Book Title: Jain Shwetambar Conference Herald 1905 Book 01
Author(s): Gulabchand Dhadda
Publisher: Jain Shwetambar Conference

View full book text
Previous | Next

Page 415
________________ ૩૮૨ જૈન કોન્ફરન્સ હરેન્ડ. નિવેમબર વર્તમાન ચર્ચા. ખરેખરૂં પુણ્યનું કામ-ભાવનગર સંથાનમાં રહીશાળા નામે ગામ આવેલું છે. તે નિંગાળા સ્ટેશનની પાસે આવેલું છે. ભાવનગર સંસ્થાન મોટું છે, તેમાં ચાર લાખ માણની વસ્તી છે, અને જેનો સંખ્યા પણ સારી-૨૦૦૦૦ ઉપર છે ભાવનગર તળમાં જૈનોની વસ્તી ૪૦૦૦ની છે. અને તેમાં પણ શેઠ કુંવરજી આણંદજી ધામક અને રાજકીય હીલચાલમાં જૈન ધર્મને બહુજ ફાયદો થાય તેવી રીતે કામ લેનાર એક આગેવાન પુરુષ છે. પૂર્વ અને પશ્ચિમ એ બે પ્રદેશોમાં મુખ્ય તફાવત છે તે એજ કે જેવી દયા પૂર્વ સમળ્યું છેઅને તેમાં પણ જે સન્મ ઉત્તમ દયા-જીવદયા–જેનો સમજ્યા છે–તેનો બહુ જ થોડે અંશ પશ્ચિમ સમજે છે. આપણું સેળમાં તીર્થંકર શ્રી શાંતિનાથજી પારેવા પરની કરૂણાને લીધેજ અતિ ઉત્તમ પદ પામ્યા હતા. મનુષ્ય જન્મનું સાર્થક સાધુ મુનિરાજે માટે નિવૃત્તિ, જ્ઞાનધ્યાન અને ઉપદેશમાં છે, ત્યારે ગ્રહને માટે બની શકે તે પ્રમાણે શ્રાવકોનાં બાર વ્રતો પાળવામાં અને ઉપકારી કામો કરવામાં સમાયેલું છે. મનુષ્ય સામાન્ય રીતે જે પુણય કરે તેના કરતાં અનેકાનેક ઘણું પુણ્ય જીવ દયામાં-હજારો જીવ રહેંસાતા અટકાવવામાં–સમાયેલું છે. ઢોરો પાળવાનું કામ કાઠીઆવાડમાં મુખ્યત્વે ભરવાડ, રબારીઓ વિગેરે કરે છે. તેઓ ગાય, ભેંસ, ઘેટાં, બકરા વિગેરે પાળીને તેના પર પોતાનો નિર્વાહ ચલાવે છે. પશ્ચિમનો સંબંધ આપણી સાથે થયો તે પહેલાં જીવહિંસા આપણામાં હાલ કરતાં ઘણી જ છેડી હતી. વાંદરા અને કુરલા જેવા હમેશાં હજારે જીવને રહેંસી નાખતાં સંચાઓવાળા કસાઈખાના તે વખતે હતાંજ નહિ. કદાચ એમ પણ હોય કે આગલું હિંદુસ્તાન–આવા અધે પાપના અભાવે–સુખી પણ હેય બેકડા તથા બકરા કાંઇ ઉપજનું સાધન હોતાં નથી. તેથી તેઓ અવતરે કે તરત અથવા થોડા દિવસમાં થતાં જ તેમને ભરવાડે વગડામાં મરણ શરણ થવા મુકી દેતા. ગાય, ભેંસ વિગેરે દુધાળાં જનાવરોને, પણ તેઓ કમાણી કરાવતા હોય તે કરતાં વિશેષ કીમત ઉપજે તો અથવા દુષ્કાળના વખતમાં થોડી કીમતે પણ ઢોરો કસાઈઓને વેચવામાં આવતાં. મુંબઇના પ્રસિધ્ધ ઝવેરી રેવાશંકર જગજીવનને ભરવાડોના ભગત લખા ભગવાને આ વાત કરી પોતાથી બની શકતી નદદ આપવા વિનતિ કરી રેવાશંકરભાઈએ જિન કેન્ફરન્સ ફંડમાંથી રૂ ૧૦૦૦) તથા બીજા જન શેઠીઆઓની સહાયથી રૂ ૮૦૦૦) આશરે ભેગા કરી એવી ગોઠવણ કરી કે રોહી શાળા મુકામે સર્વ ભરવાડોએ ભેગા થવું અને ત્યાં ભરવાડેના મહંત રઘુવીરદાસજી તથા બીજ ભગતનો સમક્ષ ભરવાડો પોતાનાં ઢોર ન વેચે–કસાઈઓને મારી નાખવા ન આપે–અને નાન દૂધમલ બચાઓને રખડતાં મૂકી ન દે, એવું તેઓ પાસે કબુલ કરાવવું. ઉકત કુંવરજીભાઈ, રેવાશંકરભાઈ, કોન્ફરંસના પ્રતિનીધી મી ટોકસી નેણસી તથા બોટાદના બીજા ગૃહની સમક્ષ મહંત રઘુવીરદાસજી, બીજા ભગતો અને ભરવાડોએ ઉપલી વાત કબુલ કરી પોતાના આત્માનું બહુજ શ્રેય કર્યું છે અને અનંત ભવનું બહુ ઉત્તમ ભાતું સાથે બાંધી લીધું છે. આવું અતિ ઉત્તમ પુણ્ય કરનાર જીવન ધન્ય છે. એવું જીવતરજ સાર્થક છે. કહેવા કરતાં કરી બતાવવું એ કહેવતનું ઘણું સરસ દષ્ટાંત છે. આ કામમાં ભાવનગરના નામદાર મહારાજ સાહેબ તથા તેમના અમલદાર વર્ગ પણ ઘણી દિલસોજી બતાવી છે. ઠરાવ માત્ર મોઢેનો નહિ પણ સહીવાળો થયો છે. ભરવાડ જેવી ભાળી કોમ પોતાના મહંતનું વચન કાયમ પાળશે અને હજારો જીવ બચાવ્યાની આશિષ લેશે. તે પુણ્યમાં, આ હીલચાલમાં ભાગ લેનાર દરેક જણનો, હસો છે. અમે આશા રાખીએ છીએ કે આવી પ્રતિજ્ઞાઓ બીજા જીલાના ભરવાડે પણ લે, અને ખરા અંતઃકરણથી પાળે.

Loading...

Page Navigation
1 ... 413 414 415 416 417 418 419 420 421 422 423 424 425 426 427 428 429 430 431 432 433 434 435 436 437 438 439 440 441 442 443 444 445 446 447 448 449 450 451 452