________________
તમે સાંભળ્યું હશે કે, ઈશ્વરની મરજી વગર એક પાંદડું પણ હલતું નથી. પણ હું કહું છું કે, તમારા હલ્યા વગર
પણ એક પાંદડું હલતું નથી. ઈશ્વરની આ મરજીના નામે આજે દુનિયામાં મોટાં-મોટાં પાપ અને સંગીન અપરાધ થઈ રહ્યા છે. એક માણસ દારૂ
પીવે છે, તેને પૂછો : તું આવું શું કામ કરે છે? તો તે કહે છે : હું ક્યાં કરું છું, આ તો બધી ઉપરવાળાની
મરજી છે. બધું તેની મરજીથી થઈ રહ્યું છે. હું કહું છું : ઉપરવાળાની મરજીથી કંઈ થતું નથી. જે
થાય છે તે તમારી મરજીથી થાય છે. આ “ઉપરવાળા'ના નામ પર “નીચેવાળા' એ
દુનિયાને નરક બનાવી દીધી છે.
૪૬),
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org