________________
આજ આપણા જીવનમાંથી હાસ્ય એવી રીતે ગાયબ થઈ ગયું છે જેમ ચૂંટણી જીત્યા પછી નેતા ગાયબ થઈ જાય છે. આરોગ્ય માટે જેટલું હસવું જરૂરી છે તેટલું રોવું પણ
જરૂરી છે. તે આંખ જ શું જેમાં ક્યારેય આંસુ ન છલકે અને તે મુખે જ શું જેના ઉપર હાસ્ય ન હોય.
આજે આપણા હદય અને દિમાગ એટલે ભારે થઈ ગયાં છે કે આપણે હસવાનું અને રોવાનું બંધ કરી દીધું છે. હું કહું છું : હસવું આવે તો હસી લો. તેનાથી
ફેફસાં ખૂલી જાય છે અને રોવું આવે તો રોઈ લો તેનાથી આંખો સાફ થઈ જાય છે. પરંતુ વિડંબના એ છે કે
આપણે આપણું હાસ્ય કાં તો ફેફસાંમાં બંધ કરી રાખ્યું છે કાં તો પછી કોઈ બેંકમાં એફ ડી. કરાવીને રાખ્યું છે.
105
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org