધર્મને સમજવા ભાવુકતા નહીં, ભાવ જોઈએ . વ્યવહારમાં અહિંસા, વિચારોમાં અનેકાંત અને જીવનમાં અપરિગ્રહ - આજ જૈન ધર્મ છે. જૈન ધર્મનો સાર જો એક શબ્દમાં કહેવો હોય તો તે છે - વીતરાગતા. જૈન ધર્મમાં વ્યક્તિની નહીં, વ્યક્તિત્વની પૂજાની પ્રેરણા છે. આ ધર્મ તેના અનુયાયીને માત્ર ભક્ત બનાવીને નથી રાખતો, પણ તેમને પોતાને ભગવાન બનવાની શિખામણ આપે છે. જૈન ધર્મ હીરો છે પણ દુર્ભાગ્ય છે કે, આજે તે કોલસા વેચનારાઓના હાથોમાં આવી ગયો છે.
Jain Education International
86
For Private & Personal Use Only
www.jainelibrary.org