________________
૧૯] કેન્ફરન્સની અગત્યતા સંબંધી જેન બંધુઓને અમૂલ્ય સુચના. ૨૭૩ “કોન્ફરન્સની અગત્યતા સંબંધી જૈન બંધુઓને
અમૂલ્ય સૂચના.”
(લખનાર-વલભદાસ ગોવનદાસ ગાંધી, ભાવનગર) આપણું મુંબઈ અને વડોદરામાં ભરાયેલ બીજી અને ત્રીજી કેન્ફરન્સના મેળાવડા વખતે મારા અંતઃકરણમાં જે પ્રમાદ અને ઊચ્ચ ભાવનાઓ આ પરિષદ્ મંડળ પ્રત્યે પૂરાયમાન થઈ હતી, તે બહાર લાવવાને તેમજ આ મહામંડળની દિનપ્રતીદિન કેમ વૃદ્ધિ થઈ બળ પ્રાપ્ત કરે તે વિષે બે બોલ લખી પત્ર દ્વારા બહાર લાવવાની ઈચ્છા થવાથી, આ લેખ જૈન બંધુઓની સેવામાં મુકવાની રજા લઉ છું જેથી તેમાંથી, ગ્રહણ કરવા યોગ્ય જૈન બંધુઓ ગ્રહણ કરશે તે લખનારને પ્રયાસ સખળ થયો. મનાશે.
કોન્ફરન્સ એ શબ્દ વાંચકવૃંદના અંતઃકરણમાં સુદઢ થવા, તથા તેના રહસ્યને આપણું જૈન બંધુઓના હદયમાં સ્થાપીને બેસી ન રહેતાં તેને યથાર્થ અનુભવ કરાવવાનો જ ઊદેશ હોઈને જ તે સંબંધમાં આ લેખકને આગળ ઊપર કાંઈક વધારે લખવા વિચાર છે.
આજકાલ આપણું આ મંડળ માટે અનેક સ્થળે અનેક જાતની વાત થાય છે પરંતુ ઘણું ઓછા માણસના અંતઃકરણમાં કેન્ફરન્સ એટલે શું ? અને તેનાથી શા શા લાભ ભવિષ્યમાં થશે તેવું સચોટ દ્રષ્ટીએ પડતું હશે તેવા કારણોથી જ આ લેખ લખવાની ઈચ્છા થયેલી છે.
જો કે આ કાળમાં જ્યાં તીર્થકર મહારાજે અને કેવળજ્ઞાની મહારાજાઓને અભાવ છે છતાં તેઓનાં ઊપદેશાયલાં શાસ્ત્રો તેમજ સશુરૂ વિગેરે સાધને વિવમાન છતાં આપણું ધાર્મિક તથા વ્યવહારીક પ્રવૃતિ સુધરવી કેમ ન જોઈએ? ઘરમાં અમુક સ્થળે દ્રવ્ય દટાયેલું છે એમ જોણુતા છતાં તે કાઢવા સર્વ સાહીત્યા છતાં શા માટે દરિદ્રતાનું દુઃખ રેહેવું જોઈએ ?
આવા વ્યવહારિક તથા ધાર્મિક સુખ પ્રાપ્ત કરવાની ઈચ્છાવાળા પુરૂષને તે સુખ સત્વર સિદ્ધ થાય, અને થવામાં સહાય મળે તેટલા માટે આવી કપૂરન્સ (સહાયક મંડળ) ની જરૂર હેવી જ જોઈએ. આવા મંડળોને ઊચ્ચ ઈરાદે વ્યવહારિક તેમજ ધાર્મિક સુખને પ્રાપ્ત કરવાના સરલ માર્ગમાં (જૈન બંધુઓને) દરેક મનુષ્યને મુકવાને હંમેશા હોય છે.