________________
રામ અને કૃષ્ણ બંને મહાપુરુષ છે, પણ બંનેના
જીવનમાં પાયાનો તફાવત એ છે કે, રામ એકદમ સીધા અને સરળ છે, જ્યારે કૃષ્ણ કઠિન અને ગૂઢ છે. રામનું નામ પણ સરળ છે, સ્વભાવ પણ સરળ
છે અને ચરિત્ર પણ સરળ છે જ્યારે કૃષ્ણનું નામ, સ્વભાવ અને લીલા ત્રણેય કઠિન છે. રામ-રામ જપવાથી તમને કષ્ટ નહીં થાય પરંતુ કૃષ્ણ-કૃષ્ણ જપવાથી
જડબા દુખવા લાગશે. રામનું જીવન અને કૃષ્ણનું કથન તમારા માટે અનુકરણીય છે. રામે જે કર્યું તે તમારે કરવાનું છે અને કૃષ્ણ જે કહ્યું કે તમારે કરવાનું છે. કૃષ્ણ જે કર્યું તે તમે નહીં કરતા,
નહીં તો તમારા માથે જતાં પડશે.
(91
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org