Book Title: Jain Shwetambar Conference Herald 1905 Book 01
Author(s): Gulabchand Dhadda
Publisher: Jain Shwetambar Conference

View full book text
Previous | Next

Page 435
________________ નવીર સાવરસિંહ, સુરતમાં અને અહીં ભેજનગૃહ કાઢી જ્ઞાતિભાઈઓની બહુ ઉત્તમ સેવા બંજાવી છે, અને અમુક અંશે આત્મય કર્યું છે. જ ' ' ' . . . . - અમદાવાદ શ્રાવિકા ઉગશાળા: અમદાવાદ એ જૈનેની બાબતમાં રજૈિનંગર છે, એ - તે સ્પષ્ટ જ છે. ત્યાં એવી ઘણી હીલચાલ થાય છે કે જેને આશય ઉત્તમ છે, અને ફળ પણ ઉત્તમ છે. પારસી ભાઈઓ શ્રીમાન–આપણાથી ઘણે વધુ દરજે-છે, અને તેથી તે લકે તેવરા પાર્ટી, વિગેરેમાં ખર્ચવા પછી પણ હોસ્પીટલપંડ, સેનીટેરીયમ ફંડ, સુવાવડ ખાતાં, વિગેરે ઘણા ઉપગી ખાતાંઓ સારી રીતે ચલાવી શકે છે. તેમાં પણ આખા ખાઉ–હાડકાંના હરામીઓને ભીખ માગતા જોવામાં આવ્યા છે, પણ તેઓ માત્ર આંગળીના ટેરવા પર ગણ્યા ગણાય તેટલાજ. જ્યારે આપણામાં તે સંખ્યા પ્રમાણમાં વધુ છે. સ્ત્રીઓ માટે તે આપણે સંસાર એવો છે કે પુરૂષ રળીને લાવે અને સ્ત્રી ખાય. પણ તેમાં પણ મસ્કીના હંગામમાં જે રળનાર ચાલ્યો ગયો તે કુટુંબની સ્ત્રીવર્ગની બૂરી દશા થાય છે. આવા અડીભીડીના પ્રસંગો માટે તૈયાર રહેવુંકંઈ સ્વતંત્ર ધંધો શીખી રાખવો-તે બહુ શાણપણની પાણી પહેલાં પાળ બાંધવાની રીત છે. આ ઉદ્યોગ શાળામાં સરાસરી દરાજની હાજરી પણ બહુ સારી રહે છે. કુલ સંખ્યા કરતાં લગભગ અર્ધી હાજરીથી ઓછી હાજરી રહે છે, પણ હિંદુ સંસારમાં જ્યાં એવું બનવું તદન અસંભવિત હતું ત્યાં એવું બનતું જોઈ આનંદ થાય છે. જે વધુ મદદ મળે તે આ ખાતામાં બીજા ઉદ્યોગો પણ શીખવી શકાય તેમ છે. ઉદાર જૈન ભાઈઓ અને બહેને સટે આ ખાતું આAથને ખાસ પાત્ર છે. તેના વ્યવસ્થાપકને ખરા અંતઃકરણથી મદદ કરવા શહેર અમદાવાદના ગૃહસ્થ તે ધ્યાન રાખે તેમાં નવાઈ જેવું નથી, પણ બીજા ગૃહસ્થોને પણ મદદ માટે પ્રાર્થના છે. નવીન સમાચાર સંગ્રહ. ચેથી કૉન્ફરન્સ–-પાટણના સંઘતરફથી બહાર પડેલ આમંત્રણ પત્રિકા જોતાં અતિ આલ્હાદ થાય છે. કેટલાક પ્રભાવ ભૂમિનો હોય છે. જૈન ધર્મની ધ્વજ ફરકાવનાર રાજા કુમારપાળ તથા શ્રીમાન હેમચંદ્રાચાર્યની અંદગી વહન કરેલું સ્થાન કેટલુંક આકર્ષણ કરે એ સ્વાભાવિક છે. અણહિલપુર પાટણ એ કેટલું બધું જાનું શહેર છે? વસ્તુપાળ તેજપાળ-બે ભાઈઓ, જે કુશળ પ્રધાન ગણાઈ ગયા છે. ઉદાયન અને બહાડમંત્રો તથા આબુનાં પ્રખ્યાત કારીગીરીવાળા દેરાસર બંધાવનાર વિમળશાહની જન્મભૂમિ અને નિવાસસ્થાન છે, એટલું જ નહિ પણ પંચાસરા પાર્શ્વનાથનું પ્રાચિન તીર્થ છે, વળી જ્ઞાનનું પ્રદર્શન પણ ભરવાનું છે. મુનિરાજનો યોગ પણ સારે છે. આ બધો લાભ જરૂર લેવા શક્તિવાન બંધુઓને દૃઢ સુચના, વિનતિ અને ભલામણ છે. આવા પ્રસંગે વારંવાર આવતા નથી, વરસમાં એક વખતજ આવે છે, તેનો લાભ બનતાં સૂધી અવશ્ય લેવો જ જોઈએ. પ્રદર્શનમાં જોવા જેવું ઘણું છે. પ્રદર્શનમાંના તાડપત્રપરના લેખો, સ્વદેશી વસ્તુઓ વિગેરે સર્વ જેવા જનારને આલ્હાદ આપશે, એ નિઃસંદેહ છે. - નવું મંડળ–કચ્છમાંડવીમાં લાઈબ્રેરી, જીવદયા, નિરાશ્રિત, વિદ્યોત્તેજક અને ધાર્મિક અનામત એ પાંચે ખાતાં સહિત મી. માણેકચંદ જેઠાભાઈને પ્રમુખપણ નીચે જૈન મિત્ર મંડળ ખેલ Rામાં આવ્યું છે. પાણી પાઠશાળા–છલા ખાનદેશ ગામ શિરપુરમાં મુનિરાજશ્રી અમરવિજયજીના ઉપદેશથી ના નામની એક પાઠશાળા ઉઘાડવા માટે ત્યાં દીપ કરવામાં આવી છે તેમાં રૂ ૧૩૪૮) ભરાયા છે.

Loading...

Page Navigation
1 ... 433 434 435 436 437 438 439 440 441 442 443 444 445 446 447 448 449 450 451 452