________________
૧૭ જેને કેન્ફરન્સ હરેન્ડ.
[મે કાંઈ વધુ લખવાની જરૂર નથી અને તેથી અમને ખાત્રી છે કે જુદાં જુદાં સ્થળેના અમાર ધર્માભિમાની જૈન ભાઈઓ અમેએ ઉપાડેલા આ મુશ્કેલ કાર્યમાં મદદ કરવા જરૂર બહાર પડશે. આ એક એવું કાર્ય છે કે જે સર્વે ભાઈઓની મદદ શીવાય પાર પડી શકે તેમ નથી અને તેજ કારણને લીધે લટીયર તરીકે આ કાર્યમાં પિતાની મદદનો ગ્ય હીરસે આપવા તેઓને ફરીથી અરજ કરવામાં આવે છે.
ખાસ વિનંતી.
વળી આ માટે કરવામાં આવનાર વસ્તીની ગણત્રીને સંપુર્ણ બનાવવા સારૂ આપણાં મૂર્તિ પુજક શ્વેતાંબર જૈનેની વસ્તીવાળાં સ્થળોનાં નામે જાણવાની અમને ખાસ જરૂર છે તે દેશના જુદા જુદા ભાગમાં આવેલાં તેવાં સ્થળોનાં નામ બને ત્યાં સુધી જીલ્લાવાર અને આપણું જૈન ભાઈઓના ઘરની અંદાજ સંખ્યા સાથે અમને નીચેને સરનામે લખી મોકલવાં. જે કે ગામમાં ફક્ત શ્રાવકનાં એક યા બેજ ઘર હોય અથવા ફક્ત દેરાસરજીજહોય તે પણ તેને શ્રાવક ભાઈઓની વસ્તીવાળાં ગામ તરીકે ગણીને દાખલ કરવું. વસ્તીની ગણત્રી તથા બીજી હકીકતે સંપુર્ણ કરવા સારૂ આવાં ગામોના નામની અમને ખાસ અગત્ય છે અને તેથી પિતાથી બની શકે તેટલાં ગામનાં નામે અમને મોકલી આપવાની દરેક ભાઈને ખાસ વિનંતી કરવામાં આવે છે. આ સંબધી સઘળે પત્રવ્યવહાર નીચેને સરનામે કરવાની અરજી કરવામાં આવે છે.
એસીસ્ટન્ટ સેક્રેટરી શ્રી જૈન શ્વેતાંબર કેન્ફરંસ,
સરાફ બજાર, મુંબઈ.
અમારા ગ્રાહકોને વિનંતી.
આ વખતના અંકમાં પેથાપુરમાં ભરાયેલી શ્રી જૈન શ્વેતાંબર) પ્રાંતિક કોન્ફરસને રીપોર્ટ આપવામાં આવેલ હોવાથી બીજા કંઈ વિષય લેવામાં આવ્યા નથી. વળી તે રીપોર્ટ અમારા હીદી વાંચકોને ઉપયોગી બનાવવા સારૂં બાલબધ ટાઈપથી આપવામાં આવ્યું છે. આ લબા રીપેર્ટ છાપતાં આ અંક પ્રગટ થવામાં જે થોડી ઢીલ થઈ છે તેને માટે અમારા ગ્રાહકેની ક્ષમા ચાહીએ છીએ.
- અધિપતી, –થી. જે. કે. હે.