Book Title: Jain Shwetambar Conference Herald 1909 Book 05
Author(s): Mohanlal Dalichand Desai
Publisher: Jain Shwetambar Conference
View full book text
________________
૪]
ધર્મનીતિની કેળવણી.
[ જાન્યુઆરી
રાખવાનુ કહેવામાં આવે છે. એ જિનવર કેવા છે ? રાગદ્વેષ અને માહુરહિત છે. આપણને સપૂર્ણ જ્ઞાન નથી, કારણે કમમળથી લેપાયલા છીએ, પણ તેમણે તા કર્મના જય કર્યેા છે અને તેથી 'કેવળજ્ઞાન પામ્યા છે; અને તે પામ્યા પછી જ જગતને તેમણે ઉપદેશ કરેલ છે; માટે તેમના ઉપદેશમાં પર્યાયમાત્ર પણ અસત્ હાવાના સાવ નથી. આવા સકતા હોવાથી પ્રભુ ત્રિભુવનપૂજય થયા છે. આવા દેવમાં શ્રદ્ધા રાખવાનુ' તમને કહેવામાં આવે છે, અને એવા સદ્દેવમાંજ શ્રદ્ધા રાખવી ઘટે છે. આમ સદ્ગુરૂ કાણુ હોઇ શકે તેના દીર્ઘદ્રષ્ટિથી વિચાર કરી તેમનામાં શ્રદ્ધા થવા પછી, એવા સદ્દગુરૂ શ્રી વીતરાગે બતાવેલ માર્ગ જાણી એજ માર્ગ છે. એવા મનમાં નિશ્ચય થાય-જ્ઞાનશ્રદ્ધા થાય એજ દર્શન.
માટે ભગવ'તે અનન્ત સુખ પામવાના જે માર્ગ બતાવ્યા છે તે જાણવુ, તેની પ્રતીતિ કરવી, અને તે પ્રમાણે વર્તવું એ આપણું કર્તવ્ય છે, એ કર્તવ્ય યથાતથ્યપણે સમજાય એનુ' નામ ધામિક કેળવણી.
(૪) એ માર્ગ પામવાનું પહેલું પગથીઉં ‘વિનય ’ છે. જે વસ્તુની આપણે ઇચ્છા રાખતા હાઇએ તે વસ્તુ જેની પાસે હાય તેના વિનય કરવાથીજ તે વસ્તુ મળી શકે છે એ સહજ સિદ્ધ છે. ખીજાના અનુભવ જાણી તે પર વિચાર કરી તેમાંથી શિક્ષા ગ્રહણ કરવી એ સુજ્ઞ મનુષ્યેાની રીત છે. જેમનાથી આપણને કાંઈ લાભ થયા હોય તેમના ઉપકાર વિસરવા નહિ એ કૃતજ્ઞી મનુષ્યનું કર્તવ્ય છે. વિચાર કરી સારાસાર સમજવાની શક્તિ ન હાય તેટલા સુધી આપણા માબાપ–વડીલે ગુરૂજના-શિક્ષકાદિ પર વિશ્વાસ રાખી તેઓ જેમ કહે તેમ વર્તવામાં આજ્ઞાંકિતપણામાં-આપણુ. કલ્યાણુ છે. માટે પરમેશ્વરની વંદના પૂજા વગેરે કરવી, એટલે કે તેમના વિનય કરવા, ગુરૂના વિનય કરવા, જ્ઞાનના વિનય કરવા–આશાતના ટાળવી.
પછી ધીરે ધીરે પોતાની શક્તિઅનુસાર ગુરૂના વચનના વિચાર કરવા, ભગવાનના ચારિત્રના વિચાર કરવા. કેવી રીતે વર્તવાથી તેઓ અનન્ત સુખ-મેાક્ષ–પામ્યા તેના વિચાર કરવા. આપણને શું કરવાનુ તે બતાવી ગયા છે તેને વિચાર કરવા, વિચાર કરવા જેટલી શક્તિ ન આવે તેટલા સુધી એ વાતા જાણવાની તીવ્ર અભિલાષા રાખવી. એવી અભિલાષા હૃદયે પ્રકટયા વિના જ્ઞાન થાય નહિ,
ફરી જણાવવાનુ કે માર્ગ સમજવાની ચેાગ્યતા આવતાં સુધી સ્વચ્છ દે વર્તવાનું નથી. ઉપર બતાવ્યા પ્રમાણે વિનય, આજ્ઞાંકિતતા વગેરે સદ્ગુણાથી સજ્જ થવાનુ છે. એ ગુણાની ખીલવણી કરવા પર શિક્ષકે ખાસ ધ્યાન આ પવું. ખાસ ઉપદેશ આપ્યા વિના ચોગ્ય નિયંત્રણ પદ્ધતિથી—disoipline થીતેમ બહુ સારી રીતે થઇ શકશે.
અપૂર્ણ