Book Title: Jain Shwetambar Conference Herald 1905 Book 01
Author(s): Gulabchand Dhadda
Publisher: Jain Shwetambar Conference

View full book text
Previous | Next

Page 429
________________ ૧૯૫] જીવધ્યા વર્ષમાં એક દસ્તાવેજ. કચ્છ, ગુજરાત, જ્યાં જૈનભાઈઓની વસ્તિ બહુસારી છે, તે ભાગ એક યા બીજી રીતે ખેડપર બહુ આધાર રાખનારે છે. ખેડમાટે હાલ ૮-૯ વર્ષ ઉપરા ઉપર નબળાં આવવાથી તેમની બહુ દુર્દશા થઇ છે. માટે જે જૈન બંધુઓ હુન્નર સાથે સંબંધ ધરાવતા હોય, કારખાના યા મીલો સાથે સંબંધ ધરાવતા હોય તેઓ સહજ સમજી શકશે કે સ્વધર્મબંધુઓને મદદ કરવા જેવું બીજું પુણ્ય નથી. માટે આ ઉપરાં અમારી એટલીજ વિનતિ છે કે જેમ બને તેમ જૈન બંધુઓનું આર્થિક હિત વધુ જેવું. : - કેન્ફરન્સના ઠરાવો પ્રમાણે જેટલા પ્રમાણમાં જે સ્થળે અમલ થયો હોય તે બધી બાબતે એક પુસ્તકના આકારમાં દર વર્ષે જળવાઈ રહે તો બહુ ઉત્તમ થાય. વિષયો ૧૭ બહુ ઉત્તમ, વિચારવા લાયક, સૂચના પ્રમાણે શક્તિ અનુસાર અમલ કરવાલાયક છે. દરેક રીતે પાટણ કોન્ફરન્સ વિજયવંતી નીવડો, એવી સાનિધ્ય દેવને નમ્ર પ્રાર્થના છે. શ્રી જૈન શ્વેતાંબર કેન્ફરન્સ હરૈલ્ડનાં અધિપતિ સાહેબ. સાહેબ, ટીટોડા તાલુકે કલોલના કોળી લેકે દરસાલ પાડાને વધ કરતા હતા, તે હવે પછીથી નહિ કરવા બદલ એક દસ્તાવેજ સંવત ૧૯૧૪માં કરી આપેલો, ને તેના જમાન મેજે વાંસજડા તાલુકે કલોલનાં કોળી લેકને આપેલું છે, તે દસ્તાવેજ મારે હાથ લાગવાથી તેની નકલ નીચે ઉતારી મોકલી છે, તે શ્રી સકળ સંઘની જાણ ખાતર આપણું માનવંતા માસિકમાં છાપી પ્રસિદ્ધ કરશે, કે જેથી લાગતા વળગતાઓને તેની તપાસ ચલાવવામાં, અને જે તે પ્રમાણે ઘાતકી કૃત્ય થતું હોય છે, તે બંધ કરવામાં સહાયભૂત થઈ શકે. એજ વિનંતિ. તા. ૩૧-૧૧-૧૯૦૫. શ્રી સકળસંધનો સેવક. સોભાગચંદ મોહનલાલ હ. અસલ ઉપરથી નકલ. સંવત ૧૯૧૩ ના આસો વદ ૬ ને ગુરૂવારને દને કઓ કડીનાં મહાજન સમસ્ત, તથા કલેલના મહાજન સમસ્ત તથા ગામ જે ટીટોડાના મહાજન સમસ્ત, જોગ લખી આપનાર મોજે ટીટોડાના કાલી મતાદાર સલતાન દોલા તથા જેઠા અબલા તથા હમીર નારણ તથા રણછોડ હાંસજી તથા પાના સેના વિગેરે ગામ સમસ્ત, તથા કરશનપુરાના ભાઈ, ભત્રીજા કિંવા પરૂણુ સુદ્ધાંત સમસ્ત અમે અમારી રાજી ખુશીથી તથા અકલ હુશીઆરીથી લખી આપીએ છીએ કે,– અમારા ગામમાં અમે દરસાલ પાડા મારીએ છીએ, તે આયંદે મારવા નહીં ને તે બાબતે અમોને મહાજને કહ્યું તે સર્વે અમે કબુલ કરી, હવે પાડા મારવા નહીં, ને તે બાબત તમે અમોને રૂ. ૨૦૧ અંકે રૂપીઆ બસે એક આપ્યા છે તેની તપશીલ નીચે મુજબ છે – .... ૧૦૧ અમોએ પાડા મારેલા તે બાબત સરકારે અમારે દંડ કરેલો તે તમોએ આપ્યા છે તે. ૫૦ અમારા ગામમાં ધરમાદા દેવડી કરી માતા પધરાવ્યા તેના આપ્યા. ૫. અમોને જમાડ્યા બાબતના આપ્યા. ન ૨૦૧

Loading...

Page Navigation
1 ... 427 428 429 430 431 432 433 434 435 436 437 438 439 440 441 442 443 444 445 446 447 448 449 450 451 452