________________
સ્મશાન ગામની બહાર નહીં પરંતુ શહે૨ની વચ્ચે ચા૨ ૨સ્તા પર હોવું જોઈએ. સ્મશાન એ સ્થળે હોવું જોઈએ જ્યાંથી માણસ દિવસમાં દશવાર પસાર થાય છે. તેથી જ્યારે જ્યારે તે ત્યાંથી પસાર થાય તો ત્યાં સળગતી લાશો અને અર્ધબળેલ મુડદાઓ જોઈ તેને પણ પોતાના મૃત્યુનો ખ્યાલ આવી જાય. અને જો એવું બને તો દુનિયાનાં એંશી ટકા પાપ અને અપરાધ આપોઆપ ખતમ થઈ જાય.
આજનો માનવી ભૂલી ગયો છે કે
કાલે તેને મરવાનું છે. તમો કહો છો જરૂ૨ કે એક દિવસ બધાને મ૨વાનું છે, પરંતુ એ મરવાવાળાઓમાં તમે તમારી જાતને ક્યાં ગણો છો ?
Jain Education International
50
For Private & Personal Use Only
www.jainelibrary.org