________________
તમારી પાસે નોટ માગવા નથી આવ્યો . ‘વોટ’ અને ‘સપોર્ટ’ માગવા પણ નથી આવ્યો. હું તમારી પાસે માત્ર તમારી ‘ખોટ’ માગવા આવ્યો છું. એ ખોટ, જે તમને રાત્રે સૂવા નથી દેતી. એ ખોટ, જે તમને દયાને પાત્ર બનાવે છે. એ ખોટ, જે તમારાં માબાપને, તમારી પત્ની અને બાળકોને માથું ઊંચકીને ચાલવા નથી દેતી. હું મુનિ તરુણસાગર તમારા હૃદયના દરવાજા ૫૨ ઝોળી ફેલાવીને ઊભો છું. મારી આ ઝોળીમાં જીવનની તમામ ખોટ અને બુરાઈઓ નાખી દો અને તમારા જીવનનું અસલી સ્વર્ગ મેળવી લો. બસ આ જ મારી ગુરુદક્ષિણા હશે.
Jain Education International
77
For Private & Personal Use Only
www.jainelibrary.org