________________
૧૯૦૫ ] હવે કરવું શું ?
૩૭ આપવાની છે. સ્ત્રી કેળવણી સંબંધમાં અત્યંત બહુ બેલાયું છે તથા લખાયું છે. અત્ર એટલું જ કહેવાની જરૂર છે કે તેથી બહુજ લાભે છે. કેનફરંસની બાબતમાં શું કરવું એ સવાલનો જવાબ ટુંકા વખતમાં ભવિષ્યની પ્રજા આપી શકે એવી સ્થિતિમાં તેઓને મુક્વાની આપણે આપણું પૂરજ સમજતા હોઈએતે અત્યારની બાળાઓને એકદમ સુશિક્ષિત બનાવી દેવી કે જેથી તેઓ માતા અને ઘરના શિરછત્ર વડીલ તરીકે ઉચ્ચ સંસ્કારવાળા પુત્રોને કેમ સમક્ષ બહાર પાડી કેમનું ભવિષ્ય સુધારે. આ સવાલ સર્વથી વધારે અગત્યનું છે.
કેળવણીને અંગે સંસ્કૃત કેળવણી, ધામક ઉપદેશક, ફાઈલેલેજીકલ રીસર્ચીસ (જુના વખતના ઇતિહાસ લેખે વિગેરેની શોધ ખેલ), મોટી લાઈબ્રેરીનું સ્થાપન વિગેરે વિગેરે અનેક વિષયે છે, પણ તે ચાલુ વિયયની સાથે અપ્રસ્તુત છે. આ લેખની મતલબ એ છે કે કેળવણી અને સમજણ એવા પ્રકારની આપવી જોઈએ કે જેથી પ્રત્યેક વ્યકિત પિતાની ફરજ શું છે એ સમજતાં શીખે, સમજે અને તેમને લગતા દરેક કાર્યોમાં પોતાની સ્થિતિ શક્તિ અને સંજોગાનુસાર પિતાને ભાગ આપે. પછી દરેકના મનમાં એમજ રહે કે આપણી ફરજ છે અને અત્યારે જનરલ સેકેટરીઓ અથવા પ્રાંતિક સેક્રેટરીઓની ફરજ છે એ ખોટે ખ્યાલ કરી છેડા અપવાદ સિવાય લગભગ આખી કોમ બેસી રહી છે અને દરેક રવિવારે જૈનમાં બીજા માસિકમાં શું આવે છે તે વાંચીને ઉંચુ જોવામાં તેની પરિપુર્ણતા થઈ જાય છે એ સ્થિતિને છેડે આવશે-ઉલટાઈ જાશે. પછી જનરલ સેક્રેટરીના એક ફરમાન ઉપર આખી કોમના અંતઃકરણ એક સાથે એક દિશામાં એકસંપથી કામ કરશે અને તે સ્થિતિ પ્રાપ્ત કરાવવી એજ આગેવાનું કર્તવ્ય છે, એમાંજ જવાબદારીની પરિપુર્ણતા થાય છે અને પ્રત્યેક નેતાનું એજ દ્રષ્ટિ બિંદુ હોવું જોઈએ. કેળવણીથી આ ઉપરાંત આડકતરી રીતે તે બીજા અનેક લાભ થશે એ પર વિવેચન કરવાની જરૂર નથી, પણ જે પશુ જીવનમાં માનુષી જીવન જીવવાની ઈચ્છા હોય, જે સંસારમાં રહી મોક્ષ સુખની વાનકી લેવાની ઈચ્છા હોય તે જ્ઞાન–કેળવણું એજ ઉપાય છે.
આ સિવાય ઉપદેશથી પણ ઘણે લાભ થાય. કેળવણીનાં ફળ મેળવતાં એછામાં એ છો ત્રીશ વરસ જશે દરમ્યાન મુનિ મહારાજે ફરજનું જ્ઞાન આપે તે પુસ્પીટ (પાટ પરથી નીકળતા શબ્દોમાં જે અસાધારણ માન શ્રાવકોના હૃદયમાં હજુ વસેલું છે તેમાં બહુ વધારે થાય. ફરજનું ભાન આપવું એ કેનYરંસને ખાસ ઉદેશ છે અને મુનિ જીવનનું એ એક અચલિત સાધ્ય બિંદુ છે. એવી રીતે મુનિ મહારાજાએ આ બાબત જ્યારે ઉપાડી લેશે ત્યારે કેનરસનું કાર્ય નિયમના વર્ગમાંથી નીકળી જશે
કામ ઘણું છે, વાટ વિશાળ છે, સાધ્ય બિંદુરૂપ દિપક બહુ દૂર છે, તેના દૂરથી કિરણો દેખાય છે, પણ ડુંગર જોઈને ડરવાનું નથી, સમુદ્ર જોઈને અટકવાનું નથી. એક કેઈને નથી માટે ડુંગર પાંચ મિનિટમાં ચડી જવાશે, એક સ્ટીમરથી