________________
પહેલાં લોકો ઘડિયાળ પહેરતા ન હતાં, તેમ છતાં તેમનું જીવન સમયબદ્ધ હતું. તેમનું સૂવાનું જાગવાનું, ખાવા-પીવાનું, બધું સમય પર થતું હતું. તેનાથી વિપરિત આજે દરેક ઘર અને દરેક હાથમાં
ઘડિયાળ છે, તેમ છતાં માણસની દિનચર્યા એકદમ અસ્ત-વ્યસ્ત છે. આજે માણસના કાંડામાં બાંધેલી ઘડિયાળ માત્ર શોભાની વસ્તુ બનીને રહી
ગઈ છે, હકીકતમાં ઘડિયાળ માણસને પળે પળે ચેતવે છે કે, જિંદગી પળ-બે પળથી વધુ નથી. આથી તું શાંત ચિત્તથી, ઘડી- ભર બેસી પ્રભુનું સ્મરણ કરી લે, નહીંતર હાથની ઘડિયાળ હાથમાં બંધાયેલી રહી જશે અને જીવનની ઘડી સમાપ્ત થઈ જશે.
08
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org