Book Title: Jain Shwetambar Conference Herald 1905 Book 01
Author(s): Gulabchand Dhadda
Publisher: Jain Shwetambar Conference

View full book text
Previous | Next

Page 432
________________ ૩૯૨ જૈન કાન્ફરન્સ કે [ ડિસે ખર વખત મેાધવારી અને દુકાળની અસર ત્યાં પણ જણાય છે. તેા પછી હિંદુસ્તાન જેવા સંતોષી દેશ, જ્યાં નશાબ ઉપરજ વધુ આધાર રાખવાની વૃત્તિ છે, થાડુ રળીને થાડું ખર્ચવાપર સંતાષ છે, તથા ખેતીપરજ જેના ૮૦ ટકા આધાર છે. એવા દેશમાં ઉપરા ઉપરી ૧૦ વર્ષ નબળાં આવે ત્યારે જોઈએ તેવા કરકસરીઆ માણસની પણ એકડી કરેલાં થોડી મૂડી ઘસડાઈ જાય, તદન નિરાધાર અવસ્થા થઈ જાય, અને બીજાના આશરા ન મળે તો મરણ શરણ થવું પડે તેમાં શુ નવાઈ જેવું! મદ્રાસ ઇલાકામાં આપણી વસ્તી બહુ આછી છે, પંજાબ તથા બંગાળ ઇલાકામાં જરા જરા ઠીક છે, તથા મુંબઈ ઈલાકા, રજપુતાના અને દક્ષિણમાં આપણી વસ્તી સારી છે. મુંબઈ ઇલાકામાં જામનગર નામે દેશો રાજ્ય છે, ત્યાં ઘણા ભાગમાં આ વર્ષ બીલકુલ વરસાદ ન થવાથી ઉપરા ઉપરી ૧૦ વર્ષથી સહન કરતા આવેલા ખેડુ જૈન ભાઇને અતિશય સાસવું પડયું છે. ત્યાંના પ્રસિધ્ધ, સરલ સ્વભાવો અને પ્રમાણિક વકીલ ચતુર્ભુજે ધર્મબંધુઓના લાભ અર્થે નિઃસ્વાર્થે જે મહેનતનુ પારમાર્થિક કામ ઉપાડયું છે તે માટે તેમને ધન્યવાદ ઘટે છે. તેમણે “ જૈન ” માં માકલેલા રીપોર્ટપરથી જણાય છે કે આશરે ૨૭૬૦ માણસા તદન નિરાધાર સ્થિતિમાં, આશરાને દરેકરીતે યાગ્ય છે. તેમાંથી આશરે ૨૧૫ માણસાને અમદાવાદના સખી જૈન મીલમાલેકાએ પોતાની મીલેામાં કામે લગાડી દીધા છે. બાકીના માણસાને કામ અથવા આશ્રય આપવાની બહુજ જરૂરી છે. જે જૈન બધુએ ખરેખરૂ આત્મસાર્થકનું દાનદેવા ઇચ્છતા હોય તેને માટે આના કરતાં વધારે પાત્ર ક્યાંથી જડી શકે! તેને મદદ અર્થે શ્રી જૈન શ્વેતાંબર કારસેપણ રૂ ૭૦૦ માકલી આપ્યા હતા. વરસ આખુ નિભાવવા માટે રૂ. ૨૭૬૦૦ ની જરૂર છે તે વકીલ તુર્ભુજ તથા “જૈન” પત્રે ઉધાડેલ ફંડને દરેક બંધુ શકિત અનુસાર–ફૂલ નહિ તો ફૂલની પાંખડી એ રીતે— શુભ અશુભ પ્રસંગે મદદ કરશે તેા બહુજ ઉત્તમ થશે. અમદાવાદમાં આવેલ તે જૈન બધુ માટે ખીલકુલ લૂગડાં નહ હાવાથી લૂગડાં ક્રૂડ જે મી. ભગત. તરફથી ઉઘાડવામાં આવ્યું છે તે પણ દરેકરીતે મદદને લાયક છે. ?? જોઇએ છે-પારસી કામ વ્યાપારની બાબતમાં, નોકરીની બાબતમાં, સ્વતંત્ર ધંધા–વકીલ, દાકતર, ઇજનેર–માં અતિશય સારી સ્થિતિમાં છે, એ તે નિષ્પક્ષપાત અવલાકન કરનારને સહજ સમજાશે, તેઆમાં ભિખારીએ ગણ્યા ગાંઠ્યા માલૂમ પડશે. તેમાં પણ ગરીબ વર્ગ છે, એટલું કબૂલ કરતાં પણ આપણે જોઇ શકીએ છીએ કે બીજી કોઈ પણ હિંદુસ્થાનમાંની કામ કરતાં તે કેળવણી અને ધનની બાબતમાં આગળ પડતા છે. તેના સંસાર માટે પારસી પત્રકારો પણ ખૂમ પાડે છે. પરંતુ તેની ઉપલી બંને ખાખતા અનુકરણીય છે. વ્યાપારની બાબતમાં તથા નાકરીની બાબતમાં પણ જ્યાં સુધી પારસીને પારસી મળે ત્યાં સુધી તે ખીજાને રાખતા નથી, એ આબતને પાંચ વર્ષથી અનુભવ છે. “ જામે જમશેદ પત્ર પણ નતાં જણાશે કે પારસી નાકરા માટે “ ફરરાખ ” તખલ્લુસથી એક પારસી ગૃહસ્થ જ્ઞાતિબંધુઓ માટે કેટલી મહેનત કરે છે. ડા. તવડીઆ કાલમ પણ તે બાબતની સાક્ષી પૂરે છે વળી ખીજા શેઠા પણ નાકરા માટે નોટીસ આપતાં પારસી જોઇએ છે એમ સ્પષ્ટ લખે છે. આ ઉપરથી જ્ઞાતિ અભિમાન કેવું કામ કરી શકે છે તે સહજ સમજાશે, મુંબઇમાં ઘણા જૈન ભાઈ નાકરી વિના મૂઝવણમાં કરે છે. તેથી અમે એમ ધાર્યું છે કે જે જૈન શેઠોને નાકરા જોઇતા હાય તેમણે તથા જે જૈન બંધુઓને નાકરીની ઇચ્છા હાય તેમણે આ ઓફીસ તરફ લખવું. તેનું એક લીસ્ટ આ પીસે રાખવામાં આવશે અને બની શકતી સગવડ ખતે પક્ષને આપવા યત્ન થશે. આ માબત જૈન શેડાએ અવશ્ય લક્ષમાં લેવા જેવી છે. જૈન નાકરા રાખવાથી સ્વધર્મી બને ઠેકાણે પાડી શકાશે તથા તેઓના પુણ્યનુ અમુક કારણ તે થઇ પડશે. નેકરી માટે ઇચ્છતા જૈનબંધુએ તે અરજ કરશે, પણ જૈન શેઢાને આ સૂચના બહુ આવશ્યક છે. દિગંબરી જૈન બંધુઆએ આવી રીતે લાભ મેળવ્યા છે, કારણ તેના ઉત્તર હિંદુસ્થાનમાં પ્રગટ થતા એક પત્ર-જૈન ગેઝેટે

Loading...

Page Navigation
1 ... 430 431 432 433 434 435 436 437 438 439 440 441 442 443 444 445 446 447 448 449 450 451 452