________________
: ર જૈિન કોન્ટેર સહરા : [ ડિસેંબર, • હાલમાં જે કામ કરવાને કન્ફય તરફથી આરંભ થયો છે તે જેમ એક સંથકાર મંગળાચરણમાં શ્રીકાર અથવા કાર લખે તે છે અને ખરેખરે ગ્રંથુ જેમ મંગળાચરણ કર્યા પછી લખાય છે તેમ જનસમુહની નજરમાં આવે અને શાસનની શોભા વધારે તેવાં કાર્યો તે હવે પછી થનાર છે અને - - આવી મહત્વમાં કાર્યો કરવાને કેન્ફરંસ કાર્યવાહકે તે માત્ર શ્રીસંઘના દાસ બની પોતાની ફરજ અદા કરવામાં તત્પર રહેશે પણ તેને સાધન પુરાં પાડવાનું કામ શ્રીસંધનું છે અને તત સબંધી વિચારો અને યોજનાઓ કરવા દરેક ગામના શ્રીસંઘના આગેવાન ગ્રહસ્થાને નમ્રતા પૂર્વક અમારી વિનંતી છે. જે હવે પછીને માટે કેન્ફરન્સની સ્થીતિ હાલ છે તેનાથી સારી કેમ થાય સંબંધી કેન્ફરન્સ ઓફીસને અથવા આપણા આગેવાન “જૈન” પટામાં આ વિષય ચર્ચવામાં આવશે તે તેવા ગ્રહસ્થને અમે ઉપકાર માનીશું પણ ચર્ચા કરતાં કોઈ વ્યક્તિ ઉપર વાત ન થાય અથવા કેઈને મનમાં વિખવાદ ઉત્પન્ન ન થાય તેવા સારા શબ્દ અને સભ્ય લેખ લખવાની અમારી ભલામણને અયોગ્ય માનવાનું થશે નહિ એમ ઈચ્છી ખાતાવાર ટુંકાણમાં અત્યાર સુધીના થએલાં કાર્યોનું દિગ્દર્શન કરાવી વિશેષ હકીક્ત જાણવા માટે કોન્ફરન્સ થતાં સુધી પિતાની જીજ્ઞાસાને શેભાવી રાખવા વિનતી કરીશું.'
કાર્યવ્યવસ્થામાં ત્રીજી કેન્ફરન્સ પછી કર પડેલ ફેરફાર.
- વડેદરા ખાતે ત્રીજી કન્ફરંસનું કામ સમાપ્ત થયા બાદ કાર્યની અંતર વ્યવસ્થા કરવા માટે જનરલ સેક્રેટરીઓની મીટીંગ થઈ હતી, અને બીજી કન્ફરંસ વખતે ઠરાવેલા નિયમે કાર્ય કરતાં અડચણ જણાયાથી તે નીયમને બદલે નીચે પ્રમાણે વ્યવસ્થા નકકી કરવામાં આવી હતી.
બીજી કન્ફરંસમાં દરેક સેક્રેટરીને જુદા જુદા ખાતાઓના કામ કરવાની ભલામણ કરવામાં આવેલી અને તેને માટે અમુક રકમ મંજુર કરવામાં આવેલી તે સંવત ૧૯૬૦ ની સાલના રીપોર્ટને પાને ૪ થી ૮ સુધીમાં આપના જોવામાં આવશે. આ વ્યવસ્થાને ઠેકાણે દરેક સેક્રેટરીઓએ પિતાના વિભાગમાં સર્વ બાબતે ઉપર લક્ષ આપવાનો ઠરાવ થયો અને તે વખતે કેન્ફરંસના હાથમાંની સીલીક રકમ જરૂર પ્રમાણે ખર્ચવાનું ઠરાવવામાં આવ્યું હતું અને તેમ કરવાથી પહેલાની વ્યવસ્થા મુજબ જેડીયા સેક્રેટરીઓની મંજૂરી લેવામાં જે કાળ જ હતું તે અડચણ દુર કરવામાં આવી " હતી. આવી રીતે દરેક સેક્રેટરી પિતાના ઠરાવેલા વિભાગમાં પોતાની ઈચ્છાનુસાર સ્વતંત્ર રીતે કાર્ય કરવાને શક્તીવાન થયા હતા.
આ વ્યવસ્થા પ્રમાણે દરેક સેક્રેટરીએ પિતા પોતાના વિભાગમાં ઉત્સાહપુર્વક કાર્યો કરવાનો આરંભ કર્યો હતો. તે બદલને સવિસ્તર રીપોર્ટ પાટણ ખાતે ભરાનાર કેન્ફરંસ વખતે આખા વર્ષના હીસાબ સાથે આપની સમક્ષ રજુ કરવામાં આવશે, તે પણ હાલ તુરત કોનફરંસના ચારે સેક્રેટરીઓ તરફથી કરવામાં આવેલાં મહતવનાં કાર્યોની ટુંકનોંધ આપીને સંતોષ માનીશું.
દ વરસ નિભાવ, આ ફંડમાં ભરાયેલી કુલ રકમ રૂ. ૧૮૭૫૦ માંથી રૂ ૧૩૦૯૪ વસુલ આવ્યા છે અને તેમાંથી ગયા વર્ષ આખર સુધીમાં ૩ ૬૩૦૦ને ખર્ચ થયો છે એટલે આ ખાતામાં હવે રકમ પડી રહી છે; ફરન્સને જગતી રાખવા અને તે દ્વારા કામે કરવાનું મુખ્ય સાધન આ નિભાવ કંડ છે. જેમ મીલમાં તમામ સાંચાઓ ચલાવવાનો આધાર એનર્જન અને બેઈલર ઉપર છે તેમજ કન્ફન્સના સર્વે કાર્યોના સંબંધમાં આ નિભાવ ફંડ તમામ કામ કરવાના સાધન રૂપ છે. તેથી તેમ આ વર્ષે યોગ્ય સુધારે વધારે કરવા સાથે તે ખાસતી નાણાં સંબંધી હાલત જરૂર સુધારવા જેવું છે. ,