________________
દીન દેવું ઉધાર દેવા સમાન છે. દેવાનું શીખો કારણ કે
જે દે છે તે દેવતા છે અને જે સંગ્રહે છે તે રાક્ષસ છે. જ્ઞાની તો ઇશારાથી જ આપવા માટે તૈયાર થઈ જાય છે પણ નિમ્ન કોટીના લોકો શેરડીની જેમ પિલાયા પછી જ દેવા માટે રાજી થાય છે. જ્યારે તમારા મનમાં દેવાનો ભાવ આવશે ત્યારે સમજવું કે પુણ્યનો ઉદય થયો છે.
તમારા જીવતે જીવ કંઈક દાન આપો કારણકે જે આપવામાં આવે છે તે સોનું બની જાય છે અને જે બચાવેલું હોય છે તે માટી થઈ જાય છે. ભિખારીએ પણ મીખમાં મળેલી રોટલી ત્યારે જ ખાવી જોઈએ જ્યારે તેનો એક ટુકડો કીડી-મકોડાને નાખી દે. જો તે આમ નહીં ક૨ે તો સાત જન્મો સુધી તે ભિખારી જ રહેશે.
Jain Education International
93
For Private & Personal Use Only
www.jainelibrary.org