________________
મનુષ્યની ચૂસવાની ટેવ ઘણી જૂની છે. જ્યારે તે પેદા થયો ત્યારે પેદા થતાં જ માનું સ્તન ચૂસવા લાગ્યો. પછી થોડો મોટો થયો તો અંગૂઠો ચૂસવા લાગ્યો.
તેનાથી વધુ મોટો થયો તો કેરી અને શેરડી ચૂસવા લાગ્યો અને સંપૂર્ણ મોટો થઈ ગયો તો મનુષ્યનું લોહી ચૂસવા લાગ્યો. મચ્છર અને મનુષ્ય બંને
કરડે છે. તેમ છતાં મચ્છરથી મનુષ્ય વધુ ખતરનાક છે. કારણ કે મચ્છર કરડે ત્યારે માત્ર લોહી પીવે છે, પરંતુ મનુષ્ય જ્યારે કરડે છે ત્યારે આખા ખાનદાનને પી જાય છે. મનુષ્યને જો ઊંચું ઊઠવું હશે તો ચૂસવા અને કરડવાની ટેવ છોડવી પડશે
13
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org