________________
જિંદગીને સ્વર્ગ બનાવવાની ઇચ્છા હોય તો પતિ અને પત્ની, સાસુ અને વહુ, પિતા અને પુત્ર એ પરસ્પર
એ સમજૂતી કરવી પડશે કે જો એક આગ બનશે, તો બીજો પાણી બની જશે. તમારા ઘરોમાં થોડા પાણીની વ્યવસ્થા રાખો, કારણ કે ખબર નહીં
ક્યારે કોના હૃદયમાં ક્રોધની આગ ભડકે ઉઠે. ક્રોધ આગ છે. તમારા ઘરોમાં સહનશીલતા અને શાંતિનું જળ તૈયાર રાખો. ખબર નહીં, ક્યારે
તમારું ઘર ક્રોધની જ્વાળામાં લપેટાઈ જાય. ધ્યાન રાખો : પતિ ક્યારેક આગ બને તો પત્ની પાણી બની જાય અને પત્ની ક્યારેક અંગાર બને તો
પતિ જળધાર બની જાય.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org