________________
જીવવું હોય તો સંપૂર્ણ જીવો અને મરવું હોય તો પૂરા મરો કારણ કે જે અડધો જીવતો અને અડધો મરેલો આદમી છે તે
તો ધોબીના એ ગધેડા જેવો છે જે ઘરનો પણ નથી હોતો અને ઘાટનો પણ. આપણામાંથી ઘણા લોકો દિવસમાં
કામના સમયે સૂવે છે અને રાત્રે જ્યારે આરામનો સમય હોય છે ત્યારે ગામ આખાની પંચાત કરતા હોય છે. હું પૂછું છું : શું આ યોગ્ય છે? આજે આપણે ન તો જાગૃત અવસ્થા પર નિયંત્રણ છે ન તો ઊંઘ પર. હવે આપણે ઊંઘવા માટે ગોળી ખાવી પડે છે અને ઊઠવા માટે
એલાર્મ મૂકવો પડે છે. ભારત જેવા ધર્મપ્રાણ દેશ માટે આ કોઈ
શુભ - સંકેત નથી.
52
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org