________________
કોઈની અર્થીને માર્ગ પરથી પસાર થતી જોઈને એમ ન કહેતા કે બિચારો ગુજરી ગયો. પરંતુ તે અર્થીને જોઈને એમ વિચારવું કે એક દિવસ મારી અર્થી પણ આ માર્ગ પરથી
આમ જ પસાર થશે અને લોકો માર્ગની બંને ત૨ફ ઊભા રહી જોતા રહી જશે. તે અર્થીથી પોતાના મોતનો બોધ લેવો કારણ કે બીજાનું મોત તમારા માટે એક પડકાર છે. અર્થી ઊઠતાં પહેલાં જીવનનો અર્થ સમજી લેવો નહીં તો ભારે અનર્થ થઈ જશે. આમ પણ ગધેડાને તો ક્યારેય નથી લાગતું કે તેનું જીવન વ્યર્થ છે.
Jain Education International
79
For Private & Personal Use Only
www.jainelibrary.org