________________
મને મારા પ્રવચનોમાં માખીઓ નહીં, ૫૨વાના જોઈએ છે.
પરવાના તે હોય છે, જે શમા પર આવે
,
તો જાન આપી દે છે પણ પાછા નથી જતા. માખીઓનું શું ? તે આવે છે, ગણગણે છે અને ચાલી જાય છે. મને એવા શ્રોતાઓ પસંદ છે. જે સત્સંગમાં પોતાને મિટાવી દેવા રાજી હોય, પોતાના અહમ્ અને દંભને ન્યોચ્છાવર કરી દેવા રાજી હોય. મારે ઘેટાં અને બકરાં જેવા શ્રોતાઓ નથી જોઈતા. મારે જીવંત શ્રોતા જોઈએ છે કારણકે ચાર જીવંત શ્રોતા અને હજાર મૃતપ્રાય શ્રોતા એકસમાન હોય છે. જીવંત શ્રોતા તે છે જે ફક્ત સાંભળવા ખાતર જ નથી સાંભળતા પણ પોતાને સમૂળગા બદલવા માટે સાંભળે છે.
Jain Education International
83
For Private & Personal Use Only
www.jainelibrary.org