________________
તમે ભલે ગાળનો જવાબ તમાચાથી, તમાચાનો
જવાબ લાતથી અને લાતનો જવાબ એ.કે.-૪૭થી આપો. કાંઈ વાંધો નથી – જેવી તમારી મરજી. પણ તમારી મરજી સાથે મારી પણ એક
અરજ છે કે તમે ક્રોધ અને ગાળનો જવાબ તરત ન આપો. થોડી રાહ જુઓ , બસ દસ મિનિટ ધીરજ રાખો. ક્રોધ અને ગાળનો જવાબ દસ મિનિટ પછી આપો. આ દસ મિનિટમાં ક્રોધના કારણો અને પરિણામો પર
વિચાર કરી લો અને પછી યોગ્ય લાગે તો જવાબ આપો. હકીકતમાં સચ્ચાઈ એ છે કે, દસ મિનિટ પછી ક્રોધનો જવાબ તમે ક્રોધથી આપી જ નહીં શકો,
કારણકે ક્રોધ તો ક્ષણિક ગાંડપણ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org