________________
દિલ્હીની સફર કરવી હોય તો કેટલી બધી તૈયારી કરો છો અને મોત માટે? મોતની સફર પણ બહુ લાંબી છે. આ સફરમાં અંધારભર્યા માર્ગોમાંથી પસાર થવું પડે છે
અને માર્ગમાં ડાબી-જમણી તરફ વળવાના કોઈ નિશાન હોતાં નથી અને કોઈ વળાંક પર લાલ-લીલી બત્તી હોતી નથી. આટલું જ નહીં, ચીસો પાડવા છતાં
કોઈ સાંભળવાવાળું હોતું નથી. તમારા ઘરમાં અન્નના ભલેને ભંડાર ભર્યા હોય, પણ ત્યાં સફરમાં લોટની એક ચપટી પણ સાથે લઈ જઈ શકાતી નથી. આકરી ગરમીમાં જીવ સૂકાય છે પણ લીમડાનું એક પાંદડું પણ માથું ઢાંકવા નથી મળતું. સંકટની આ ઘડીમાં
માત્ર ભગવાનનું નામ જ સહારો હોય છે.
10
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org