________________
દુનિયામાં કેટલીક વસ્તુઓ જલદી ઊગી નીકળે છે પરંતુ
કેટલીક વસ્તુઓ સમય માંગે છે. જો ગાજર-ઘાસ ઉગાડવું હોય તો બે-ચાર દિવસ ઘણા છે. મૌસમી ફૂલ
ઉગાડવાં હોય તો બે-ચાર દિવસથી કામ ન ચાલે, બે-ચાર સપ્તાહ જોઈએ અને એવાં વૃક્ષ ઉગાડવાં હોય
જે સેંકડો વર્ષો સુધી રહે અને જેની નીચે
લાખો-કરોડો લોકોને વિશ્રામ મળે તો એવા વૃક્ષ બે-ચાર સપ્તાહમાં ઊગી નીકળે નહીં, એવાં વૃક્ષ ઉગાડવામાં આખી જિંદગી નીકળી જાય છે અને ક્યારેક ક્યારેક તો એક જિંદગી પણ ઓછી પડે છે. સ્વર્ગ, મોક્ષ અને પરમાત્માનાં વૃક્ષ એવાં જ વૃક્ષ છે.
For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org