Book Title: Jain Shwetambar Conference Herald 1905 Book 01
Author(s): Gulabchand Dhadda
Publisher: Jain Shwetambar Conference

View full book text
Previous | Next

Page 412
________________ ૧૯૦૫] મેવાડમાં થયેલાં ઉધ્ધારને ટુક રીપોર્ટ. ૩૯ कच्छमांडवी में नवपदीकी पूजा-मुनि श्री हंसविजयजीके उपदेशसे कच्छ मांडवीके श्रावक समुदायमें श्री नवपदजीके मंडलकी पूजा बडे ठाठसे कराई जिसमें श्रीपाल चरित्रानुसार हारे नंग ३०, माणक नंग ५, पन्ना नंग २५, रिष्टरत्न नंग २७, मोती ६७-५१-७०-६० और सोन्हरो पुष्प ३६ रखेथे. उपाश्रयको साजकर उसमें यह रचना की गईथी. आरति वगरहके घ्रतकी बोली करीब ६०० कोरीके हुई. साधू विहारसे इसही तरह पर धोत्सव होते हैं. શા. લલભાઈ જેચંદ મફત મેવાડમાં થયેલા જીર્ણોધ્ધારને ટુંક રીપોર્ટ (મીતી મારવાડી–સંવત ૧૯૬૧ના અશાડ સુદ ૧૧થી સંવત ૧૯૬૨ના શ્રાવણ સુદ ૧૫) હમારા વાચકને સારી પેઠે ખબર હશે કે કેટલાક વર્ષોથી પાટણવાળા પરોપકારી ગ્રહસ્થ શા. લલુભાઈ જેચંદ મુંબાઈનાં દેરાસરો તથા આગેવાનોની મદદથી મેવાડમાં આવેલાં જીર્ણ દેરાસરને ઉદ્ધાર પિતાની દેખરેખ નીચે કરાવે છે અને જેના અત્યાર અગાઉ વર્તમાન પત્રમાં પ્રગટ થયેલા હીસાબ તથા રીપોર્ટ તેમના જોવામાં આવ્યા હશે. ગયા વર્ષે પણ તેમનીજ તરથી મેવાડનાં કેટલાંક જીર્ણ દેરાસરોનું કામ શરૂ કરવામાં આવ્યું હતું અને જેને માટે મુંબઇના દેરાસરમાંથી ટીપ કરવામાં આવી હતી તથા શ્રી જૈન શ્વેતાંબર કેન્ફરંસના જીર્ણોદ્ધાર ફંડમાંથી પણ રૂર૦૦૦ની રકમની મંજુરી આપવામાં આવી હતી. મારવાડ મેવાડ જેવા વીકટ પ્રદેશોમાં તાઢ તડકે તથા વેરાન જગલે અને પહાડોમાં મુસાફરી કરવાની હાડમારી ભોગવીને આ ખરેખરી ધર્મની લાગણીવાળા ગ્રહસ્થે કેટલાએક ઠેકાણે કામ શરૂ કર્યા હતાં જેની ટુંક વીગત નીચે પ્રમાણે છે. ગયે વર્ષે મહા મહીનામાં તેઓ અત્રેથી નીકળીને શ્રી રાણકપુર ગયા. જ્યાં શેઠ ગોકલભાઈ મુલચંદ પણ આવેલા હતા તેમની સાથે શ્રી રાણકપુરના દેરાસરજીમાં જે જે ભાગ જીર્ણ થયેલ તે તપાસ્ય તથા તે સમરાવવાને લગતું કામકાજ થતુ હતું તે જોયું. ત્યાંથી દેસુડીની નાલ ચડીને ચારભુજા ગામમાં આપણું એક દેરાસર કે જે ઘણું વિશાળ છે પરંતુ જે જીર્ણ થઈ ગયેલું છે તેનો ઉદ્ધાર કરાવવાના સંબંધમાં ગામવાળાઓને એકઠા કર્યા અને જોઇતી મદદ આપવાનું કહીને તે દેરાસરના જીર્ણોદ્ધારનું કામ શરૂ કરાવ્યું. ત્યાંથી રૂપજી તથા લાંબલી ગામમાં જઈને ત્યાં પણ તેવી જ રીતે કામ શરૂ કરાવ્યાં. ત્યાંથી આગરીયા થઈને રાજનગર આવ્યા અને ત્યાં પણ કામ શરૂ કરાવ્યાં. તે વખતે તેમને તાવની બીમારી લાગુ પડવાથી એક માસ પોતાને વતન પાટણ ગયા અને ત્યાંથી પાછા ઉદેપુર :ગયા. રસ્તામાં ચંડાવળ સ્ટેશને ઉતરી એક કોશ ઉપર મુડા ગામમાં નવા શહેરવાળા • ભંડારીજી તથા શેઠ ગુલાબચંદજી ગરૈયાની માતે ત્યાંના દેરાસરનું કામ શરૂ કરા વ્યું જેની પ્રતિષ્ઠા માગશર સુદ ૧૩ના રોજ થનાર છે. ત્યાંથી બીલાડે થઈને

Loading...

Page Navigation
1 ... 410 411 412 413 414 415 416 417 418 419 420 421 422 423 424 425 426 427 428 429 430 431 432 433 434 435 436 437 438 439 440 441 442 443 444 445 446 447 448 449 450 451 452