Book Title: Jain Shwetambar Conference Herald 1905 Book 01
Author(s): Gulabchand Dhadda
Publisher: Jain Shwetambar Conference

View full book text
Previous | Next

Page 433
________________ - ૧૫] પતિમાને એ ' ૩૯૭ આવું કામ શરૂ કર્યું હતું અને તેમાં તેને યશ મળે છે. તે અમને પણ સંપૂર્ણ આશા છે કે જૈન શેઠે આ કામ ફતેહમંદીથી પાર ઉતારવા પિતાથી બનતું કરશે. ' આવતી કેન્ફરન્સમાં ડેલીગેટે–આવતી કોન્ફરન્સ પાટણમાં ફાગણ શુંદ ૨-૩-૪ ભરા-- વાની છે તેને માટે તૈયારી અત્યારથી જ ચાલતી જે આનંદ થાય છે. છાપવાના કામ સંબંધી તેઓની પુછપરછ પરથી એમ ધારી શકાય છે કે તે ભાઈઓ આ કૅન્ફરન્સ સંપૂર્ણ ફતેહથી પાસ - ઉતારશે. કેન્ફરન્સનું મુખ્ય અંગ પ્રમુખ તથા તે પછી ડેલીગેટો અને વીઝીટ છે. ડેલીગેટે. ભલે થેડી સંખ્યામાં જાય પણ તે કંઈ કરી શકે તેવા હોય તે વધારે સારું. કેન્ફરન્સમાં ઝાઝી. હાજરીથી ફાયદો છે એ તો સ્વતઃસિદ્ધ છે પરંતુ બની શક્યા પ્રમાણે હાજરીના પ્રમાણમાં ઉત્તમતા મળી શકે તે બહુ સારું. બીજું ધ્યાનમાં રાખવાનું એ છે કે ડેલીગેટ-પ્રતિનિધિ—પણું સહેલું કામ નથી. માણસ જેમ ગરીબ અને ઓછી સમજણવાળો હોય તેમ તેને માથે ઓછી જનાબદારી હોય છે, પણ જેમ તે પૈસાદાર થાય અથવા જેમ તેની બુદ્ધિ વધતી જાય તેમ તેની જવાબદારી પણ વધતી જ જાય છે. પ્રતિનિધિ તરીકે બીરાજી આવ્યા પછી શક્તિ અને સંજોગ, અનુસાર દરેક પ્રતિનિધિએ પોતાની સભા, જ્ઞાતિ અથવા ગામના સ્વધર્મ બંધુઓનું હિત કરવા લક્ષમાં રાખવું જોઈએ. ઇંગ્લેંડ, જર્મની, અમેરિકાના એકત્ર સંસ્થાનો વિગેરે જે દેશે હાલ કેળવણી અને ધનની બાબતમાં આપણુથી દરેક રીતે ચઢીઆતા છે તે દેશની સભાઓમાં બીરાજતા પ્રતિનિધિઓને દરવર્ષે પિતાને ચુંટી કાઢનારાઓ સમક્ષ પોતાની કારકીર્દીનો હિસાબ આપવો પડે છે. ને તેમાં જે ચુંટનારાઓ પ્રસન્ન થયા નહિ તે પ્રતિનિધિને પિતાનું પદ છોડી દેવાનો પ્રસંગ આવે છે. હજી આપણા દેશમાં સર્વથી મહાન સભા નેશનલ કોંગ્રેસ છે અને તે પણ પ્રતિનિધિ ચુંટવાની બાબતમાં સખ્ત અને સ્પષ્ટ નિયમ કરી શકતી નથી એ સત્ય છે. પણ તેટલા ઉપરથી આપણે હારી જવું જોઈતું નથી. હજી આપણી કામના ચુંટી કાઢનારાઓ નિયમોની ની સમજણ ધરાવતા નથી કે જેથી પ્રતિનિધિને મુશ્કેલી પડે. પરંતુ પ્રતિનિધિઓએ પોતે જ અપુરૂષો હોઈને, જ્ઞાતિનું અને ધર્મનું શ્રેય કેમ થાય તે વિચારી તે માટે નિયમ ધારી વર્તવું જોઈએ. આ પત્રના પ્રસિદ્ધ લેખક શ્રીયુત મોતીચંદ કહેતા આવ્યા છે કે દરેક વ્યક્તિનું કામ એજ કેન્ફરન્સનું કામ છે. અમે ફરીથી અહીં ભાર મૂકીને કહીએ છીએ કે કોન્ફરન્સ એ જડ. વસ્તુ છે. તેનું ચૈતન્ય જૈન કેમ છે. એટલું ખરું કે જે કામ દરેક જૈન ન કરી શકે તે કોન્ફરન્સ કરી શકે, પણ સાથે આ પણ તેટલું જ સત્ય છે કે દરેક પ્રતિતિધિ અને દરેક જૈન બંધુ. પોતાની ફરજ સમજી તે બજાવવા યત્ન કરશે તેના પ્રમાણમાંજ કેન્ફરન્સ કર્યું કહેવાશે. માટે પ્રતિનિધિ બંધુઓ, આપની ફરજ બરાબર બજાવશે એમ આશા છે. હજી આપણો દેશ કેળવણી તથા ધનની બાબતમાં એટલે પછાત છે–પ્રાથમિક કેળવણી તે આપણી કામમાં સામાન્ય રીતે ઠીક છે, પણ મધ્યમ અને ઉંચી કેળવણી આપણામાં હજી બહુજ ઓછી છે.–કે નિયમથી કામ કરવાને બદલે સગવડથી કરવું પડે છે. દાખલા તરીકે એક માણસને પાટણ કેન્ફરન્સમાં જવું હોય, પરંતુ બધી મ્યતા છતાં ધનવાન ન હોય તો તે જઈ શકે નહિ. જ્યારે બીજો માણસ પ્રતિનિધિ તરીકે જઈ જ્ઞાતિનું શ્રેય કરવા યોગ્ય ન હોય તે પણ તેને જવાની સવડ હોય તો તે જાપર મતલબ કે પ્રતિનિધિઓ યોગ્ય ચુંટવા જોઈએ. . છે : સૉરશિષ-માંગરોળ જૈન સભા એ મુંબઈનું એક બહુજ અગત્યનું ખાતું છે એમ તે કહ્યા વિના ચાલતું નથી. છેલ્લાં વર્ષમાં તેણે બે નૂતન પ્રયોગો શરૂ કર્યા છે, જેનો માટે ફી રીડીંગરૂમ અને બીજો વિદ્યાર્થીઓને સ્કોલરશિપ આપવાનો પહેલો પ્રયોગ તદન સફળ નીવડે છે. એ અનુભવસિદ્ધ છે. જ્ઞાન એ બે પ્રકારના છે, ધાર્મિક અને વ્યવહારિક આ વાંચનશાળાથી જે ગરીબ જૈન ભાઈઓ પત્ર ખરીદીને વાંચવાની સ્થિતિમાં ન હોય, તે ભાઇઓ સવારનો અથવા

Loading...

Page Navigation
1 ... 431 432 433 434 435 436 437 438 439 440 441 442 443 444 445 446 447 448 449 450 451 452