________________
ગરીબ એ નથી જેની પાસે રોટી, કપડાં અને મકાન
નથી, પણ તે છે જેને સંતોષ નથી અને જેનું મન ગરીબ છે. એક મજૂરને જુઓ, તે બે રોટી ખાય છે, પાણી પીવે છે અને ફૂટપાથ ૫૨ ઘસઘસાટ સૂવે છે. બીજી તરફ તે ધનવાનને જુઓ, જે ૧૦ લાખની ગાડીમાં ફરે છે, એરકંડિશન બંગલામાં રહે છે પણ રાત્રે
તેને ઊંઘ નથી આવતી. આખી રાત પડખાં ફેરવતો રહે છે. હવે ગરીબ કોણ છે અને અમીર કોણ છે ? તમે જ નિર્ણય કરો. આમ તો દુનિયામાં બે જ ગરીબ છે. એક બકરી જેની સામે કસાઈ તેના બચ્ચાને હલાલ કરી નાખે છે અને બીજી તે વિધવા જેનું બાળક તાવમાં તપે છે અને તે આંખમાંથી આંસુ વહાવે છે.
Jain Education International
97
For Private & Personal Use Only
www.jainelibrary.org