________________
બાળકોના પગ ચંચળ હોય છે.
યુવાન વ્યક્તિનું રોમ-રોમ ચંચળ હોય છે અને ઘરડા માણસની જીભ ચંચળ હોય છે. ઘરડા માણસે સંભાળીને બોલવું જોઈએ. પોતાનાં પુત્ર -પુત્રવધૂને બિનજરૂરી સલાહ આપવી ન જોઈએ. ઘ૨ડા માણસે તેમના મુખમાંથી કાં તો આશીર્વાદના શબ્દ બોલવાં જોઈએ અથવા તો મૌન રહેવું જોઈએ.
તમારાં પુત્ર-પુત્રવધૂ, પૌત્ર-પૌત્રી કંઈપણ સારું કરે તો તેમને શાબાશી આપો. વારંવાર ટોકો નહીં.
કહો – ઘણું સારું બેટા ! તારી પાસે આ જ આશા હતી. હંમેશાં ખુશ રહે. વડીલો ! તમે આવું કરશો તો તમારું ઘડપણ સુખથી પસાર થશે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org