________________
૧૯૦૫] પાટણના જૈન બધુએને અગત્યની સુચના ૨૮૧ ચોથી કોન્ફરન્સ ભરવાના વખતના સંબંધમાં પાટણ
નિવાસી જૈન બંધુઓને અગત્યની સૂચના.
(લખનાર એસીસ્ટન્ટ સેક્રેટરી, શ્રી જેન વેતાંબર કેન્ફરંસ-મુંબઈ).
ગયે વર્ષ વડોદરા ખાતે ભરાયેલી ત્રીજી કન્ફરંસના મેળાવડા વખતે ચોથી કોન્ફરંસ પિતાને ત્યાં ભરવાનું આમંત્રણ આપણા પાટણ નિવાસી જૈન ભાઈઓ તરફથી થતાં તે ઘણી ખુશી સાથે કબુલ રાખવામાં આવ્યું હતું અને તે પ્રમાણે ચોથી કોન્ફરંસને મેળાવડો પાટણ ખાતે કરવાનો નિશ્ચય કરવામાં આવ્યું હતું. આ પ્રમાણે કરવાથી અમારા પાટણ નિવાસી જૈન ભાઈઓએ તેને લગતી સઘળી તૈયારીઓ કરવા માંડી છે અને રીસેશનકમીટી વગેરે નીમી કોન્ફરસને લગતા ખર્ચ વિગેરેને પુગી વળવા સારૂ ફૂડ પણ શરૂ કર્યું છે અને અત્યાર સુધીમાં ત્યાંના ઉદાર વૃત્તિવાળા જૈન ભાઈઓ તરફથી સારી રકમે તે ફંડમાં ભરવામાં આવી છે. વળી કરંસ ભરવા સારૂ કરે તે પ્રાથમીક પત્રવ્યવહાર શરૂ કરવા તથા પિતાને
ત્યાં ભરાનાર મહા મંડળના પ્રમુખપદ માટે યોગ્ય નરની પસંદગી કરવાને જોઈતી તપાસ વગેરે કરવામાં પણ તેઓ ચુક્યા નથી. વળી મહા મંડળને સારૂ મંડપ તથા દેશના જુદા જુદા ભાગમાંથી આવનારા સ્વધર્મ પ્રતિનીધીઓ સારૂ ઉતારા વગેરેની વ્યવસ્થા કરવા વગેરે સઘળી તૈયારીઓ કરવામાં તેઓ અત્યારે ગુંથાઈ ગયા છે.
આપણી કોન્ફરંસ સાધારણ રીતે નબર માસમાં ભરાય છે અને તે જ પ્રમાણે પાટણ શહેરમાં પણ આ મંડળને મેળાવડો નબર માસમાં જ અમારા પાટણ નીવાસી ભાઈઓ કરે તે સ્વભાવીક છે. પરંતુ વડોદરા ખાતે ભરાયેલા આ મંડળના ત્રીજા મેળાવડા પછી આ વર્ષના નવેમ્બર માસમાં નામદાર પાટવી કુંવરતથા તેમની મહરદારની આ દેશમાં પધરામણી નક્કી થઈ છે અને તેથી કરીને તેની ધામધુમમાં રોકાઈ જઈને જુદા જુદા ભાગના જૈન શ્રીમતે, અમલદારો અને બીજા પ્રતિષ્ઠીત ગ્રહો તેજ માસમાં ભરાનારી આપણી ચોથી કેન્ફરંસમાં હાજર ન રહી શકે તે સ્વભાવીક છે. આ મહાન શુભ પ્રસંગે દેશના જુદા જુદા ભાગના મોટાં શહેરોમાં ભારે ધામધુમે કરવાની અત્યાર પહેલાં તૈયારીઓ શરૂ કરવામાં આવી છે અને તેથી કરીને કેટલાએક આ ધામધુમો નજરે જોવા સારૂ તથા કેટલાએક આ માનવતા પરોણાઓના દીદારને દર્શનનો લાભ લેવા સારૂ રોકાઈ જશે. વળી કેટલાએક મોટા અમલદારો તથા અમુક શહેરોના આગેવાન તરીકેની પોતાની ફરજેને અંગે પોતાનું સ્થળ ન છેડી શકે એ બનવા જોગ છે. દાખલા તરીકે મુંબઈ, અમદાવાદ, ગ્વાલીયર, જેપુર, કલકત્તા વિગેરે સ્થળો કે જ્યાંની નામદાર પાટવી કુંવર અને તેમની મેહરદાર જરૂર મુલાકાત