________________
૧૯૦૫]
વર્તમાન.
વર્તમાનસાર. કલકત્તા ખાતે રાય બદ્રીદાસજીએ બંધાવેલા દેરાસરજીને વાર્ષિક મહોત્સવ ગઈ તા. ૮ મીએ ભારે ધામધુમ સાથે ઉજવવામાં આવ્યો હતો. સ્વામિભાઈઓની તે પ્રસંગે ભારે ઠઠ જામી હતી. સહવારથી પૂજન ભણાવવામાં આવી હતી જે સાંજે પુરી થઈ હતી. આ પ્રસંગનો લાભ લઈને એકઠા થએલા જેને ભાઈઓએ ના. લેડી કર્ઝને બીમારીમાંથી સાજા થયાં તે માટે પ્રાર્થના કરી હતી ને સ્વામિ વસુલ કરવા માં આવ્યું હતું જેમાં એક હજાર જૈનભાઈએ સામેલ થયા હતા. ગરીઓમાં અનાજ વહેંચવામાં આવ્યું હતું.
મહવાથી વિહાર કરી મુનિમહારાજ શ્રી મુકિતવિજયજી તથા મણીવિજ્યજી ફાગણ સુદ ૮ ને મંગળવારે યુગે પધાર્યા છે. તેમના પધારવાથી ત્યાં જાગૃતિ થઈ છે. દશમના રોજ જીવદયા ઉપર એક વ્યાખ્યાન થયું. આ વ્યાખ્યાનમાં ત્યાંના તાલુકદાર દીપસંગજી તથા પટેલ દયાભાઈ ઘેરીભાઈ, મથુરાભાઈ ગીરધરભાઈ વીગેરે ઘણા અન્ય વર્ગના પટેલો તથા બ્રાહ્મણ વગેરે હાજર રહ્યા હતા. આ ભાષણ સાંભળીને ખેતરમાં સુડકરી આગ મુકવી નહીં, બળદોને પરણની આર ધંચવી નહીં, ગાડામાં વિશેષ ભાર ભરવો નહીં, તથા શ્રાવકોએ તથા પાટીદારોએ જેડામાં લોઢાંના ખીલા તથા નાળ મરાવવા નહીં એવા નિયમ કર્યા હતા આજરોજ ત્યાં જાહેર સભા થવાની છે તેમાં મુનિ મહારાજ શ્રી મુકિત વિજયજી મનુષ્યનું કર્તવ્ય શું એ વિશે ભાષણ આપનાર છે. - શિકારનો શેખ-જુનાગઢ ગીરના જંગલમાં લૉર્ડ લેમિંગટન સાથે હાલાર પ્રાંતના પિ. એજંટ મેજર કારનેગી સીંહનો શીકાર કરતા હતા તે વખતે તેની શોધમાં ગુફાના મોં આગળ જતાં સિંહે એકજ તડાકે મેજર કારનેગીને પંજામાં લે મારી નાંખ્યા હતા.
મવાના રહીશ શા. ગોપાળદાસ તારાચંદે પોતાની નાદુરસ્ત તબીયતને લીધે વિલ કરેલ છે તેમાંથી રૂ. ૫૦ ૦ ભોયણીજી, આબુજી, સમેતશીખર, તારંગાજી અને પાલીતાણું વગેરે તીર્થની મદદમાં આપવા કાઢયા છે.
દક્ષિણ જૈન (વેતાંબર) પ્રાંતિક સભામાં ચર્ચવાના વિષયે–આમલનેર ખાતે આવતા માસ ની તા. ૨૨-૨૩-૨૪ મી એ મળનારી ઉપલી સભામાં ચર્ચવાના વિષે રીસેપશન કમીટીના ચીફ સેક્રેટરી તરફથી જાહેર કરવામાં આવ્યા છે. તેમાં ફેરફાર કરવાને તથા બીજી ઘટીત સુચના કરવાની વિનંતી કરવામાં આવી છે. એ સભા માં નીચેના વિષયો ચર્ચાવાના છે.
1 કેળવણીનો પ્રચાર–તેના પેટાભાગમાં જ્ઞાન શાળાઓ સ્થાપવા, કન્યાશાળાઓ ઉઘાડવા, સ્ત્રીઓને સુશિક્ષિત બનાવવા, અને જૈન લાઇબ્રેરીઓ સ્થાપન કરવાની આવશ્યકતા બતાવેલ છે.
૨ ધમન્નતિનો પ્રયત્ન–ધમોંન્નતિના પ્રયત્ન તરીકે દક્ષિણ તરફ મુનિ મહારાજેને વિહાર કરવાની વિનંતી કરવાને મુખ્ય છે.
૩ જાતભાવ વધારવાનો યત્ન-કુસંપ ટાળવા અને સંપ વધારવા વજનદાર અનુભવી અને વિદ્વાન લે કે ની “જૈન ઐયવર્ધક કમિટી નીમી ગામવાળાઓ જે વાંધાનું છેવટ ન કરી શકે તેનો ફડચ કરવાની કમીટીને સત્તા આપવી.
- ૪ હાનીકારક રીવાજો દૂર કરવા–અરહનું ભાખિત ધર્મવિરૂદ્ધ અને શ્રાવક નામને કલંકીત કરે તેવી લગ્નવિધિ, મરણ પાછળ જમણવારને રીવાજ, રડવા કુટવાનો ચાલ, નકામાં ખર્ચે વીગેરે બંધ કરવા યત્ન કરવા.
૫ કન્યાવિક્રય બંધ પાડવે; તેનાં કારણે શોધી તે કારણે દૂર કરવાનો યત્ન કરો.
૬ ગ્ય અને પવિત્ર વિવાહ–બાળલગ્ન તેમજ વૃદ્ધ લગ્ન બંધ પાડી તેની હદ બાંધવાનો પ્રયત્ન કરે..
૭ જીર્ણ મંદિરે દ્વાર–જીર્ણ મંદિરને ઉદ્ધાર કરી જ્યાં આશાતના થતી હોય ત્યાં તે દુર કરાવા તજવીજ કરવી.