Book Title: Jain Shwetambar Conference Herald 1905 Book 01
Author(s): Gulabchand Dhadda
Publisher: Jain Shwetambar Conference

View full book text
Previous | Next

Page 428
________________ ૩és - જૈન કોન્ફરન્સ રેહ [ ડિસેમ્બર - ચોથી જૈન કોન્ફરન્સ. આવતી કોન્ફરન્સને માટે દરેક જાતની તૈયારી ચાલે છે, એમ અન્ય સ્થળે જણાવાયું છે. એક બાબત તો આજ વિચારવા જેવી છે કે આપણામાં જે હાનિકારક રીવાજો છે તે દુર કરવા માટે શુભ હેતુઓવાળે દરેક જણ ઘણું વખતથી ઈચ્છતો હશે. પણ પોતે એકલો શું કરી શકે એમ ધારી તેને બેસી રહેવું પડતું હશે. એવા ઘણું માણસે ભેગા થવાથી એ રિવાજો કેવી રીતે નીકળી જઈ શકે છે તેનો પુરાવો કેન્ફરન્સની હયાતી દરમ્યાન ઘણી જગાએ થએલા. સુધારાઓ છે. જેવું વાવવું તેવુંજ લણવાનું છે. પરંતુ વાવ્યા પહેલાં જમીનને ખેડવી જોઈએ છે કે જેથી કરીને જમીન પોચી પડે અને જે બહુજ કઠણ ભાગ હોય તે પાસેના ભાગને નડતર સમાન થઈ પડે નહિ. આવી જ રીતે કોન્ફરન્સને ખરેખર ફતેહમંદ બનાવવા-જૈન કેમની ધામિક, શારિરિક, ઔદ્યોગિક વગેરે અનેક પ્રકારની ઉન્નતિ કરવામાટે પહેલાં જે બાધક રિવાજો હોય તે દૂર કરવા જોઈએ. બાધક દૂર કર્યા પછીજ સાઘક કરવાથી સાઘક ખરેખરૂં ફતેહમંદ થઈ શકે છે. જીવને બાઘક અઠારે પાપસ્થાનો દૂર કર્યા પછી–જમીન શુદ્ધ થયા પછીજ–પુણ્યનાં કે ખરેખરી અસર કરી શકે છે. પ્રતિનિધિઓનું કામ પિશ શુદ ૧૫ પહેલાં—એટલે કોન્ફરન્સ પહેલાં ૧ મહિને–પૂરું થઈ જશે, એમ લાગે છે, કારણકે પ્રતિનિધિ પત્રિકાઓ પિશ શુદ્ધ ૧૫ પહેલાં ભરીને મોકલવાની છે. દેરાસરના વહિવટના હિસાબે ચોખા રાખવા તથા બતાવવા બાબતની સામાન્ય ફરિયાદ છે તે તે વિશે એટલું જ બસ છે કે ગયા વર્ષ દરમિયાન જે ગામના શેઠે રીપોર્ટ બહાર પાડ્યો હોય અથવા જેવા ખુલ્લો મૂકયો હોય તેવાઓનાં નામે આભાર સાથે મંડપમાં જાહેર કરવા, તેમના પર કોન્ફરન્સ ફીસ તરફથી આભાર પત્ર લખવો અને જે ગામ માટે પત્રમાં ફરિયાદ થઈ હોય તેમની પાસે કારણ દર્શક ખુલાસે માગો તથા બીજા સર્વ ગામના શેઠે પર નામું અને હિસાબ તૈયાર છે કે કેમ તે પૂછાવવું. આવી યોજના ઈષ્ટ છે. ભાષા જેમ બને તેમ મૃદુ રાખવી. આ ઠરાવની આવશ્યકતા બહુ છે. સર્વ સાધુ મુનિરાજોને નમ્ર વિનતિ કે જે પ્રદેશમાં તેઓ વિચરતા હોય ત્યાં કોન્ફરન્સને ઉદ્દેશ, તેની આવશ્યકતા, તેના લાભ, તેમાં પ્રતિનિધિ મોકલી ભાગ લેવાની જરૂરીઆત વિગેરે બાબતો તેઓ સ્પષ્ટ હસાવવા યત તથા કૃપા કરશે તો સાધુવ્રતનું અને જૈનભાઈનું અમુક હિત થશે. ચર્ચાવવાના જે વિષયોનું લીસ્ટ પત્રિકા સાથે સામેલ છે તે પરથી જણાય છે કે ઘણાખરા વિષયો હતા તેને તેજ છે અને નવા જે ઉમેર્યા છે તે પણ ઠીક છે. મુનિ મહારાજાઓની કોન્ફરન્સ થવાની આવશ્યકતા બાબત જે વિષય ચર્ચાવવા ઘાર્યો છે તે અમને બહુ ઈટ લાગે છે. સાધુ એ ચતુર્વિધ સંધનું સૌથી અગત્યનું પહેલું અંગ છે, તેમાં કોઈ કોઈ બાબતમાં વિચારવા જેવું છે એ તો શાંત ચિત્તથી વિચાર કરતાં તેઓ પણ કબૂલ કરશે. અમે, હાલ તુરત કઈ બાબતમાં તેઓને વિચાર કરવાનો છે, તે બતાવવા કરતાં તેઓની મુન્સફી પરજ છોડીએ છીએ. જેનોમાં ૮૪ ગચ્છમાંથી જેટલા વિદ્યમાન હોય તેમાંથી જેઓ સાથે મળી શકે તેવા સાધુઓ, અને છેવટે તેમ બની શકે નહિ તે વૃધ્ધિચંદજી મહારાજ, આત્મારામજી મહારાજ, મોહનલાલજી મહારાજ, સાગર ગછના મહારાજ, વિધિપલ ગછના મહારાજ, વિગેરેએ તો અવશ્ય ભેગા થઈ કંઈ વિચારવું જરૂરનું છે. કન્યાવિક્રય રીવાજમાં ઘણાં કારણોમાંનું એક કારણ દેશની નિર્ધનતા છે. નિર્ધનતાનું પરિણામ એક કન્યાવિક્રયજ નથી, પણ મૃષાવાદ, અદત્તાદાન, માયા વિગેરે અનેક છે. દેશમાં તેમાં ખાસ કરી કાઠીઆવાડ,

Loading...

Page Navigation
1 ... 426 427 428 429 430 431 432 433 434 435 436 437 438 439 440 441 442 443 444 445 446 447 448 449 450 451 452