Book Title: Jain Shwetambar Conference Herald 1905 Book 01
Author(s): Gulabchand Dhadda
Publisher: Jain Shwetambar Conference

View full book text
Previous | Next

Page 445
________________ ૧૯ . શ્રી જૈન શ્વેતાંબર કેન્ફરસ-હલ તે શું કરે છે? પુસ્તકેદ્વારા આ બાબતમાં મોટા પાયા ઉપર કામ ચલાવવાની જે કેટલીક યોજના થઈ હતી અને જે મંજુર પણ થઈ હતી પરંતુ “જૈન” પત્ર અને કેટલીક મહાશયેબી ચિંતાથી બીજા કેટલાએક કારણોથી આ યોજનાને અમલમાં મુકવામાં આવી હતી પરંતુ પુસ્તહારનું કામ પૂર્ણ એસથી ચાલે છે જેસલમેરના ભંડારની ટીપમાંથી કેટલાએક અપૂર્વ ગ્રંથે લખવાનું તથા ત્યાંના જીર્ણ થઈ ગએલા અને સેજસાજ અંધુરા અથવા ત્રટક ગ્રંથોને ઉદ્ધાર કરવાનું કામ શરૂ છે, તેમજ પાટણના ભડાની ટીપમાં રહેલી અપુર્ણતા દુર કરાવવાનું કામ પણ હાથ લેવામાં આવ્યું છે, શીવાય લીંબડી, પાલનપુર વિગેરે બીજાપણ કેટલાએક નાના મોટા ભંડારોની ટીપ એકઠી કરવામાં આવી છે અને વધુને વધુ સ્થળોએથી એવી પુસ્તકોની ટીપ એકત્ર કરવાનો પ્રયાસ ચાલુ છે. જોકે જેસલમેરના પુસ્તક ભંડાર સંબંધમાં વખતે વખત પડેલી અડચણોને લીધે શરૂઆતમાં કામ જોઈએ તેટલું જોશથી ચાલી શકેલું નહીં અને તેથી આ ખાતામાં અત્યાર સુધીમાં થયેલો ખર્ચ જુજ છે એટલે કે, તેમાં ભરાયેલા કુલ રૂ. ૧૦૦૦માંથી રૂ. ૧૭૨૮૫ વસુલ આવેલા અને તેમાંથી માત્ર રૂ. ૨૦૦૦ ને ખર્ચ થયો છે. તે પણ માત્ર જેસલમેરના ભંડારે કે જેનો ઉદ્ધાર કરવાનું હવે શરૂ કરવામાં આવ્યું છે તેના ઉદ્ધારમાંજ હાથમાં, રહેલી રકમ ખર્ચાઈ જાય તેવું છે. ભંડારની ટીપ પૂર્ણ થતાં સુધી મોટા પાયા ઉપર ગ્રંથે લાવવાનું અને શોધાવવાનું કામ હાથ ધરવાથી વખતે ઘણું ઉપયોગી અને અપૂર્વ પ્રથા નાણુની તંગીને લીધે પ્રસિદ્ધિમાં આવતા રહી જવાને સબબે આ બાબત વિલંબ કરવાનું ઉચિત ધારી કાર્યની વ્યવસ્થા કરવામાં આવી છે. જેની પાસે જ્ઞાન ખાતાના પૈસા હોય તેઓને વિનંતી છે કે આ પ્રાપ્તિ ભંવરની ટીપ જોઈ પોતાની પાસે જ્ઞાન ખાતાના પૈસા રાખવાને બદલે અપૂર્વ જ્ઞાન પિતાના ભંડારમાં રાખવાનું કારણ ઈચ્છી પિતાને જે જે ગ્રંથેની આવશ્યકતા લાગે તે તે ગ્રંથની નકલ માંગવામાં આવશે તો તેની નકલે કરતાં તથા શુદ્ધ કરતાં જે ખર્ચ લાગે તેજ માત્ર લઈ માંગેલી, પુસ્તકોની નકલો જેમ બને તેમ વેળાસર પુરી પાડવા આ કાર્ય કરનારાઓની ઈચ્છા છે. મુની. મહારાજાઓને પણ આપણે મૂળ આધાર રૂપ આ જ્ઞાનના કામમાં પૈસા ખર્ચવવા સુજ્ઞ અને ધનવાન ગૃહસ્થને ઉપદેશ કરવા પરિશ્રમ લેવા વિનંતી છે. અત્રે ઓફીસ ખાતેથી જેસલમેરાદિ જે જે ભંડારની ટીપ થઈ છે તે, મંગાવનાર ને માત્ર નકલ કરાવવાનું અને કાલને તથા ટપાલની. ખર્ચ આપવાથી તે ટીપાની નકલ સત્વર પહોંચાડવામાં આવશે. . . મંદિરદ્વાર. આ ખાતાનું કામ પૂર્વ તરફ તથા મેવાડ અને મારવાડમાં ચાલુ છે. તેમાં કુલ રૂ. ૨૦૦૦૦ ભરાયેલા તે પૈકી રૂ. ૧૭૦૦૦ વસુલ આવ્યા છે અને તેમાંથી રૂ. ૪૦૦૦ ને સં. ૧૯૬૦ સુધીમાં ખર્ચ થયો છે. ગઈ સાલમાં બાબુ રાયકુમારસિંહજી માર્ફતે કેટલું ખર્ચ - થયું તેને હીસાબ આવ્યો નથી પરંતુ સં. ૧૯૬૧ની સાલમાં અત્રે રૂ. ૨૦૦૦ નું ખર્ચ થયું છે. આ બાબતમાં, અત્રેની ઓફીસ તરફથી શેઠ લલુભાઈ જેચંદ મફત મારવાડ અને મેવાડના દેરસના જીર્ણોદ્ધાર તરફ મુખ્ય ધ્યાન આપવામાં આવે છે અને ગયા વર્ષે મેવાડના દેરાસર માટે રૂ. ૨૦૦૦ સેંકશન કરવામાં આવ્યા હતા. આ વર્ષ પણ મારવાડના દેરાસર માટે રૂ. ૨૦૦૦ નું સંકલન કરવામાં આવ્યું છે. આ સેકશન થયેલી રકમ જેમ જેમ જોઈએ છે તેમ તેમ મોકલવામાં આવે છે, તેમની માતે. મેવાડનું કામ એવી રીતે કરવામાં આવે છે કે, તેને માટે મુંબઈમાં એક ટીપ કરવામાં આવી અને તેમાં જૈન, કન્ફરંસ તરફથી રૂ. ૨૦૦૦ ભરવામાં આવ્યા અને મુંબઈ શહેરના જુદાં જુદાં દેરાસમાંથી રૂ. ૪૦૦ ભાસ આ રૂ. ૬૦૦૦ થી જુદે જુદે ઠેકાણે કામ શરૂ કરવામાં આવ્યું. તે સાથે જે ગામમાં કામ શરૂ, કરવામાં આવ્યું તે ગામવાળાઓ પાસેથી પણ અમુક ફાળે મેળવવાની તજવીજ કરવામાં આવી હતી. જે સંબંધમાં આ માસીકમાં પ્રગટ થયેલા રીપોર્ટમાં જોવામાં આવ્યું હશે. મારવાડના સંબંધમાં પણ એવી જ વ્યવસ્થા કરવામાં આવી છે. આવી રીતે થોડી રકમથી પણ વધારે કામ કરવાની ગોઠવણું કરવામાં આવે છે અને તેથી આ ફંડ કે જેમાં પણ જુજ રકમ છે તેમાં વધારો થવાની ખાસ જરૂર છે.

Loading...

Page Navigation
1 ... 443 444 445 446 447 448 449 450 451 452