________________
આલુ -બડા (બટાકાવડા), મિર્ચી-બડા (મિર્ચીવડા), દહીં –બડા (દહીંવડા)ની જેમ આજકાલ એક નવા ‘બડા’ (વડા)નું નામ સમાજમાં આવ્યું છે અને તે છે – મૈ બડા (હું મોટો) ગૃહસ્થ કહે છે મૈ બડા (હું મોટો) સાધુ કહે છે – મૈ બડા (હું મોટો). મારું કહેવું છે કે ન તો ગૃહસ્થ મોટો છે ન તો સાધુ પરંતુ જે આ ‘મૈં બડા’ (હું મોટો)ના લફરાથી દૂર ઊભો છે, તે મોટો છે.
ગૃહસ્થ અને સાધુ બન્ને અધૂરા છે કારણ કે બન્ને એકબીજા ઉ૫૨ નિર્ભર છે. ત્રેવીશ કલાક ગૃહસ્થને સાધુની જરૂર પડે છે તો એક કલાક સાધુને પણ (ભોજન સમયે) ગૃહસ્થની જરૂર પડે છે. શ્રાવક અને મુનિ ધર્મ૨થના બે પૈડાં છે અને કોઈ પણ રથ એક પૈડાથી ન ચાલી શકે.
Jain Education International
48
For Private & Personal Use Only
www.jainelibrary.org