________________
૨૮૨
જૈન કેરનસ હરેડ. લેનાર છે ત્યાંના જૈન આગેવાને, અમલદારો તથા અન્ય ભાઈઓને પિતાનાજ સ્થળમાં રેકાઈ રહેવું પડે અને તેને લીધે તેજ અવસરમાં પાટણ ખાતે ભરાનાર કેન્ફરંસમાં કદાચીત તેમનાથી હાજર રહી ન શકાય. નામદાર પાટવી કુંવરની આ દેશમાં થનાર પધરામણી ખરેખર જેમ અન્ય રાજ્યનિષ્ટ પ્રજાઓને આવકારદાયક છે તેમજ આપણી જૈન પ્રજાને પણ છે પરંતુ તેજ માસમાં પાટણ ખાતે ભરાનાર કેપૂરસમાં જુદા જુદા ભાગના જૈન ભાઈઓને હાજરી આપતાં અટકાવવાની તે કેટલેક અંશે અસર કરે તે નકકી જ છે. આવાં કારણોને લીધે જે પિતાને ત્યાં ભરાનાર કન્ફરંસ તેઓ બરાબર તેહમંદ બનાવવા ઈચ્છતા હોય તે આ વર્ષ સારૂ તેને ભરવાનો વખત બદલવાની અમે અમારા પાટણ નિવાસી ભાઈઓને ખાસ ભલામણ કરીએ છીએ. વળી આ સાથે ગયા ઓગષ્ટ માસમાં આખા ગુજરાત પ્રાંતમાં પડેલા ભારે વર્ષાદે જે સંકટ ફેલાવ્યું છે તેથી પાટણમાં પણ હજારે ઘરે પડી જઈ ઘણું નુકશાન થયેલું આપણું જાણવામાં આવ્યું છે અને કેન્ફરંસની તૈયારીઓ કરવામાં રોકાયેલા પાટણના અમારા જૈન ભાઈઓને પિતાના પડી ગયેલાં ઘર વગેરે સમાવવામાં રોકાઈ જવું પડયું હશે. વળી આ સાથે જ્યારે પાટણમાં અમારા જાણવા મુજબ આશરે ૩૦૦૦ ઘરે પડી ગયાં છે તે જુદે જુદે ઠેકાણેથી પધારનાર ડેલીગેટેને ઉતારા વિગેરે આપવાની પણ તેઓને ઘણી જ અડચણ આવવા સંભવ છે.
આ સઘળા સંગે જોતાં અમારૂં તે એમ માનવું છે કે પાટણની કેન્સ ભરવાના વખતમાં ફેરપાર કરવાની ખાસ જરૂર છે અને જે તેઓ તેમ નહીં કરે તે અમારા ધારવા પ્રમાણે જુદા જુદા સ્થળને આગેવાનો અને અન્ય ભાઈઓ પુરતી સંખ્યામાં કેમ્પસમાં હાજર રહી શકશે નહીં અને તેથી કરીને પોતાને ત્યાં ભરાનાર કેન્ફરંસ ફોહમંદ બનાવવાની જે કુદરતી ઈચ્છા તેઓમાં હોય તે ઘણે અંશે પાર પડી શકશે નહીં. વળી આ સાથે પાટણ શહેરમાં ગયા ભારે વરસાદે જે આફત ફેલાવી છે તેની અસરથી કેન્દ્રરસ ભરવામાં જે મોટી મોટી તૈયારીઓ કરવી. પડે તે સર્વે તૈયારીઓ કરવાનું તેઓથી બની શકશે કે કેમ તે પણ શંકા ભરેલું થઈ પડ્યું છે કારણ કે સર્વે ભાઈએ આ કારણને લીધે અન્ય વ્યવસાયમાં રોકાઈ ગયેલા હોવા જોઈએ. હવે જે કોન્ફરંસ ભરવાનો વખત આગળ લેવામાં આવે છે, તે સાથે એટલું પણ ધ્યાનમાં રાખવાની જરૂર છે કે તે બનારસ ખાતે ભરાનાર કોંગ્રેસ અને મહાન પ્રદર્શન પછીજ રાખવા ઠીક થઈ પડશે કારણ કે કોંગ્રેસમાં ભાગ લેવા તથા દેશી હુન્નર અને કારીગીરીનું મહાન પ્રદર્શન નિહાળવા અમારા ઘણા શ્રીમતી જૈન ભાઈઓ જાય તે સ્વભાવીક છે. આ સર્વે બાબતે ધ્યાનમાં લેતાં પાટણ ખાતેની ચોથી કે રસ ભરવાને વખત મહા મહીનામાં રાખો ઠીક થઈ પડશે અને તેથી અમે આશા રાખીએ છીએ કે, અમારા પાટણ નિવાસી સુજ્ઞ જૈન બંધુઓ અમારી આ સુચના ઉપર યેચ લક્ષ આપી આભારી કરશે.
=
=
=