________________
૨૮૦ જૈન કપૂર સ હેરેડ,
(ઓગષ્ટ કન્યાને પરદેશ કે જયાની ભાષા પણ તે બીચારી સમજતી ન હોય ત્યાં પરણાવે છે. અને કદાચ એગ્ય ઉમર અને લાયકાતવાળા સાથે પરણાવે છે તે તેની પાસેથી એટલા બધા પૈસા લુંટી લેવામાં આવે છે કે પરણ્યા પછી તે તેને નીર્ધન સંસાર શરૂ કરે પડે છે. અને પૈસાની પુરી તંગીને લીધે સ્વતંત્ર ફાવતે ઉદ્યમ નહીં કરતાં કઈ પણ હલકી નેકરીમાં પેસી મહા મુસીબતે બે પેટનું ગુજરાન ચલાવે છે. બુઢા | સાથે પરણાવે છે તે કન્યા વેળાસર રાંડી યોગ્ય ઉમરની લા લેવા જેવડી થાય ત્યારે જીદગી પર્યત શેકજનક સ્થીતીએ પહોંચે છે. અને તેના અર પરીણામે વર્ણવવા કરતાં વધારે સારી રીતે સમજી શકાય છે અને આબરૂની ખાતર તેવાં અઘેર કૃત્યમાં સગાવહાલાઓને ભાગ લેવા પડે છે. શારીરીક ખોડવાળા સાથે પરણાવવાથી પ્રજા ખેડવાળી થવા દેહસત છે અને જે વળી ધણી ધણી આણ વચ્ચે રાસ્તી નથી આવતી તે ઘરસંસાર ઘણી મુશ્કેલીવાળે થાય છે અને સંસારસુખની આશા રાખવી એ નિષ્ફળ જાય છે. પરધર્મવાળા સાથે પરણાવતાં કેટલી મુશીબતે પડે છે તે સુજ્ઞ ધમી ભાઈઓની જાણ બહાર નહીં હોય એમ ધારી હું અહી લખતે નથી, અને બાળાએને પરભાષાવાળા પરદેશમાં આપવી તે તે તેને દેશનીકાલની સજા કર્યા બરાબર છે. તે માટે સર્વ સ્વધર્મી ભાઈઓની ઉન્નતી ઈચ્છનારા કન્યાવિકય તરફ ધીક્કારથી જોઈ તે રીવાજ નાબુદ કરવા પ્રયાસ કરવા સર્વને મારી વિનંતી છે. અને જે રીતે વિધવા વિવાહે ઉતેજક ગ્રહ તરફથી તેવા વીવાહને આશ્રય આપવા માટે ફંડ તથા મંડની સ્થાપના થઈ છે, તેવા હરકે બંધારણ ઉપર આ દુષ્ટ રીવાજ બંધ કરવા “કન્યાવિકય નષેધક ફંડ તથા મંડળીઓ” સ્થાપન કરી તે બાબત પગલાં ભરવાં અને જૈન કોમને એવા નીચ અને ગેરઆબરૂ ભરેલા રીવાજમાંથી બચાવવા તન, ધન, અને મન દઈ મહેનત લેવા હવે વખત આવી પુગે છે.
શ્રી જૈન (વેતાંબર) ડાયરેકટરી. ગુજરાત, કાઠીયાવાડ અને દક્ષીણના જૈન ભાઈઓને અગત્યની સુચના.
ગુજરાત, કાઠીયાવાડ અને દક્ષીણના અમારા જૈનબંધુઓને વિનંતી કરવામાં આવે છે કે આ ભાગનું કામ લગભગ પુરું થવા આવ્યું છે અને બે ત્રણ અઠવાડીયાં પછી તેને છાપવા સારૂ તજવીજ કરવાની છે તે જે ગૃહસ્થ તરફ ડીરેકટરીને લગતાં ફોર્મ મોકલવામાં આવ્યા હોય તેમણે બનતી તાકીદે જોઈતી હકીક્ત ભરીને અમારા તર રવાના કરવા કૃપા કરવી. ઉતાવળ કરવાની મતલબ એજ કે જુદે જુદે ઠેકાણેથી ફર્મ ભરાઈને આવ્યા પછી અમારે તે ફેર્મોની તારવણી કરવી પડે છે અને તેમાં, ઘણો વખત જાય તે સ્વભાવીક છે. સઘળે પત્રવ્યવહાર નીચેને શીરનામે કરે.
એસીસ્ટન્ટ સેક્રેટરી શ્રી જૈન વેતાંબર કોનફરન્સ.
સરા બજાર-મુંબઈ.