________________
૫૮ • જૈન કેનફરન્સ હરે....
[મારચ પિતાની જે પ્રાંતિક કેન્ફરસ મેળવવાને વિચાર રાખે છે તે જ પ્રમાણે બીજા પ્રાંતના અમારા જૈન ભાઈઓ તેમનું અનુકરણ કરે તે ઘણો જ ફાયદો થવાનો સંભવ છે. તે અમે આશા રાખીએ છીએ કે અમારી આ સુચના ઉપર તે લોકો એગ્ય લક્ષ આપશે. છેવટે આ બે પ્રાંતિક કેન્ફરસેને અમે ફતેહ ઈચ્છીએ છીએ.
...
છે
સુશ્રાવકો, પુસ્તકના ભંડાર સાચવનાર મહિાશયે, યતિજી મહારાજાઓ
અને મુની માહારાજાઓને વીનંતી. - આ કોનફરન્સ તરફથી આગામે દ્ધાર કરવાનું કામ ચૈત્ર સુદી પ્રતિપદાને દિવસે શરૂ કરવાનું કર્યું છે અને તે સંબંધે આપ શ્રીને કિંચિત રસ્તી આપવી પડે છે તેની ક્ષમા કરી નીચે પ્રમાણે આ કાર્યમાં મદદ આપશે એવી આશા છે. ( ૧ આપની પાસે આપણા ૪૫ આગમ પિકી જેટલાં આગમોની પ્રાચીનમાં પ્રાચીન અને શુદ્ધ પ્રત હોય તે બનતી ત્વરાએ આપ અત્રે મેકલી આપશોજી.
* ૨ કદી કોઈ આગમની નકલ કપડાં ઉપર લખતાં પહેલાં આપશ્રીને શુદ્ધાશુદ્ધ. તપાસવા મોકલવામાં આવે છે તે આપશ્રી તપાસી આ કાર્યને ઉત્તેજન આપશે કે કેમ તે જણાવશેજી.
હાલમાં આવતી કોનફરન્સ પાટણમાં મળે તે પહેલાં ૪૫ આગમના મુળ સુત્ર પાઠને સંગ્રહ કરવાનું છે. આ સંબંધી ઝવેરી માણેકલાલ ઘેહેલાભાઈની સુચના ઉપર સેક્રેટરી સાહેબેએ ધ્યાન આપી તે પ્રમાણે વ્યવસ્થા કરવા મંજુર કર્યું છે એટલે કે છાપખાનામાં આગમની આશાતના બીલકુલ ન થતાં જ્યારે જોઈએ ત્યારે રસાયણ રીતે (ફેરેટાઈપની રીતે) માગો તે આગમની શુદ્ધ પ્રત થાય તેવું છે. અને તેને ખર્ચ પણ માત્ર એક પાને એક પૈસો અથવા ચાર પાઈ આવે છે. એટલે કે જુજ રકમમાં આગમની રક્ષા અને સંગ્રહ થાય એવું છે તે આપ આ કાર્યને જરૂર પુષ્ટી આપશે કારણ કે આ દુ:ષમ કાળમાં આપણે આધાર જીનાગમ અને જનપ્રતિમા પર છે.
વિશેષમાં આપના તરફથી જેટલાં જેટલાં આગ આવશે તેની એક એક શુદ્ધ પ્રત જે ઘણુજ વિદ્વાને પાસે શેધાવી તૈયાર કરાવવામાં આવશે તે આપશ્રીને ભેટ આપવાની છે. પુસ્તકે અત્રે મેકલવાને તથા પાછા મોકલવાને ટપાલ ખર્ચ પણ કોનફરન્સ ખાતેથી આપવાનું છે તે આપ જરૂર તાડપત્રની હોય તે તે નહીં તે કાગળપરની પુનામાં
ની અને શુદ્ધ આગમ મુળ, ટીકા, ભાષ્ય, નીયુક્તિ, ચુણી વિગેરેની હસ્તલીખીત જે પ્રતે કાય તે અત્રે મેકલશે અને આ વિનંતિના પ્રત્યુત્તરમાં આ કાર્યમાં આપ કેટલાં પુસ્તક નલી શકશે અને કઈ રીતે આ કાર્યને મદદ કરશે તે જણાવવા કૃપા કરશે.
આપને દાસાનુદાસ. એ.સેકેટરી. જન . કોન્ફરન્સ.