________________
___ हीदी वांचकोनी याचवामां आवती क्षमा.. आ वखतना अंकमां घणो खरो भाग गुजराती लखाणनोज छे एनुं कारण ए छे के आ मासीकना संपादक मी. गुलाबचंदजी ढढा तेमना जमाईना स्वर्गवासथी तथा हालमा राजपुतानामां जे भयंकर दुष्काळ चाले छे ते संबंधमां जेपुर स्टेटना में. रेसीडेंट साहेब साथे तेमना जील्लामा तेमने फरवा जवानुं थवाथी हेरल्ड माटे पुरतुं हींदी मेटर तेओ मोकली शक्या नथी अने ते माटे आ मासिकना हींदी वांचकोनी क्षमा याचवामां आवे छे...
જાહેરાત.
ચોથી જૈન શ્વેતાંબર) કોન્ફરંસમાં પ્રતિનિધી (ડેલીગેટ) તથા વીઝીટર તરીકે ભાગ લેવાની ઉત્કંઠા ધરાવનાર સર્વે સદ્ ગૃહસ્થને જણાવવામાં આવે છે કે
મંડપની બેઠકની ટીકીટ અને પ્રતિનિધીઓ આવ્યા પછી આપવામાં આવતી હતી જેથી વખતસર ટીકીટ મળતી નહીં હતી, ટીકીટ મેળવવામાં કેટલેક ત્રાસ થતો હતો, અને વખત નકામે.. જતે હતે. તે સબંધમાં વિચાર કરી નિચે પ્રમાણે ગોઠવણ કરવામાં આવેલી છે - "
૧ પ્રતિનિધી ચુંટાઈ આવવાનું લીષ્ટ મોકલતાની સાથે પ્રત્યેક પ્રતિનિધી દીઠ, ઠરેલી ફીના રૂ ૨ પ્રમાણે મનીઓરડરથી અગર બીજી રીતે અને તે નાણું મળે તેવી રીતે મોકલી ટીકીટ મંગાવી લેવા મહેરબાની કરશે.
૨ પ્રેક્ષક (વીઝીટર) ને જણાવવામાં આવે છે કે મંડપની બેઠકમાં પહેલા વર્ગની ફીના રૂ. ૩ ત્રણ અને બીજા વર્ગની ફીના રૂ. ૨ બે રાખવામાં આવેલા છે. બીજા વર્ગમાં ગેલેરીની ગોઠવણું કરવામાં આવેલી છે, વાસ્તુ પ્રત્યેક વીઝીટરે પિતાની જે બેઠકમાં બેસવાની ઈચ્છા હોય તે વર્ગની ટીકીટ નાણ મોકલી મંગાવી લેવાની તજવીજ કરવી. પાછળથી મંગાવનારને સવડ પ્રમાણે બેઠક મળશે અને તે બદલ કોઈ પ્રકારની તકરાર સાંભળવામાં આવશે નહીં.
૩ ટીકીટોનું વેચાણ તા. ૧૫ માહે ફેબ્રુવારી સન ૧૯૦૬ પછી કરવામાં આવશે નહીં. ૪ ટીકીટના પૈસા કોઈપણ કારણથી. પાછા આપવામાં આવશે નહીં. તા. ૩૧ ડીસેમ્બર ૧૯૦૫.
હેમચંદ વસ્તાચંદ. ચીફ સેક્રેટરી, ચાથી જૈન શ્વેતાંબર) કોન્ફરન્સ, પાટણ.