Book Title: Jain Shwetambar Conference Herald 1913 Book 09
Author(s): Mohanlal Dalichand Desai
Publisher: Jain Shwetambar Conference
View full book text
________________
૧૮૨
જૈન વેઠ કૅન્ફરન્સ હૈર૯. નાર થઈ પડે એ સ્વાભાવિક છે. પુત્ર ઘણું પ્રિય હોવા છતાં પુત્રને સારી રીતે ઉછેરવાનું જાણપણું ન હોવાના પરિણામે ઘણીએક માતા પિતાના પુત્રના જાયુના દુખનું કારણ થઈ પડે છે. તેવી જ રીતે કોઈપણ સમાજના નાયક-પછી તે ગૃહસ્થ હો વા ત્યાગી છેજે તે નાયકો તે સમાજની ઉન્નતિનું સ્વરૂપ જાણતા ન હોય, જે તેઓએ સમાજની હાલની સ્થિતિ અને લક્ષબિંદુ એ બે બાબતને બારીક અભ્યાસ ન કર્યો હોય, અને હાલની સ્થિતિથી આગળ વધી લક્ષબિંદુએ પહોંચવાને રસ્તે તેઓએ ન જાણે હૈય, તે, તેઓ પિતાના સ્વાધીન મુકાયેલા સમાજને કાંઈ ફાયદો નહિ જ પહોંચાડી શકે, બધે જેઓએ પિતાના ઉદ્ધાર માટે તેમના ઉપર સંપૂર્ણ વિશ્વાસ મૂક્યો હતો તે પિતાના તે વિશ્વાસને ભંગ થયો માને એ દેખીતું જ છે.
તેમજ, જેઓ ઉન્નતિના માર્ગને જાણવા છતાં પિતાના સ્વાધીન વતતા સમાજને તે ભાગે દેરવા અર્થાત ઉન્નતિને રસ્તે કામ કરવા ઉત્સુક ન હોય તેઓ પણ પિતામાં મુકાયેલા વિશ્વાસને સફલ કરનારા ગણી શકાય નહિ.
આથી ફલીત થાય છે કે, દરેક સમાજના ગૃહસ્થ તેમજ ત્યાગી નાયકે (૧) સમાજની હાલની સ્થિતિનું આંતર્ સ્વરૂપ બરાબર પીછાનવું જોઈએ અને તેમાં જણાતા વ્યાધિઓને ઢાંકપીછોડો ન કરતાં ખુલ્લી રીતે તે જાહેર કરવા જોઈએ, (૨) સમાજનું લક્ષબિંદુ (goal) નક્કી ઠરાવવું જોઈએ (અને તેમ કરવા માટે તેમણે બીજા સમાજોની પ્રગતિના કમપર ધ્યાન આપવું જોઈએ), તથા (૩) જે સ્થળે સમાજ ઉભે છે ત્યાંથી લક્ષબિંદુ સુધી પહોંચવા માટે સમાજની સઘળી વ્યક્તિઓને ચલાવવી જોઈએ અને પોતે તેઓની આગળ ચાલવું જોઈએ.
પિતાના સમાજની ઉન્નતિ અથવા પ્રગતિ ઈચ્છનાર દરેક સમાજનિયંતાએ આ ત્રણે બાબતો ધ્યાનમાં લેવાની છે.
હવે આપણે જોઈએ કે જૈન સમાજના નિયંતાઓ અથવા નાયકો આ ત્રણે બાબતો ઉપર કેટલું ધ્યાન આપે છે.
આપણું નાયકે પૈકી કેટલાક ગૃહસ્થ” એટલે “શ્રાવક છે અને કેટલાક ત્યાગી” અથવા સાધુ છે. ગૃહસ્થ નાયક સંબંધે બોલવાનું આ સ્થળ નથી, તથાપિ સંબંધ પરત્વે કહી લઈશું કે, ચાલુ સ્થિતિ વિચારવા જેટલી અવલોકન શક્તિ, દષ્ટિબિંદુ અથવા લક્ષબિંદુ નક્કી કરવા જેટલી દીર્ધદષ્ટિ, પિતે તે દૂરના બિંદુ સુધી ચાલવાની શક્તિ, અને બીજાઓને ત્યાં સુધી દેરી જવા જેટલે હૃદયને નિઃસ્વાર્થ પ્રેમ અથવા સેવાબુદ્ધિ : આ બધી લાયકાત ધરાવનારા નાયકોની, હિંદના બીજા ઘણુંએક વર્ગોની માફક જૈનવર્ગમાં પણ ન્યૂનતા જ જેવાય છે; કહે કે ઘણાખરા નાયક કહેવાતાઓને તે આ બધે વિચાર કરવા જેટલી કુરસદ પણ નથી.
પરંતુ આપણે સાધુવર્ગને કાંઈ કુરસદની અગવડ પડે તેમ નથી. તેઓએ સઘળી ઉપાધિને તિલાંજલિ આપીને “વિચારોની દુનિઓમાં જ પ્રવેશ કર્યો છે-જે પ્રવેશને આપણે “દીક્ષા” કહીએ છીએ. ભૂત, વર્તમાન અને ભવિષ્યપર વિચાર કરવા માટે અને સર્વોત્કૃષ્ટ ભવિષ્ય તરફ ગતિમાન થવા માટે જ એ “દીક્ષા” અથવા એ “પુનર્જન્મ” છે. નિરંતર એક અથવા બીજા રૂપના વિચારવાતાવરણમાં રમવાનું હોવાથી એમનામાં એટલું અંતર્ બળ